જીટીયુ ટોપ-૧૦માં છેલ્લા ૧૨ વર્ષથી સ્થાન પ્રાપ્ત કરતી એચ.એન.શુકલ કોલેજનાં રેન્કર્સ અબતકને આંગણે
સખત પરિશ્રમ કરો તો સફળતા અવશ્ય મળે છે. આ કહેવતને ખરાઅર્થમાં એચ.એન.શુકલ કોલેજ ઓફ મેનેજમેન્ટનાં વિદ્યાર્થીઓએ સાચી પુરવાર કરી છે. સંસ્થામાં મળતું ઉત્તમ ગુણવતાનું શિક્ષણ અને વિદ્યાર્થીઓની ઈચ્છાશકિતને કારણે એચ.એન.શુકલા કોલેજનાં એમ.બી.એ સેમેસ્ટર-૪નાં રાણપરા બીનલ ૯.૮૩ એસપીઆઈને અને ૯.૫૦ સીપીઆઈ સાથે જીટીયુમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જયારે મનાણી સાવન દ્વિતીય અને દોમડિયા ગૌરાંગે ચોથો રેન્ક મેળવ્યો છે. આ તકે વિદ્યાર્થીઓ અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટનાં અયુબખાને અબતકની મુલાકાત લીધી હતી.
તા.૨ જુલાઈનાં રોજ જીટીયુ દ્વારા એમ.બી.એ. સેમેસ્ટર-૪નું પરિણામ જાહેર થયું જેમાં ફરીવાર એચ.એન.શુકલ કોલેજ ઓફ મેનેજમેન્ટ સ્ટડીસ, રાજકોટનો ડંકો વાગ્યો. પરિણામનું પૃથ્થકરણ કરતા એવું માલુમ પડે છે કે, એચ.એન.શુકલ કોલેજ ઓફ મેનેજમેન્ટ સ્ટડીસનાં ૩ વિદ્યાર્થીઓ, રાણપરા બીનલ ૯.૮૩ એસપીઆઈ અને ૯.૫૦ સીપીઆઈ સાથે જીટીયુમાં ફર્સ્ટ, મનાણી સાવન ૯.૮૩ એસપીઆઈ અને ૯.૨૯ સીપીઆઈ સાથે જીટીયુમાં દ્વિતીય તથા દોમડીયા ગૌરાંગ ૯.૮૩ એસપીઆઈ અને ૯.૨૧ સીપીઆઈ સાથે જીટીયુમાં ચોથા સ્થાન મેળવવામાં સફળ થયા છે. સંસ્થાનાં પ્રમુખ ડો.નેહલભાઈ શુકલ, ઉપપ્રમુખ મહેશભાઈ કયાડા, મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલભાઈ રૂપાણી, કેમ્પસ ડીરેકટર અને ટ્રસ્ટી સંજયભાઈ વાધર તથા તમામ ટ્રસ્ટીઓ સંસ્થાની આવી ઝળહળતી સફળતા જોઈને ખુબ જ આનંદની લાગણી અનુભવે છે અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવેલ છે. સાથો-સાથ ઉદાર મનથી આ તમામ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરેલ છે.
વિદ્યાર્થીઓનાં અભિપ્રાય મુજબ સંસ્થામાં ઉતમ ગુણવતાનું શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થાના ડીરેકટર ડો.રમેશચંદ્ર એન.વાઢેર, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ અયુબખાન યુસુફ જય તથા તમામ શિક્ષકગણ, અસી.પ્રોફ. ચાર્મી લિયા, અસી.પ્રોફ. પારસ પરમાર, અસી.પ્રોફ. મુનીરા કપાસી અને અસી.પ્રોફ. જીતેન્દ્ર મંગલાણી દ્વારા ખુબ જ સરળ અને પ્રેકટીકલ રીતે શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે જેનાં પરિણામ સ્વરૂપ તેઓ આ સફળતા મેળવી શકયા. સાથોસાથ વિદ્યાર્થીઓને વાસ્તવિક રીતે બિઝનેસનો અનુભવ થાય તે માટે કોલેજ દ્વારા કરાવવામાં આવતી અવનવી એકટીવીટી જેવી કે બિઝનેસ ફીએસ્ટા, એસડબલ્યુઓસી કોમ્પીટીશન, પ્રેઝન્ટેશન કોમ્પીટીશન અને પ્લેસમેન્ટની સારામાં સારી સુવિધા વગેરેનો પણ ઉલ્લેખ કર્યો. આ પ્રસંગે એવું સાબિત થાય કે ખરેખર ગુજરાત રાજયમાં એચ.એન.શુકલ કોલેજ ઓફ મેનેજમેન્ટ સ્ટડીસ એ ખરાઅર્થમાં મૂલ્યવર્ધિત શિક્ષણ આપવામાં સફળ થયેલ છે.