-
એચ.એન.એસ. બિઝનેસ ફિયેસ્ટાનો પ્રો. પ્રતાપસિહ ચૌહાણ અને ટ્રસ્ટના ટ્રસ્ટી રસીલાબેન શુકલની હાજરીમાં ભવ્યાતિભવ્ય શુભારંભ
-
જુદી જુદી વેરાયટીના ૧૦૦ થી વધુ સ્ટોલ હજારો લોકોએ નિહાળ્યા
ગુજરાત રાજયની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ, સુરક્ષા સેતુ તથા કે.આઇ.એફ.એસ.ના સઁયુકત ઉપક્રમે આજરોજ માતુ વિરબાઇમાં મહિલા કોલેજના પ્રાંગણમાં એક દિન કા બિઝનેશમેન એન.એન.એસ. બીઝનેસ ફિયેસ્ટા-૨૦૧૮નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
માતુશ્રી વીરબાઇમા મહીલા કોલેજના પ્રાંગણમાં વિઘાર્થીઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળે છે. રાજકોટની બધી જ વેરાવટીની બજાર જાણે એક જ પ્રાંગણમાં ઉતરી આવી છે. સવારના ૧૦ વાગ્યાથી જ યુવાનોનો અભૂતપૂર્વ જોવા મળી રહ્યો છે. રાત સુધીમાં લગભગ ૫૦હજાર થીવધુ લોકો મુલાકાત લીધી હતી.
વિઘાર્થીઓને માત્ર થિયરી નહીં પરંતુ પ્રેકટીકલી બીઝનેશના પાઠ શીખવવા આયોજીત આ ફેરનું ઉદધાટન એચ.એુન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ રુપાણી, ટ્રસ્ટના ટ્રસ્ટી રસીલાબેન શુકલ, સંજયભાઇ વાઘર, તેમજ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણની હાજરીમાં કરવામાં આવેલ હતું.
આ બીઝનેસ ફિયેસ્ટામાં જુદી જુદી વેરાયટીના ૬૦ થી વધુ સ્ટોલ્સ તથા ૪૦ થી વધુ સ્ટોલ્સ ફુડના રાખવામાં આવેલ છે. વિઘાર્થી જગત અને ઉઘોગ જગતને એક સાથે મેળવવાની નેમનો ઘ્યેય રાખીને ફેશન, ગેઇમ ઝોન, ફન થિયેટર, ટાટુ ગેલેરી, લાઇવ મહેંદી, કોમ્પ્યુટર એસેસરીઝ, લાઇફ સ્ટાઇલ્સ, ઇમીટેશન જવેલરી, આયુર્વેદીક મેડીશીન, મોબાઇલ તથા મોબાઇલ એસેસરીઝ જેવા જુદા જુદા સ્ટોલ્સ તથા ફુડ બજારમાં ભેળ, પાણીપુરી, આઇસ્ક્રીમ શેઇક નુડલ્સ, ચોકલેટ ઝોન, શેરડીનો રસ, લાઇવ આઇસ્ક્રીમ સોડાશોપ જેવા વિવિધ સ્ટોલ્સ પણ ઉબલબ્ધ કરવામાં આવ્યા હતા.
એચ.એન.શુકલ કોલેજના મેનેજીગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ રુપાણીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ પ્રકારનું આયોજન વિઘાર્થીઓને બીઝનેશમાં પડતી મુશ્કેલીઓથી અવગત કરાવશે તેવી આશા વ્યકત કરી હતી તેમજ આ બીઝનેશ ફિયેસ્ટાના દરેક વિઘાર્થીઓને બિઝનેશઝન જે નફો મેળવશે તે વિઘાર્થીઓનો પોતાનો જ રહેશે તેમ જણાવ્યું હતું.
જે.જે.કુંડલીયા કોલેજની વિર્દ્યાનિથી ખૂશી વ્યાસે ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ ઘણી સારી વાત કહેવાય કે અત્યારી જ સ્ટુડન્ટ દ્વારા ઉદ્યોગો માટેનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. યિરી સો પ્રેકટીકલ પણ કરવું જોઈએ જેથી ખરેખર માર્કેટમાં શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ આવે અને આગળ બિઝનેશ કરવો હોય તો પણ ઘણો બધો ફાયદો ઈ શકે તેમ છે.
એચ.એન.શુકલ કોલેજના બી.બી.એ. સેમ-૬માં અભ્યાસ કરતા શેખ ફાગેરાએ ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કોલેજે અમને એક સારૂ પ્લેટફોર્મ આપ્યું છે જેથી વિર્દ્યાથીઓ પોતાના સ્ટોલમાં ઉદ્યોગ કરી શકે અને અમા‚ સૂત્ર ‘એક દિન કા બિઝનેશ’ એક દિસવમાં વિર્દ્યાથીઓની કમાવવાની ઘણીખરી કેપેસીટી બતાવે છે અને માર્કેટીંગ કરવાથી વિર્દ્યાથીઓને પણ ખાસ ફાયદો શે અને અમારી કોલેજ દ્વારા આવા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે જેી અમે ઘણા ખુશ છીએ.
આ બિઝનેશ ફિયેસ્ટાને સફળ બનાવવા માટે એચ.એન.શુકલ કોલેજના ટ્રસ્ટી, મેનેજીંગ ટ્રસ્ટી, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, પ્રિન્સીપાલ, અધ્યાપકો, પ્રાધ્યાપકો, નોન ટીચીંગ સ્ટાફ તેમજ વિર્દ્યાીઓએ ભારે જહેમત ઉઠાવી છે.