બે દિવસી બિઝનેશ ફિએસ્ટામાં લાખો લોકો ઉમટયા: ફુડ, જવેલરી, ગેમ્સ, કપડા સહિતના ૨૫૦થી વધુ સ્ટોલ લોકોએ મન મુકી માણ્યા
એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ, સદગુરુ દેવશ્રી રણછોડદાસજી બાપુ મહિલા હોમ સાયન્સ કોલેજ, સ્વ.એમ.જે.કુંડલીયા ઈંગ્લીશ મીડિયમ મહિલા કોર્મસ કોલેજ, સુરક્ષા સેતુ સોસાયટી તથા આર.એમ.સી.ના સંયુકત ઉપક્રમે યોજાયેલ એચ.એન.એસ.બિઝનેસ ફિએસ્ટાને જબરો પ્રતિસાદ મળ્યો છે. બે દિવસ શનિ અને રવિવારે ચાલેલા આ ફિએસ્ટામાં લાખો લોકો ઉમટયા હતા અને ફૂડ, જવેલરી, ખાણીપીણી સહિત ૨૫૦ જેટલા સ્ટોલો લોકોએ મન મુકીને માણ્યા હતા. રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય ફિએસ્ટા જાણે મેળો બની ગયો હોય તેમ લાગી રહ્યું હતું. ફિએસ્ટાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલ બિઝનેસ સ્કીલનો વિકાસ થઈ માર્કેટમાં કેમ આગળ વધવું અને કેવી રીતે ટકવું તે જ હતો.
‘અબતક’ સાથેની વાતચીતમાં બિઝનેસ ફિએસ્ટામા જોડાયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા બિઝનેસ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા વિદ્યાર્થીઓ દ્વારા ઉદ્યોગની સાહસિકતા કેળવવા માટે વિદ્યાર્થીઓએ પોતે અલગ-અલગ વેરાયટીઓનો સ્ટોલ બનાવી તેના વેચાણ કરી બિઝનેસની કુશળતા કેળવવા પ્રયત્નો કર્યા હતા.
સાથો સાથ બિઝનેસ ફિએસ્ટામાં વિદ્યાર્થીઓએ પોતાની આવડત પ્રમાણે અને ભવિષ્યમાં ઉદ્યોગ સાથે જોડાવા અને તેમાં આગળ વધવા માટે જે વિચાર કેળવ્યો છે તેમાં પરિપકવ બની વધુને વધુ લોકો સાથે સંકળાઈ પોતાની કુશળતામાં વધારો કરે.
બિઝનેસ ફિએસ્ટામાં જોડાયેલા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટોલનું નિર્માણ કરી આવતા મુલાકાતીઓ સાથે સંકળાઈ અને કેવી રીતે પોતાનો બિઝનેસ ભવિષ્યમાં કેળવી શકે.
વધુમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, બિઝનેસ ફિએસ્ટાનો માહોલ ખૂબ જ સારો છે. રાજકોટવાસીઓએ બહોળી સંખ્યામાં બિઝનેસ ફિએસ્ટાની મુલાકાત લેવા આવે છે અને વિદ્યાર્થીઓ દ્વારા જે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે તેને ભવિષ્યમાં બિઝનેસ તરીકે ડેવલોપ કરવાનો વિચાર પણ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓ સોશ્યલ સાઈડનો ઉપયોગ કરી ઓનલાઈન બિઝનેસમાં કરવામાં પણ પોતાની રુચી દર્શાવી હતી.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન એચ.એન.શુકલ કોલેજના મેનેજમેન્ટ સ્ટડીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ આયુબખાને જણાવ્યું હતું કે, સતત પાંચમાં વર્ષે અમારા દ્વારા બિઝનેસ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે અમે બીજી નવ કોલેજીસને સાથે રાખી આયોજન કરવામાં આવ્યું છે અમે અમારો એવો ધ્યેય છે કે રાજકોટની તમામ કોલેજીસ જોડાતી અને બિઝનેસ ફિએસ્ટા માત્ર રાજકોટ નહીં પણ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા જાગે તથા બિઝનેસ ફિએસ્ટા દ્વારા વિદ્યાર્થીઓ ઉદ્યોગ વિશે વધુ પરિપકવ બને તથા તેમનામાં ઉદ્યોગ સાહિકતા કેળવાય કે જેના દ્વારા વિદ્યાર્થીઓ જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બને ઉદ્યોગ સાહિસીક બની શકે.