ફેથ યુવા ગ્રુપે અબતકની લીધી મુલાકાત
આગામી તા. ૩૦ જાન્યુઆરીના રોજ એચ.એન. શુકલા કોલેજ ખાતે શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટની વિવિધ કોલેજના વિઘાર્થીઓ એ ભાગ લીધો છે.
અંતર્ગત ફેથ ગ્રુપે પણ આ સ્પર્ધામાં ભાગ લઇને મહિલા સશકિતકરણ વિષય પર શોર્ટ ફિલ્મ બનાવી છે. ફેથ ગ્રુપના ૧૬ વિઘાર્થીઓ દ્વારા હૈદરાબાદ ખાતે થયેલી ચકચારી દુષ્કર્મના મામલે પીડીતાના પરીવારજનોની વ્યથા પર આશરે નવ મીનીટની શોર્ટ ફિલ્મ તૈયાર કરી છે. સ્પર્ધામાં પર્યાવરણ આધુનિક યુગ:, મહિલા સશકિતકરણ સહીતના વિષયો આપવામાં આવ્યા છે. અને વિઘાર્થીઓએ ૮ મીનીટની મર્યાદામાં શોર્ટ ફિલ્મ રજુ કરવાની રહેશે પરંતુ ફેથ ગ્રુપને વિશેષ રજુઆત અંતર્ગત નવ મીનીટનો સમય ફાળવવામાં આવ્યો છે. આ તકે ફેથ ગ્રુપના યુવાન આગેવાનોએ ‘અબતક’મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.