ગુજરાત રાજયના જીવદયાપેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એચ.જે. ઇન્ડસ્ટ્રીઝલી. ના ચેરમેન વિનોદભાઇ દોશીએ એચ.જે. દોશી સી.એસ.આર. ફાઉન્ડેશનમાંથી એક કરોડ રૂપિયા જેવી માતબર રકમ મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવાનું જાહેર કરેલ હતું. આ માતબર રકમનો રકમનો ચેક ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એચ.જે. ઇન્ડસ્ટીઝના પર્સોનલ મેનેજર જયેશભાઇ કિકાણી અને એચ.જે. પરિવારના મયુરભાઇ શાહના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે મુખ્યમંત્રીએ વિનોદભાઇ દોશી અને એચ.જે. પરિવારનો આભાર વ્યકત કરેલ હતો.