એચ.આઇ.વી. શરીરમાં પ્રવેશ કરવાના મુખ્ય ચાર કારણ છે. અસુરક્ષિત જાતિય વ્યવહાર, લોહીના સંસર્ગ, એકથી વધારે વાર એક સીરીઝનો ઉપયોગ અથવા માતા એચ.આઇ.વી. પોઝિટિવ હોય તો બાળકને આવી શકે
‘અબતક’ નો લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ માં એઇડસ પ્રિવન્સન અરૂણ દવે દ્વારા એઇડસ અને એચઆઇવી વિશેને વિશેષ માહીતી પ્રસ્તુત કરતો કાર્યક્રમ તાજેતરમાં જ ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેનો સંક્ષિપ્ત અહેવાલ અહી રજુ કર્યા છે. જેમાં એઇડસ થવાના કયા કારણો છે અને એઇડસ માટેથી શું તકેદારી રાખવી આવી વગેરે માહીતી સભર આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે.
પ્રશ્ન:- એઇડસ એટલે શું ?
જવાબ:- એઇડસ જેનાથી થાય તે વાયરસનું એચ.આઇ.વી. છે એચ.આઇ.વી. શરીરમાં પ્રવેશ એટલે રોગ પ્રતિકાર શકિતને ક્ષીણ કરવાનું કામ કરે છે.
પ્રશ્ન:- એચ.આઇ.વી. નો વાયરસ શરીરમાં કઇ રીતે પ્રવેશ એના કારણો શું છે?
જવાબ:- અસુરક્ષિત જાતિય વ્યવહાર અને લોહીના સંસર્ગથી ચેપ લાગવાની શકયતા વધી જાય છે. એચ.આઇ.વી. વાયરસ શરીરમાં દાખલ થવાના ચાર જ રસ્તા છે. માતા એચ.આઇ.વી. પોઝીટીવ હોય તો બાળકને થવાની શકયતા છે. એકથી વધારે વાર સીરીઝ અથવા કોઇ ઓપરેશન માટે સાધન વપરાય હોય તેને કારણે જ એઇડસ થઇ શકે છે.
પ્રશ્ન:- એચ.આઇ.વી. વાયરસ ઉત્પન્ન થવાના કયાં કારણો હોય શકે ?
જવાબ:- આપણા શરીરમાં ઘણા પ્રકારના વાયરસનો સમાવેશ થાય છે. તેના વાયરસ બે પ્રકાર હોય છે એક સારા અને બીજા નરસા, નરસા વાયરસ આપણા શરીરને નુકશાનકારક હોય છે. એચ.આઇ.વી. વાયરસ કોરોના વાયરસ આવા વાયરસ ગ્લોબલવોમિંગને કારણે માણસ સામેથી આમંત્રિત કર્યા છે. અને અત્યારેની જે લાઇફ સ્ટાઇલ જીવતા થયા તેને કારણે આવા વાયરસને આમંત્રણ આપ્યું છે. હજુ પણ 40 વર્ષ થયા પરંતુ એચ.આઇ.વી. ને નાથી શકીયા નથી.
પ્રશ્ન:- 40 વર્ષ પૂવર્જ એચ.આઇ.વી. નો લોકો બહુ ભય હતો પરંતુ અત્યારે કયા કારણોથી લોકો ભયમુકત થયા છે?
જવાબ:- અત્યારે માણસમાં વધારે જનજાગૃતિ આવી છે અને નવા નવા સંશોધનને કારણે અને એચ.આઇ.વી. સાથે જીવતા શીખીે લીધું છેે.
પ્રશ્ન:- એચ.આઇ.વી. એઇડસ ને આવનારા દિવસમાં નાબૂદ કરવા કોઇ સંશોધન થયું છે.
જવાબ:- યુ.એન.એસ. એઇડસ માટેનું સંશોધન કરતાં જ રહે છે એ પ્રયત્ન કરી રહ્યાં છે.
પ્રશ્ન:- એચ.આઇ.વી. વાયરસ એ ખોટો ફતવો છે એવું બની શકે.
જવાબ:- એચ.આઇ.વી. વાયરસએ કોઇ ખોટો ફતવો નથી ફતવો હોય એ ટુંક સમયમાં ખુલ્લો પડી જાય છે. પરંતુ એચ.આઇ.વી. 40 વર્ષથી ચાલતો આવતો વાયરસ છે તેમાં લોહીના પરીક્ષણ પરથી જાણવા મળે છે.
પ્રશ્ન:- એચ.આઇ.વી. વાયરસના કયા કયા પ્રકારના લક્ષણો દેખાય છે.
જવાબ:- એચ.આઇ.વી. વાયરસ અતયારે જેના શરીરમાં આવી છે તેને હવે ર0ર0 ના રીસર્ચ પછી જીવું સહેલું થઇ ગયું છે. તેની દિનચાર્યમાં ફેરફાર કરવો પડે છે. એચ.આઇ.વી. માટે બધી દવા સીવીલ હોસ્5િટલમાં ફ્રીમાં આપવામાં આવે છે. તદઉપરાંત ગર્વમેન્ટ તરફથી પોષણયુકત ખોરાક ના 500 રૂપિયા દર્દીને દર મહિને આપવામાં આવે છે. એસ.ટી. બસ સેવા પણ ફ્રી આપવામાં આવે છે. એટલે કે દર્દીએ હવે એચ.આઇ.વી. થી બીવાની કે શરમાવાની જરૂર નથી.
પ્રશ્ન:- એચ.આઇ.વી. ના પેશન્ટની અડવા બોલવા સાથે ચાલવા કે જમવાથી થાય છે ખરો?
જવાબ:- એચ.આઇ.વી. વાયરસ લોહીના સંસર્ગથી ફેલાય છે. એચ.આઇ.વી. ના દર્દી સાથે બેસવા, અડવા, બોલવાથી થતો નથી એટલે તેવા દર્દીઓ સાથે ભેદભાવ રાખવો નહી.
પ્રશ્ન:- 1 ડિસેમ્બર વિશ્વ એઇડસ દિવસ તરીકે શા માટે ઉજવાય છે.
જવાબ:- 1981 થી એચ.આઇ.વી. પ્રવેશ થયો યુનિસેફેના આંકડા કહે છે દરરોજ 930 બાળકો એચ.આઇવી સાથે જન્મ છે. આજે પણ તેમાથી 3ર0 બાળકો મોત થાય છે. 1 ડિસે. 1988 થી વિશ્વ એઇડસ દિવસ નકકી કરવામાં આવી જનજાગૃતિના ભાગરુપે યુવામાં જાગૃતિ લાવવા 1 ડિસે. વિશ્વ એઇડસની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં જાગૃતિ આવવા છતાં આજે રાજકોટમાં એક મહિના એચ.આઇ.વી.ના 8 કેસ નોંધાયા છે.