- શહેરમાં હીટવેવને લઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
- તંત્ર દ્વારા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી
- વસ્ત્રો અને આહાર બાબતે સલાહ સૂચનો કરવામાં આવ્યા
મોરબીમાં હિટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. લોકોને વસ્ત્રો અને આહાર બાબતે સલાહ સૂચનો કરવામાં આવ્યા છે. લૂથી બચવા સીધા સુર્યપ્રકાશથી બચવું જોઈએ અને વારંવાર પાણી પીવું જોઈએ. શકય હોય તેટલું વધારે પ્રવાહી પીવું જોઈએ સાથે શકય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સફેદ રંગના સુતરાઉ કાપડના ખુલતા અને આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા જોઈએ. અને ટોપી, ચશ્મા, છત્રીનો મહત્તમ રીતે ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો, અશકત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ. લૂ લાગવાના અમુક કિસ્સામાં જો તાત્કાલિક રીતે દર્દીને સારવાર ન મળે તો હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. જેથી આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવો જોઈએ.
અનુસાર માહિતી મુજબ, મોરબીમાં હિટવેવને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં લોકોને વસ્ત્રો અને આહાર બાબતે માહિતી આપવામાં આવી છે. આ સાથે જ લોકો પણ ભારે ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો આશરો મેળવી રહ્યા છે.
માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે લૂ થી બચવા યોગ્ય પગલાં લેવા જરૂરી છે. લૂ થી બચવા દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું, વારંવાર પાણી પીવું જોઈએ અને શકય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું જોઈએ. લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. જેવા પીણાં પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શકય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને દિવસ દરમિયાન ઠંડકવાળી જગ્યાએ અને છાયામાં રહેવું જોઈએ.
ગરમીની ઋતુમાં સફેદ રંગના સુતરાઉ કાપડના ખુલતા અને આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા જોઈએ. ટોપી, ચશ્મા, છત્રીનો મહત્તમ રીતે ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો, અશકત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો જોઈએ નહીં તેમજ બજારમાં વેચાતા બરફનો ઉપયોગ પણ ટાળવો જોઈએ.
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ગરમીની ઋતુમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત પીવું જોઈએ. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી જોઈએ. આ ઉપરાંત તરબુચનું દરરોજ સેવન કરવું જોઈએ. લૂ લાગવાના અમુક કિસ્સામાં જો તાત્કાલિક રીતે દર્દીને સારવાર ન મળે તો હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે જેથી આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવો જોઈએ.
અહેવાલ : ઋષિ મહેતા