શિખર ધવન, દિપ્તી શર્મા તથા ઈશાંત શર્મા અર્જુન એવોર્ડ માટે કરાયા પસંદ

ભારતીય ક્રિકેટ ટીમનાં વિસ્ફોટક બેટસમેન રોહિત શર્માને સર્વોચ્ચ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે સાથો સાથ ક્રિકેટર શિખર ધવન, દિપ્તી શર્મા અને ઈશાંત શર્માને પણ અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. રોહિત શર્માએ તેના નામની પસંદગી થતા તેેને તમામ લોકોને આભાર માનતો વિડીયો બનાવ્યો હતો. રોહિતે વર્લ્ડકપમાં પાંચ સેન્ચ્યુરી, ટી-૨૦માં ચાર સેન્ચ્યુરી અને મેડન ટેસ્ટ ઓપનર તરીકે બે સદી ફટકારી હતી જેથી તેને બીસીસીઆઈ દ્વારા ખેલ રત્ન એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયાના લિમિટેડ ઓવર્સના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ પોતાને સ્પોર્ટ્સના સર્વોચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે નોમિનેટ થવા અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, તે પોતાને ખૂબ સન્માનિત અનુભવ છે. ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડએ શનિવારે આ એવોર્ડ માટે રોહિત શર્માના નામની ભલામણ કરી. છેલ્લા કેટલાક વર્ષોમાં રોહિત શર્માએ પોતાના પ્રદર્શનથી એક જબરદસ્ત છાપ છોડી છે. બીસીસીઆઈ ટીવી પર રોહિત શર્માનો એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં રોહિતે દેશના સર્વોચ્ચ સ્પોર્ટ્સ એવોર્ડ માટે પોતાના નામની ભલામણ પર પ્રતિક્રિયા આપી છે.

રોહિતે કહ્યું કે, હું ખૂબ જ સન્માનિત અને કૃતજ્ઞ અનુભવી રહ્યો છું કે બીસીસીઆઈએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે મારા નામની ભલામણ કરી છે. હું બીસીસીઆઈ, મારા સાથી ખેલાડીઓ, સપોર્ટિંગ સ્ટાફ, ફેન્સ અને પરિવારજનોનો આભાર વ્યક્ત કરું છું જે હંમેશાં મારી સાથે ઊભા રહ્યાં. ગત વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપમાં રોહિત શર્માએ ૫ સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. કોઈ એક વર્લ્ડ કપમાં આ સૌથી વધુ સેન્ચુરી લગાવવાનો રેકોર્ડ છે. રોહિત ઉપરાંત તેના સાથે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન, ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને મહિલા ક્રિકેટની ઑલરાઉન્ડર ખેલાડી દીપ્તિ શર્માના નામની ભલામણ પણ અર્જુન એવોર્ડ માટે કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.