જર્મનીનો હિટલર તેની તાનાશાહિ અને જો હુકમીથી ખૂબ જાણીતો છે. ત્યારે આપણે તેના વિશે કંઇને કઇ એવુ સાંભળ્યુ છે કે વાંચ્યુ હશે જેમાં તેની ખરાબી જ દર્શાવી હોય. આજે પણ એડોલ્ફ હિટલરને એટલો ખરાબ માનીએ છીએ કે એ તાનાશાહિનો અત્યાચાર કરવાનો એક પર્યાય બની ગયો છે. ત્યારે હિટલરે માત્ર જંગનું જ નેતૃત્વ કર્યુ છે. તેવુ નથી અને તેણે એક એવી ઝુંબેશ ઉઠાવી હતી જેને આજે પણ આખુ વિશ્ર્વ અનુસરી રહ્યું છે તેવું કહીએ તો જરુર આશ્ર્ચર્ય થશે. પરંતુ આ સત્ય છે આવો ખરાબ વ્યક્તિ પણ દિર્ધદ્રષ્ટિ ધરાવે છે અને તેની પ્રજાનું હિત પણ વિચારી શકે છે તેમાં કોઇ શંકા નથી.
હિટલરને ધુમ્રપાન કરવાની બહુ ખરાબ આદત હતી એમ જ કહો ને કે એક લત હતી. પરંતુ તેણે ૧૯૧૯માં માત્ર ધુમ્રપાન છોડ્યુ તેવું જ નહિં પરંતુ પોતાનાં રાજમાં એક ધુમ્રપાન વિરોધી ઝુંબેશ શરુ કરી જે દરમિયાન તેણે ધુમ્રપાન પર લગામ કસી હતી. અને પોતાના જર્મની વાસીઓનાં સ્વાસ્થ્યને લઇને સાવચેત હતો એટલે તેણે ધુમ્રપાન વિરોધ અનેકો કેમ્પેઇન પણ કર્યા હતા. એક વાર હિટલરે ૨૦ જર્મન સ્ત્રીઓને સાથે રાખી ધુમ્રપાન વિરોધી અભિયાનનું નેતૃત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત હિટલરએ ૧૯૩૭માં વૈજ્ઞાનિકોને ધુમ્રપાનથી થતા નુકશાન અંગે સંશોધન કરવાનુ આદેશ પણ આપ્યા હતા. હિટલરની આ પહેલથી બધાએ પ્રેરણા લીધી હતી. અને અત્યારે લગભગ દુનિયા આખી ધુમ્રપાન માટે પોતાને અનુરુપ કામ કરી રહ્યા છે. હિટલરના આ મિશનને આજે પણ આખુ વિશ્ર્વ આગળ વધારી રહ્યુ છે. દુનિયાનાં દેશોને જે ચિંતા પછીથી તેણે હિટલરએ પહેલાથી જ ઓળી કાઢી હતી. આનાથી એટલો તો અંદાજ આવે જ કે હિટલર કેટલો દુરંદેશી માણસ હતો.