સસ્પેન્સથી ભરપૂર ફિલ્મના કલાકારોએ લીધી અબતકની શુભેચ્છા મુલાકાત

જાણીતા ફિલ્મમેકર નૈતિક રાવલ ફરીએક વાર ધમાકેદાર ફિલ્મ લઈને આવી રહ્યાં છે, જેનું નામ છે “આગંતુક”. હિતેનકુમાર, નેત્રી  ત્રિવેદી અને ઉત્સવ નાયકના મુખ્ય રોલ ધરાવતી આ ફિલ્મ 17 ફેબ્રુઆરીના રોજ ગુજરાતભરમાં રિલીઝ થવા જઈ રહી છે. ’આગંતુક’ને એક થ્રિલર ડ્રામા માનવામાં આવે છે અને એકંદરે કલર ટોન દર્શાવે છે કે ફિલ્મ ડાર્ક વિષય સાથે કામ કરશે. હિતેન કુમાર શુક્લાજી નામના પાત્રની ભૂમિકા ભજવશે અને નેત્રી મનસ્વીની ભૂમિકા નિભાવશે. આગંતુક ફિલ્મ ટ્વીસ્ટ  ઍન્ડ ટર્નથી ભરપૂર છે. 2011માં ‘ચાર’માં કામ કર્યા બાદ નૈતિક રાવલ અને હિતેન કુમાર ફરી એક વાર સાથે કામ કરી રહ્યા છે. ‘આગંતુક’ નૈતિકની ડિરેક્ટર તરીકે ચોથી ફિલ્મ છે.

 Screenshot 2 16‘આગંતુક’ ફિલ્મ સસ્પેન્સ, ડ્રામેટીક ટવીસ્ટ એન્ડ ટન્સથી ભરપૂર છે:  નૈત્રી ત્રિવેદી (અભિનેત્રી)

અબતક સાથેની વાતચિતમાં અભિનેત્રી નૈત્રી ત્રિવેદીએ  જણાવ્યું હતુકે આગંતુક ફિલ્મ એ  સસ્પેન્સ, ડામેટીક, ટવીસ્ટ એન્ડ ટન્સની ભરપૂર છે. આ ફિલ્મમાં મેં મનસ્વી નામની કોલેજીયન યુવતીની  ભૂમિકા  ભજવી છે જે ખૂબજ  સરળ સીધી છોકરી છે. તમામ કોલેજીયનને રિલેકટ કરતું હશે. આ ફિલ્મમાં અલગ અલગ   ઈમોશન દર્શાવાયા છે.   મુવીમાં ત્રણ  પાત્રો ખૂબજ   મહત્વના છે.જેમાં હિતેનકુમાર શુકલાજીનુંપાત્ર ભજવી રહ્યા છે.તથા ઉત્સવ  નાયક  દાર્નિશની ભૂમિકા ભજવી છે. ખૂબજ રસપ્રદ વાર્તા છે. જે તમામ લોકોને પસંદ પડશે. હિતેનકુમાર અને ઉત્સવ સાથે કામ કરવાની  ખૂબ મજા આવી હિતેનકુમાર પાસે આ ક્ષેત્રનો બહોળો અનુભવ હોવાથી  ઘણુ બધુ  શિખવા મળ્યું. અમારી ફિલ્મ 17 ફેબ્રુઆરીએ રિલિઝ થશે.આપ સૌ અચૂકથી  નિહાળવા જજો. નિરાશ નહી થાવ.

Screenshot 1 12

મારી ઉંમર જેટલો હિતેનકુમાર ફિલ્મ ક્ષેત્રે અનુભવ ધરાવે છે: ઉત્સવ નાયક

‘અબતક’ સાથેની વાતમાં ઉત્સવ નાયકએ કહ્યું હતુ કે  ‘હું નૈતિક રાવલ સર સાથે પ્રોડક્શન અને ડિરેક્શન ડિપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢ વર્ષથી કામ કરી રહ્યો હતો. ‘આગંતુક’ના એક ચોક્કસ કેરેક્ટર માટે તેઓ ફ્રેશ ચહેરાને શોધી રહ્યા હતા. એક દિવસ તેમણે અચાનક મને ઑડિશન આપવા કહ્યું અને મને એ પાત્ર મળી ગયું.

હું ખૂબ જ ઉત્સાહી થઈ ગયો હતો, કારણ કે મારે હંમેશાંથી નૈતિક રાવલની ફિલ્મ કરવી હતી અને આશા છે કે મારી પાસે જે એક્સપેક્ટેશન રાખવામાં આવ્યાં છે એના પર હું ખરો ઊતરી શકું. સુપર સ્ટાર હિતેન કુમાર  સાથે સ્ક્રીન શેર કરવા માટે પણ હું પોતાને નસીબદાર માનું છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.