ધ્રાંગધ્રા પંથકમા બેરોકટોક ચાલતા ગેરકાયદેસર ખનન પર તંત્રનુ કોઇ નિયંત્રણ ન હોય તેમ ખુલ્લેખામ ખનન થતુ નજરે પડે છે ધ્રાંગધ્રા પંથકની ગૌચર જમીનો પર કોઇપણ માથાભારે પોતાનો કબ્જો જમાવી ગેરકાયદેસર ખનન પ્રક્રિયા શરુ કરે છે જેના તંત્ર માત્ર મુખ પ્રેક્ષક બની બેસે છે તેવામા ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધાની સુચના હેઠળ પંથકમા ચાલતી ગેરકાયદેસર ખનન પ્રકિયા બંધ કરાવવા માટે પોતાના સ્પેશીયલ સ્ક્વોડને સુચના આપતા ગઇકાલે મોડી રાત્રીના સમયે સ્ક્વોડઁના મયુરભાઇ ઠાકોર, રણછોડભાઇ ભરવાડ, પંકજભાઇ દુલેરા, ચેતનભાઇ ગૌસ્વામી સહિતનાઓ પેટ્રોલીંગમા હતા તે સમયે હરીપર કેનાલ પાસે ગેરકાયદેસર ખનનમા વપરાતા હીટાચી મશીનને કબ્જે કયુઁ હતુ.
સ્ક્વોડના મયુરભાઇ ઠાકોરના જણાવ્યા અનુશાર આ હીટાચી મશીન ગેરકાયદેસર સફેદમાટીના ખનનમા વપરાતુ હોય જે રાજગઢ-હીરાપુર ગામ પાસે સફેદમાટીના ખનન કરવા સબબ ઝડપી પાડ્યુ હતુ. હીટાચી મશીન ઝડપી પાડી તપાસ કરતા આ મશીન ધવલ પટેલ નામના શખ્સે સફેદમાટી ખનન કરવા માટે બોલાવ્યા હોવાનુ ખુલ્યુ હતુ.
જોકે હીટાચી મશીનને સ્કવોડઁના સ્ટાફ દ્વારા કબ્જે કરી પોલીસ સ્ટેશન પાસે મુદ્દામલ સાથે મુકી દેવાયુ છે પરંતુ ઘટનાને 24 કલાકથી પણ વધુ સમય થયો છતા હજુસુધી સરકારી ચોપડે કબ્જે લેવાયુ હોવાની વિગતો મળી નથી. ત્યારે ધ્રાંગધ્રા પંથકમા થતી ગેરકારદેસર સફેદમાટીમા કેટલાય મોટામાથા અને રાજકીય નેતાઓની મિલીભગત હોવાથી પોલીસે આ હીટાચી મશીનને કબ્જે કયાઁ બાદ રેલો આવતા હવે સરકારી ચોપડે ચીતરવાની કામગીરીમા ઢીલીનિતી રખાઇ હોવાની ચચાઁ પણ ચોતરફ થઇ રહી છે.