૧૯૬૦ થી ૧૯૭૦ નો દશકો હિન્દી ફિલ્મનો સુવર્ણ યુગ
મુગલ એ આઝમ, જંગલી, દિલ અપના પ્રિત પરાઇ, ગંગા જમુના, સંગમ, ગાઇડ, વો કૌન થી, ગુમનામ, ગુમરાહ અને આરાધના જેવી હિટ ફિલ્મો આ દશકામાં આવી
દિલિપકુમાર, વિશ્ર્વજીત, રાજકુમાર, સુનિલ દત્ત, દેવાનંદ, રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, ધર્મેન્દ્ર, શશીકપૂર, શમ્મી કપૂર, જીતેન્દ્ર, રાજેશ ખન્ના, જોય મુર્ખજી, વિનોદ ખન્ના, સંજય ફિરોઝ ખાન, સંજીવકુમાર જેવા ચોકલેટી હિરો સાથે સુપરસ્ટાર અભિનેતા ફિલ્મ જગતમાં ઉભરી આવ્યા
હિન્દી ફિલ્મ જગતનો ૧૯૬૦નો દશકો સ્વર્ણિમ યુગ હતો. આ દશકામાં હિન્દી ફિલ્મ જગતની સફળતા આસમાને હતી ને આ ગાળામાં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મો દર્શકોને જોવા મળી હતી. આ યુગનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોનું ચલણ બદલીને ટેકનીકલ, ઇસ્ટમેન કલરમાં બદલાવ થયો હતો. ૧૯૬૦ના પ્રારંભના દશકામાં શ્ર્વેત શ્યામ ફિલ્મો આવી પણ બાદમાં ટેકનીકલર ફિલ્મો આવતા બોલીવુડ સિનેમામાં કલર ફિલ્મોની શરૂઆત થઇ આજ દશકામાં ફિલ્મ ઉઘોગમાં આપણને સુપર સ્ટાર રાજેશ ખન્ના મળ્યા હતા.
આ દશકો આગળના દશકાની અસર તળે વિશ્રીત હોવાથી મનોજકુમાર, શમ્મીકપુર, સાયરાબાનુ અને સાધના જેવા ઘણા સિતારા ફિલ્મ જગતને મળ્યા, આ દશકાની સર્વશ્રેષ્ઠ ફિલ્મો તેની બહુમુખી પ્રતિભાને કારણે નહીં પણ તેના જુદા જુદા વિષયોને કારણે પ્રસિઘ્ધ થઇ હતી જેમાં યુઘ્ધ, રોમાંસ, કોમેડી, હોરર જેવા પ્રયોગો જોવા મળ્યા હતા. ૧૯૬૦ ની સર્વશ્રેષ્ઠ ફિલ્મ અને બોકસ ઓફીસ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘મુગલ-એ- આઝમ’ હતી.
આજ વર્ષે રાજકપૂરની ‘જીસ દેશ મેં ગંગા બહતી હૈ’ આવી જે ખુબજ સફળ રહી હતી. આજ વિષયની દિલીપકુમારે તેના જીવનમાં એક માત્ર ફિલ્મ નિર્માણ કરી તે ‘ગંગા – જમુના’ આવી હતી. ગુરૂદત્તની સાહિલ બીબી ઔર ગુલામ (૧૯૬૨), બંદિની (૧૯૬૩), સંગમ (૧૯૬૪), દોસ્તી (૧૯૬૪), વહ કૌન થી (૧૯૬૪), ગુમનામ (૧૯૬૫) જેવી હિટ ફિલ્મો આવી જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ અને રંગીન ફિલ્મો મીકસમાં હતી.
આ દશકામાં સસ્પેંસ થ્રિલર ફિલ્મો પણ હીટ થઇ જેમાં કાનુન (૧૯૬૦), બિસ સાલબાદ (૧૯૬૨), વહ કૌન થી (૧૯૬૪), કોહરા (૧૯૬૪), ગુમનામ (૧૯૬૫), મેરા સાયા (૧૯૬૬), તીસરી મંઝીલ (૧૯૬૬), હમરાજ (૧૯૬૭), ઇતેફાક (૧૯૬૯), જેવી ફિલ્મો દર્શકોને ખુબ જ પસંદ પડી હતી. બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર ફિલ્મોના સુંદર ગીતો આજે પણ દર્શકોના પ્રિય છે. એ જમાનાના વિલન પણ આજના યુગ જેવા બિહામણા ન હતા. સિમ્પલ દેખાતા કાળો કોટ અને ટોપીમાં સજજ વિલન પોતાની બોડી લેંગ્વેજ તથા ચહેરાના હાવભાવથી ડર પેદા કરતાં હતાં. ફિલ્મોનાં અંતે થોડી નાનકડી ફાઇટના સીન આવતાં, રાજેન્દ્રનાથ, મહેમુદ, ધુમાલ, મુકરી, આઇ.એસ. જોહર, જોનીવોકર જેવા કોમેડીયનોની કોમેડી દર્શકોને બહુ જ ગમતી હતી.
સ્ત્રી ગાયકોએ ગાયેલા એકલા ગીતો સાથે અનુરૂપ ગાયકો સાથેના ડયુએટ સોંગનો જમાનો આવ્યો ને રફી, લત્તા, આશા, કિશોર, મન્નાડે, મુકેશ, મહેન્દ્ર કપૂર, શારદા, સુમન કલ્યાણપુર જેવા ઘણા ગાયકોના મીઠડા ગીતો આજે પણ મોબાઇલમાં સ્ટાર કરીને ચાહકો સાંભળે છે. ૧૯૬૦ થી ૭૦ હિન્દી ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ હતો. રોમેન્ટીક ફિલ્મોમાં દિલીપકુમાર, રાજકપૂર તથા દેવાનંદની ત્રિપુટીની શ્રેષ્ઠ ફિલ્મો માણવા મળી જયારે જુના ગીતો રેડીયો પર વાગતા તો તલત મહેમુદના ગીતો જ વધુ સાંભળવા મળતા, મુકેશના ગીતો ૧૯૬૦ની ફિલ્મ દિલભી તેરા હમ ભી તેરે જે ધર્મેન્દ્રની પ્રથમ ફિલ્મ હતી. તેના ગીતો ખુબ જ સફળ થયા હતા. પછી તો દુલ્હા દુલ્હન (૧૯૬૪), સંત જ્ઞાનેશ્ર્વર (૧૯૬૪), સહેલી (૧૯૬૫), રાત ઔર દીન (૧૯૬૭), જે નરગીશની છેલ્લી ફિલ્મ હતી.
આ બધી ફિલ્મોના ગીતોને કારણે ફિલ્મ રસીયા વારંવાર જોવા જતા હતા.
મુકેશ બાદ રફીના શ્રેષ્ઠ ગીતોનો દૌર પણ આ યુગમાં રહ્યો જેમાં બરસાત કી રાત (૧૯૬૦), જંગલી (૧૯૬૨), સેહરા (૧૯૬૩), મેરે મહેબુબ (૧૯૬૩), બેટીલેટે (૧૯૬૪), ભીગી રાત (૧૯૬૫), જબ જબ ફુલ ખીલે (૧૯૬૫), વિગેરે ફિલ્મોમાં રફીસાહેબના ગીતો ખીલી ઉઠયા હતા. આ ગાળામાં સંગીતકાર, ગાયક હેમંતકુમારના પણ સુંદર ગીતો બોલીવુડ ફિલ્મોને મળ્યા, આ ગાળામાં લત્તા, આશા, મુકેશ, રફી, કિશોરના બહુ જ સુંદર હિન્દી ફિલ્મ ગીતો બોલીવુડ જગતને મળ્યા જે આજે પણ અમર છે, ગમે છે .
૧૯૬૦ થી ૭૦ ના દાયકામાં આશા પારેખ, તનુજા, વહિદા રહેમાન જેવી વિવિધ અભિનેત્રીઓએ પણ શ્રેષ્ઠ ફિલ્મો બનાવી હતી.
ગાઇડ (૧૯૬૫), તીસરી મંઝીલ (૧૯૬૬) અને છેલ્લે ૧૯૭૦ માં દેવ-હેમાની જોડીની હિટ ફિલ્મ જોની મેરા નામ દર્શકોને બહુ જ પસંદ પડી હતી. આ ગાળાની રાજેશ ખન્નાની ડબલ રોલવાળી ફિલ્મ ‘સચ્ચ જુઠા ’ બોકસ ઓફીસમાં સુપર ડુપર રહી હતી. આ દશકામાં ફિરોઝખાન અને સંજયખાન ભાઇઓની પણ સફર દોસ્તી, આદમી ઓર ઇન્સાન, એક ફુલ દો માલી જેવી વિવિ હિટ ફિલ્મો આવી હતી.
૧૯૬૫માં બોકસ ઓફીસની હિટ ફિલ્મોમાં વકત, જબ જબ ફુલ ખીલે, હિમાલય કી ગોદમે, આરવું, ગાઇડ, જાનવર, ખાનદાન, મેરે સનમ, કાજલ, તિન દેવીયા, ગુમનામ જેવી ફિલ્મો તો ૧૯૬૭માં ઉપકાર, રામ ઔર શ્યામ, ફર્ઝ, હમરાઝ, શાર્ગીદ, મિલન, એન ઇવનીંગ ઇન પેરીસ, પથ્થર કે સનમ, મહેરબાન, અનીતા, આમને સામને જેવી ફિલ્મો ઘણી સફળ રહી હતી.
ફિલ્મ જગતના પ્રારંભિત ગાળાથી ગીતો, નૃત્યો માટે ફિલ્મો મહત્વની હતી. બ્લેક એન્ડ વ્હાઇટ તથા કલર ફિલ્મો બન્નેમાં ૬ થી ૭ શ્રેષ્ઠ ગીતો જોવા મળતા, કેટલીય ફિલ્મોમાં શાસ્ત્રીય નૃત્ય ગીતો પણ હીટ થઇ ગયા હતા. ૧૯૬૦ થી ૭૦ ના દશકામાં ફિલ્મની નવી લહેર, પટકથા, ગીતો આઉટ ડોરના નયન રમ્ય લોકેશનો ગીતો નવા ઉભરતા કલાકારોને કારણે આ યુગ સુવર્ણ યુગ કહેવાયો, આ દશકામાં જ અભિનેતા, અભિનેત્રીની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો હતો. આ દશકામાં જ જંપીગ જેક જીતેન્દ્રએ પોતાનો પગદંડો જમાવ્યો તો રાજેશખન્ના સુપર સ્ટાર બન્યાને રાજેન્દ્રકુમારનો જયુબેલી સ્ટાર કહેવાતા હતા. કારણ કે તેની બધી ફિલ્મો સિનેમા ઘરોમાં બહુ ચાલતી હતી.૧૯૬૦ના પ્રારંભે જ ધરાના, આસકાપંજી, સસુરાલહમ દો નો, કાબુલીવાલા, ઝુમરૂ, સોલા ઔર શબનમ જેવી હિટ ફિલ્મો આવી હતી. ૧૯૬૨માં પ્રોફેસર, એક મુસાફિર એક હસીના, અસલી નકલી, અનપઢ, આરતી, દિલ તેરા દિવાના, સન ઓફ ઇન્ડિયા, ચાઇના ટાઉન જેવી હિટ ફિલ્મો આવી હતી. આ દશકામાં વિનોદખન્ના, શત્રુઘ્નસંહા જેવા ઘણા કલાકારો આવ્યાને એક બે ફિલ્મોમાં મુખ્ય ભુમિકા ભજવી બાદમાં વિલન તરીકે પ્રસિઘ્ધ થયા હતા.
હીરોને મળ્યા ઉપનામ
- રાજે ખન્ના – સુપર સ્ટાર – કાકા
- જીતેન્દ્ર – જમ્પીંગ જેક
- દિલીપકુમાર – ટ્રેઝડી કીંગ
- ધર્મેન્દ્ર – હિમેન
- શમ્મીકપૂર – રોમેન્ટીક હીરો
- શશીકપૂર – રોમેન્ટીક હીરો
- મનોજકુમાર – ભારત કુમાર (દેશભકિત)
- વિશ્ર્વજીત – રોમેન્ટીક હીરો
- રાજેન્દ્રકુમાર – જયુબેલી હીરો
- સુનિલ દત્ત – એગ્રીમેન
- ફિરોઝખાન તથા સંજયખાન – ખાન બ્રધર્સ
- જોય મુખર્જી – ચોકલેટી હીરો
- દેવાનંદ – સદાબહાર
- વિનોદખન્ના – લાખન (મેરા ર્ગાંવ મેરા દેશ ફિલ્મ પછી)
૧૯૬૦ થી ૧૯૭૦ ના દશકાના વિલન
- અજીત
- પ્રાણ
- જીવન
- પ્રેમ ચોપરા
- કે.એન.શીંગ
- પ્રેમનાથ
- મદનપૂરી
- શેટ્ટી
- વિનોદ ખન્ના