વાડીએથી પગપાળા ઘરે જતી વેળાએ આધેડને બોલેરોએ ઠોકર મારતાં કાળનો કોળિયો બન્યા

રાજકોટમાં દીન પ્રતિદિન અકસ્માતના બનાવોમાં એકા એક વધારો થયો રહ્યો છે.ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં સરધાર નજીક એક આધેડ પોતાની વાડીએ પગપાળા ઘરે જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા બોલેરો એ તેને ઠોકર મારતા તેમને ગંભીર ઈજા પોહ્ચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.જ્યારે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી અજાણ્યા બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ સરધાર બસ સ્ટેશન નજીક રહેતા વિભાભાઈ ભનુભાઈ સાકરીયા (ઉં.વ.55) નામના પ્રૌઢ રાત્રે દસેક વાગ્યે વાડીએથી પગપાળા ઘરે જઇ રહ્યા હતાં ત્યારે સરધાર-લાખાપર વચ્ચે શ્રીરામ ફાર્મ પાસે કોઇ અજાણયો વાહન ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેમને ગંભીર ઇજા થતાં 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે. પાંચ ભાઇમાં તેઓ ત્રીજા હતાં. હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તૌફિકભાઇ જુણાચે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. એમ. મહેતાએ મૃતકના પુત્ર લાલજી વીભાભાઈ સાકરીયા (ઉ.28)ની ફરિયાદ પરથી અજાણ્યા બોલેરો ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.