રાજસ્થાનથી પેટીયુ રળવા મોરબી પહોંચ્યા અને વહેલી સવારે મોત મળ્યું: બે સગા ભાઇ અને સાળા બનેવીના મોતથી પરિવારમાં અરેરાટી: ધૂમ્મસના કારણે ગોઝારો અકસ્માત સર્જાયો

મોરબીના માળીયા ફાટક નજીક વહેલી સવાલે અજાણ્યા વાહન નીચે ચાર યુવાન ચગતાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજતા રાજસ્થાની પરિવારમાં અરેરાટી મચી છે.

રાજસ્થાનથી પેટીયુ રળવા માટે મોરબી પહોચી માળીયા ફાટક પાસે બસમાંથી ઉતરી ઉભા હતા ત્યારે ગાઢ ધૂમ્મસમાં ઘસી આવેલા અજાણ્યા વાહને એક સાથે પાંચ યુવાનને ઠોકર મારતા બે સગા ભાઇ અને સાળા-બનેવીના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા અને એક યુવાન ઘવાતા સારવાર માટે હોસ્પિચટલમાં ખસેડાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનના ઉદયપુરના તેજારામ વસ્તારામ ગામેતી (ઉ.વ.૧૭), શિવાજી પ્રતાપભાઇ ગામેતી (ઉ.વ.૧૯), સુરેશ પ્રતાપભાઇ ગામેતી (ઉ.વ.૧૮) અને મનાલાલ ઉમેદજી કડાવા (ઉ.વ.૧૯) મોરબી કામ અર્થે વહેલી સવારે ખાનગી બસમાં આવ્યા બાદ માળીયા ફાટક પાસે ઉભા હતા ત્યારે મોરબી રહેતા તેમના સંબંધી ઇશ્ર્વરલાલ નવાજીલાલ બાઇક લઇ ચારેયને તેડવા માટે માળીયા ફાટક પાસે ગયો ત્યારે ગાઢ ધૂમ્મસના કારણે ઘસી આવેલા અજાણ્યા વાહનને એક સાથે પાંચેયને હડફેટે લીધા હતા જેમાં તેજારામ ગામેતી, શિવાજી ગામેતી, સુરેશ ગામેતી અને મનાલાલ કડાવાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને ઘવાયેલા ઇશ્ર્વરલાલને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

જીવલેણ અકસ્માતના બનાવની જાણ મોરબી બી ડિવિઝન પોલીસને થતા પી.એસ.આઇ. એલ.એન.વાઢીયા અને રાઇટર પ્રભાતભાઇ અકસ્માત સર્જી ભાગી છુટેલા અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.