રમણીય ઓસમ પર્વત પર ભીમની થાળી, ભીમકુંડ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

પ્રખ્યાત હિલ સ્ટેશન ઓસમ પર્વત પર મહાભારત કાળનો ઇતિહાસ હજુ મોજુદ છે અહીં પાંડુપુત્ર  પુત્ર ભીમસેને મહાદેવની સ્થાપના કરી હતી તે ભીમનાથ મહાદેવનું અતિ પ્રાચની મંદીર આવેલું છે.

તેની બાજુમાં જ ભીમસેને બનાવેલ કુંડ આવેલ છે જે અત્યારે ભીમકુંડના નામથી ઓળખાય છે. તથા આ રમણીક પર્વતની શોભામાં અભિવૃઘ્ધિ કરતા નાના મોટા ચૌદ તળાવો પણ આવેલ છે.

history-of-the-mahabharata-period-still-exists
history-of-the-mahabharata-period-still-exists

પાંડવોએ અહીં વનવાસ કર્યો હતો. તે સમયે પાંડુપુત્ર ભીમ જે થાળીમાં જમતો તે ભવ્ય થાળી પણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ભીમે બનાવેલ મંદીર જે ટપકેશ્ર્વર મહાદેવની પુજા કરી પછી જ ભીમ આ થાળીમાં જમતો તેવી લોકવાયકા છે.

history-of-the-mahabharata-period-still-exists
history-of-the-mahabharata-period-still-exists

પાષાણયુગની આ પથ્થરની થાળી અંદાજે છ ફુટ જેટલી ભવ્ય છે. આ ઉપરાંત ભીમે બનાવેલ કુંડ ર1મી સદીમાં પણ બારે માસ પાણીથી ભરેલો રહે છે.

history-of-the-mahabharata-period-still-exists
history-of-the-mahabharata-period-still-exists

તેના પવિત્ર જળથી ભરેલો રહે છે તેના પવિત્ર જળથી શિવલીંગને અભિષેક કરાતો હતો. આ ઉપરાંત વર્ષો પુરાણું હિડિમ્બા વન લોકોની પ્રિય જગ્યા છે.

અતિ સુંદર અને રમણીયક ઓસમ પર્વત પર માત્રી માતાજીના મંદીરથી પૂર્વ તરફ જતા કાચલી વીરડો, સંત વીરડો, ટપકેશ્ર્વર મહાદેવ તથા ગૌમુખી કુંડ આવેલ છે અને માત્રી માતાજીના મંદીરથી પશ્ર્ચિમ તરફ આગળ જતા ધર્મેશ્ર્વર મહાદેવનું મંદીર આવેલ છે.

history-of-the-mahabharata-period-still-exists
history-of-the-mahabharata-period-still-exists

હાલમાં ઓસમ પર્વતને પ્રવાસનવર્ષ અઁતર્ગત સમાવેશ કરવામાં આવેલ હોય ઓસમ પર્વત પર સરકાર દ્વારા વિકાસના કામો હાથ ધરાવેલ છે. જે પૈકી ઓસમ પર્વન પર જવા માટેનું ભવ્યાતી ભવ્ય પ્રવેશદ્વારા પણ મુકવામાં આવ્યો છે.

આજે ભીમ અગિયાસ: ઘેર ઘેર રસ-પુરીનું જમણ

આજે જુઠ સુદ અગિયારસ એટલી ભીમ અગિયારસ છે આ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની એકાદશી કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ અગિયારસે ભીમે પણ વ્રત કર્યુ હતું જો ભાવિકો નકોરડો ઉપવાસ ન કરી શકે તો ખાલી ઉપવાસ કરવાથી પણ રિઘ્ધિ-સિઘ્ધની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત આજે કેરી ખાવાનું પણ મહત્વ છે. આજે સૌનું પ્રિય ભોજન એટલે કે રસ-પુરીનું જમણ ઘેર ઘેર બનાવવામાં આવે છે દીકરીઓ સાસરેથી આ એકાદશી કરવા પિયર આવે છ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.