આનો ઉપયોગ માત્ર જાતીય આનંદ માટે જ નહીં પણ પાર્ટનર  સાથેના સંબંધોને  રસપ્રદ બનાવવા માટે થાય: આપણા દેશમાં વેચવા-ખરીદવા કે ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ છે: કોરોનાકાળના લોકડાઉન બાદ તેની ખરીદીમાં ખુબજ માંગ જોવા મળી હતી

મહિલાઓની ખરીદીનો સમય બપોરે 12 થી 3નો પુરૂષો રાત્રે 9 થી 12  વચ્ચે ઈન્ટરનેટ પર સર્ફીંગ કરતા હોવાનુંં જાણવા  મળે છે: આજના યુવા વર્ગ સાથે નાના ટીનએજરો પણ પોર્ન વીડિયો  જોતા થઈ ગયા છે:  ફિલ્મનાં બોલ્ડ દ્રશ્યોથી ઉત્તેજીત  થનાર બીજી ઘણી  કુટેવોનો શિકારબને છે:  આજના તરૂણોને  તારૂણ્ય શિક્ષણ આબનવાની તાતી જરૂર

શાળા-કોલેજમાં સેકસ એજયુકેશનની તાતી જરૂરિયાત

FFUUEE

જાતીયતા અંગેનું શિક્ષણ મેળવવું દરેક  છાત્રોનો  અધિકાર છે: ટીવી  મોબાઈલ, ઈન્ટરનેટના માધ્યમથી   જાતીય અપરાધો વધી રહ્યા છે: એકલા રહેતા  સ્ત્રી-પુરૂષ અપંગ અનમેરીડ સ્ત્રી કે  જે સ્ત્રીનો  પતિ જન્મટીપની સજા ભોગવતો હોય એવા માટે સેકસ ટોયસ આશિર્વાદ રૂપ ગણાય છે: શાળા, કોલેજોમાં સેકસ એજયુકેશન આપવાનો સમય પાકી ગયો છે .

આજના યુગમાં સૌથી વધુ ચર્ચાતો મુદો શાળા કોલેજોમાં સેકસ  એજયુકેશન  આપવું કે નહી? આજના  તરૂણો  કિશોરો  યુવાનો ઘણુ બધુ જાણતા હોય છે, પણ તેને અધકચરૂ જ્ઞાન  હોવાથી ઘણા  પ્રશ્ર્નો  તેને   મુંઝવતા હોય છે,  આ પ્રશ્ર્નોમાં 100 ટકા   પ્રશ્ર્નો સેકસ રીલેટેડજ હોય છે. ઘણી વાર પુરતી સમજણ ન હોવાને કારણે તે ચેપી રોગનો શિકાર પણ બને છે. આજના   ઈન્ટરનેટ યુગમાં ગમે તે મોબાઈલ  ઉપર સર્ચ  કરીને જોવાનું કે  ન જોવાનું જોતાજ હોય છે. આજે તો યુવા વર્ગ સાથે નાના ટીન એજરો પણ પોર્ન વિડીયો જોવા લાગ્યા છે. ફિલ્મના  બોલ્ડ દ્રશ્યોથી ઉત્તેજીત  થનાર ઘણી કુટેવનો શિકાર બને છે. આજના તરૂણોને  તારૂણ્ય  શિક્ષણની  તાતી જરૂરીયાત છે.સેકસ ટોયસનો ઈતિહાસ   ઘણો પુરાણો છે, 33 હજાર વષ પહેલા  પણ આવા સાધનો એ સમયમાં પણ જોવા મળતા ના  પુરાવામાં ચિત્રોે, શિલ્પ કે પથ્થરોના આકારો  જોવા મળેલ છે. કોરોનાકાળ દરમ્યાન થયેલ એક સર્વેમાં ઘણી રોચક માહિતી જાણવા મળી હતી. આ સર્વે ભલે બે વર્ષ જૂનો છે, પણ તેમાં આજે વધારો જ થયો છે. આજના યુગમાંતો ઈન્ટરનેટ પર મોટા ભાગના સર્ફીંગ કરીને માહિતી મેળવે છે. આજના યુવાધનને જાતીયતાનું શિક્ષણ આપવું આવશ્યક.

સેકસ એટલે જાતી જેમાં સ્ત્રી પુરૂષ કે અન્ય, આપણે સેકસને જુદી રીતે જોઈએ છીએ જયારે સેકસ એજયુકેશનની વાત આવે ત્યારે આપણે તેને  સુગ ગણીએ છક્ષએ શાળાઓમાં પણ પ્રજજનના ચેપ્ટર શિક્ષણ ભણાજે ત્યારે એકલા  છોકરાને જ ભણાવે છે !! શરીરના દરેક અંગોનું  ચોકકસ કાર્ય છે. અને તેનાંવિશે જાણવાનો  સૌનો અધિકાર છે. આજના યુવા વર્ગમાં મુંઝવતા પ્રશ્ર્નોમાં 100 ટકા પ્રશ્ર્નો સેકસ રીલેટેડ જ હોય છે. આજના તરૂણોને તારૂણ્ય શિક્ષણ આપવાની જરૂર છે. હવે મા બાપો પણ  આ મત રજૂ કરી રહા છે. આજના યુવાનોને પ્રેગનન્સી ગુપ્તરોગો કોન્ડોમ જેવી તમામ માહિતીથી અવેર કરવાજ પડશે. માત્ર આકર્ષણને કારણે સામાન્ય ભૂલથી ઘણા  ચેપીરોગોનો તે શિકાર બની જાય છે.  શુ કરવાથી  બાળક રહી જાય, માસિક સ્ત્રાવ  શું છે?  જેવી વિવિધ    બાબતોનું સાચુ અને વૈજ્ઞાનિકે જ્ઞાન મેળવવું જોઈએ.

આપણી ટીવી  ફિલ્મો ઈન્ટરનેટ જેવા માધ્યમોમાં રાત્રે દેશનો યુવાધન શું સર્ફિંગ  કરે છે. એ જોવાની મા-બાપની ફરજ છે.  ફિલ્મનાં બોલ્ડ દ્રશ્યોથી ઉતેજીત થનાર બીજી ઘણી કુટેવોનોશિકાર બને છે. આજે યુવા વર્ગ  સાથે નાના ટીનેજરો પણ પોર્ન વિડિયો જોતા થઈ ગયા છે. આપણે દરરોજ જમીએ તેમ થોડા દિવસે શારીરીક  ભૂખ પણ લાગે છે. લગ્નેતર સંબંધો અને ફ્રેન્ડશીપમાં આગળ વધીને શરીર સંબંધો પણ આજનું ચલણ થયું છે.  વિદેશો અને આપણા દેશની વાત અલગ છે. ત્યાં લોકો ફ્રિ માઈન્ડના હોવાથી નગ્ન સ્ત્રી હોય તો પણ નવીન નથી લાગતું આપણે તો   સેકસી ફિલ્મી દ્રશ્યો નિહાળીને માનસીક અસ્વસ્થ થઈ જઈએ છીએ આજકાલ યુવકોતૈયાર  હોવાથી યુવતી દેખાદેખીમાં આવીને  ફસાઈ જતીજોવા મળે છે. માટે સંબંધ બગડે નહી તેરીતે ‘ના’ પાડતા હવે દરેક યુવા વર્ગે અને યુવતીઓએ  ખાસ શીખવું પડશે.

વિદેશમાં  સેકસ ટોયઝનું ચલણ છે. જયારે ભારતમાં તેના   ઉપર બેન્ડ છે. છતા ઈન્ટરનેટના માધ્યમથી તે આપણા દેશમાં પણ સરળતાથી ઉપલબ્ધ થઈ ગયા છે. એકલા રહેતા સ્ત્રી-પુરૂષોને  સ્ત્રીનો પતિ જન્મ ટીપની સજા  ભોગવતો હોય અપંગ કે અનમેરીડ સ્ત્રી જેવા માટે આ સેકસ ટોયઝ આશિર્વાદ રૂપ  ગણાય છે. અસુરક્ષીત જાતીય વ્યવહારો   ગુપ્તરોગ એઈડસ કે ગર્ભ રહી જવાની શકયતા વધારી દે છે. વિચારોને કારણે આવતા આવેગોનો શમન માટે આજનો  યુવા વર્ગ  ગમે તે હદ  સુધી કુટુંબની  આબરૂ પણ જોતો નથી ને રેડલાઈટની સફર  કરે છે. ત્યારે ભાવી પેઢીને  આબાબતે કાઉન્સેલીંગ કરીને  સંપૂર્ણ સમજ આપવાની જરૂર છે.જાતીયતા અંગે શિક્ષણ દરેક છાત્રોનો અધિકાર છે. ટીવી મોબાઈલ ઈન્ટરનેટના માધ્યમથી જાતીયતાના અપરાધો વધી રહ્યા છે. બાળકોને સાચા  માર્ગે વાળવા એ મા-બાપની જવાબદારાી છે. સેકસ એજયુકેશન મળતા જાતીય ગુના ઘટવા લાગશે બાળકમાં મુગ્ધાવસ્થામાં થતા અંત: સ્ત્રાવોના ફેરફાર અને પુખ્ત  વ્યકિત બનવા તરફની સફરના ગાળામાં પ્રેમ-હુંફ અને લાગણીની ખૂબજ જરૂર પડે છે. ત્યારે આપણી સૌની ફરજ છે. કે તરૂણો કિશોરો અને યુવાનોને સાચી અને વૈજ્ઞાનિક આધશરો વાળી માહિતી આપીએ આજકાલ યુવા વર્ગમાં આ બાબતનાં ઘણા ખોટા ખ્યાલો  જોવા મળી રહ્યા છે.આજે મોટાભાગના લોકો સેકસ એજયુકેશનના હિમાયતી છે.  બ્રહ્મચર્ય  શબ્દ સંસ્કૃતમાં આનો અર્થ સત્યની શોધમાં એવો થાય છે. જેને  સેકસ ના ત્યાગ સાથે કાંઈ  સંબંધ નથી હવે આપણે સૌએ જાતીયતા અને જાતીય શિક્ષણ પ્રત્યે સુગ છોડી આ પ્રશ્ર્ને ગંભીરતાથી  વિચારવાનો સમય પાકી ગયો છે.

આજે મારે આ કોલમમાં જાતીય આવેગ  કે ભૂખ સંતોષવામાં ઉપયોગમાં લેવાતા   સેકસ ટોયઝની વાત કરવી છે.  કોરોના વાયરસના સંક્રમણ રોકવા દેશમાં લાગુ કરાયેલ લોકડાઉન બાદ સેકસ ટોયઝના વેચાણમાં જબ્બર ઉછાળો  જોવા મળ્યા છે. છેલ્લા   કેટલાક મહિનામાં એક તારણ મુજબ   65 ટકા વેચાણ વધ્યું છે. આ સર્વેમાં  પહેલીવાર ખરીદી કરવામાં મોટાભાના પુરૂષો જોવા મળ્યા હતા, જયારે મહિલાઓ એ વધારેવાર ઓર્ડર રીપીટ કર્યા હતા. આ ટોયઝ ને કારણે ઘણા લોકોના ઘર ભાંગતા બચ્યાછે. આસર્વેનાં  દાવા મુજબ 33 ટકા  લગ્ન જીવનનો અંત આવતા બચ્યો છે.નોંધપાત્ર બાબતમાં ગુજરાતમાં બે શહેરો વડોદરા અને  સુરત દેશભરમાં  મોખરા સ્થાને છે.   આ શહેરોની મહિલાઓ પુરૂષોને પણ  ટપી જાય છે. પ્રોડકટસ ખરીદીમાં અને આની પાછળ પાણીની જેમ પૈસા વહાવે છે. અંદાજ મુજબ પ્રતિ  ઓર્ડર 4200 રૂા.નો ખર્ચ કરે છે.પુરૂષ ખરીદદારોમાં ઉત્તર પ્રદેશ તમામ રાજયો કરતા આગળ પડતું છે. આ સેકસ ટોયઝનું બજાર સૌથી  ઝડપી વિકસી રહ્યું છે. સાથે હવે લોકો આની ખરીદીમાં ખચકાટ અનુભવતા નથી નવા નવા પ્રયોગો કરવામાં માટે નવા નવા ઉત્પાદનો ખણીદવામાં લોકો આગળ આવી રહ્યા છે. આ  તારણો ઈન્ટરનેટ પર કરવામાં આવતા  સર્ફિંગ આધારે લેવાયા છે.મહિલાઓ બપોરે નવરાશ સમયે 12 થી 3માં તો પુરૂષો   રાત્રે 9 થી12માં ખરીદી કરવાનું પસંદ કરે છે. આ સર્વેના કુલ ચાર તબકકામાં કાર્ય કરીને અઢી કરોડ વિઝિટર્સ અને ઓનલાઈન વેચાતા ત્રણ લાખથી વધુ પ્રોડકટસ ના અધ્યયન બાદ  તૈયાર કરાયા છે. ટ્રેડસ  પ્રમાણે સેકસ પ્રોડકટસના વેચાણ મામલે સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. દેશમાં કોરોનાના  સૌથી વધુ કેસો પણ ત્યાંજ નોંધાયા છે.મેટ્રો શહેરોમાં  મુંબઈ વેચાણમાં અગ્રેસર છે. બીજા સ્થાને બેંગ્લોર અને દિલ્હીઆવે છે.

એન.સી.આર.ની.સરખામણીએ બી.એમ.સી. માંસેકસ પ્રોડકસનું વેચાણ 24 ટકા  વધારે જોવા મળ્યું છે. પુના પણ ટોપ  10ની યાદીમાં છે. વિજયવાડા-જમશેદપૂર-બેલગામ અને વડોદરા દેશનાં એવા શહેરો છે જયાં પુરૂષો કરતાં મહિલાઓ સેકસ ટોયઝ  ખરીદવામાં આગળ છે.સેકસ ટોયઝ  ખરીદનારાઓમાં મોટાભાગના  24 થી  34 વર્ષની  વચ્ચેના  જોવા મળે છે. પણ આ પ્રોડકટસ વેચતી સાઈટસ ઉપર સર્ચીંગ અને સર્ફિંગ સાથે વધુ સમય 18 થી 25 વર્ષનાં યુવાનો  પસાર કરે છે. એક એવું પણ તારણ મળ્યું છે કે ઘણા લોકો કોન્ડોમ ખરીદવા સાઈટ ઉપર આવે છે પણ છેલ્લે તે સેકસ ટોયઝ ખરીદી લે છે. નેશનલ એઈડસ કંટ્રોલ ઓર્ગેનાઈઝેસરના   આંકડા પ્રમાણે દેશમાં સાડા છ લાખ સેકસ વર્કર છે. જે દરરોજ પાંચ લાખ લોકો સંતોષ આપે છે. કોરોના કાળને લોકડાઉનમાં રેડલાઈટ એરીયાનો ધંધો  પણ  ભાંગી ગયા છે. ઘણી સેકસ વર્કર તો પોતાનું એચ.આઈ.વી. સ્ટેટસ છુપાવીને પણ કાર્ય કરતી હોવાથી તેની પાસે જનારા ઘણા એઈડસનો શિકાર બની ગયા છે. આતો સરકારી ચોપડે નોંધાયેલા આંકડા છે. પ્રાઈવેટમાં આ આંકડો દશ-વીસ ગણો મોટો હોવાનું  જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.