એક રૂપિયાના સિક્કાની શરૂઆત
દુનિયાના ઈતિહાસમાં 19 ઓગસ્ટની તારીખ એટલે ભારતમાં એક રૂપિયાના સિક્કાની શરૂઆત થઈ હતી . આજથી 266 વર્ષો પહેલા ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ એક રૂપિયાનો સિક્કો ચાલુ કર્યો હતો .
ઈસ્ટ ઈન્ડિયા કંપની એશિયામાં સિલ્ક, કોટન, ચા નો વેપાર કરતી હતી . 1640 આસપાસ કંપનીએ ભારતમાં 23 ફેક્ટરી ખોલી હતી અને 100 જેટલા લોકો કામ કરતાં હતા . વર્ષ 1757માં પ્લાસીના યુદ્ધમાં જીત પછી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હાથમાં સરકારનો અધિકાર પણ શરૂ થયો.
પ્લાસી યુદ્ધમાં જીત પછી કંપનીને બંગાળના નવાબ સાથે એક સંધિની કરી હતી . આ સંધિમાં કંપનીને સિક્કા બનાવવાનો અધિકાર મળ્યો. કંપનીએ કોલકતામાં ટંકશાળા સ્થાપી અને 19 ઓગસ્ટ 1757 ના દિવસથી એક રુપિયાનો પ્રથમ સિક્કો ચાલુ થયો. સૂરતમાં ટંકશાળાની સ્થાપના કરવાની હતી .પરંતુ 1636માં અમદાવાદમા ટંકશાળાની સ્થાપના કરવામાં આવી હતી .
1672માં બૉમ્બેમાં પણ બનાવવાની શરૂઆત થઈ. બોમ્બેમાં યુરોપીયન પદ્ધત્તિથી સોના , ચાંદી અને કોપોર માથી સિક્કા બનવામાં આવતા હતા . તેના આકાર, વજન અને મૂલ્ય પણ અલગ-અલગ હતી. પણ વ્યાપાર માટે ખૂબ જ સમસ્યા હતી. તેથી 1835 માં યુનિફોર્મ કોઈનેજ એકટ લાવવામાં આવ્યો હતો . આ એકટને લાગુ કરાયો હતો . 1857ના વિદ્રોહ બાદ ભારત પર બ્રિટિશ શાસન હતું . તેના પછી સિક્કાઓ પર બ્રિટિશ મોનાર્કની તસવીર છપાવા લાગી હતી . 1947માં ભારત આઝાદ થયું, પરંતુ 1950 સુધી તેના જ સિક્કા દેશમાં ચાલતા હતા .