નાદિરશાહે દિલ્લીમાં ચલાવેલી કત્લેઆમનો જોટો મળવો મુશ્કેલ
અમલદાર શાહી, એક બહુ ખરાબ અનિષ્ટ, એ ભૂતકાળમાં પણ હતી, અત્યારે પણ છે!
દિલ્હીથી માંડ ૩૦ કિ.મી. દૂર આવેલું ફરીદાબાદ આજે તો ઉદ્યોગોથી ધમધમતું એક ઔદ્યોગિક નગર છે, પરંતુ આજથી ૫૦-૫૫ વર્ષ પહેલાં ભારતને આઝાદી મળી ત્યારે ત્યાં માત્ર ઉજજડ જમીન હતી અને સમગ્ર પ્રદેશ તદ્દન વેરાન હતો. ફરીદાબાદના વિકાસના પાયામાં સુધીર ધોષ નામના એક સનંદી અધિકારીએ સ્વનિર્ભરતાથતી વિકાસ થઇ શકે તેનો એક સરળ પ્રયોગ કર્યો હતો. તેની વિગત જાણવી આજે પુસ્તુત પણ છે અને અનુકરણીય પણ આ સ્થળે ૩૫૦૦ એકર ઉજજડ જમીનમાં ૪૦ હજાર જેટલાં નિરાશ્રિતો તંબુ બાંધીને રહેતાં હતાં. ગૃહમંત્રાલયના અધિકારી તરીકે સુધીર ઘોષની ફરજ તેમનાં રહેવા-જમવાની સુવિધા જાળવવા પૂરતી સીમિત હતી, પરંતુ સુધીર ઘોષે વિચાર કર્યો કે સરકાર દરરોજના સરાસરી એક રૂ પિયા લેખે આ લોકો પાછળ જે ખર્ચ કરે છે તે રકમ મહિને ૧૨ લાખ જેવી થાય. વર્ષે એક કરોડ ચાળીસ લાખ કરતાં વધુ થાય અને ત્રણ વર્ષે તો સવાચાર કરોડથી પણ વધારે થાય. અને છતાં ત્રણ વર્ષ બાદ આનું કંઇ વળતર તો મળવાનું નહીં!
તેણે વિચાર કર્યો કે એક સ્વાયત બોર્ડસ ઊભું કરી આ રકમ લોકન તરીકે લઇને આ લોકો પોતાના વસવાટ અને વિકાસ માટે પ્રયત્ન કરે તો અહી કાયમી વસવાટ ઊભો કરી શકાયે અને તેમની ધંધા-રોજગારની તકો પણ ઊભી થાય. સુધીર ઘોષે આ વિચાર નેહરુ સમક્ષ મૂકયો અને તેમની અનુમતિ મળતાં આ નિરાશ્રિતોનાં જૂથો સાથે વાતચીત શરૂ કરી. સોનું કહેવું હતું કે તેઓ તો વેપારી કે વકીલ જેવો વ્યવસાય કરી જાણે અથવા નોકરી કરી જાણે, પરંતુ હાથપગ ચલાવવાનો તેમને મહાવરો જ ન હતો. આમ છતાં સુધીર ઘોષ પ્રયત્ન ચાલુ રાખ્યો. તેમની સાથે વાચચીત ચાલુ રાખી, ધીમે ધીમે તેમને મકાનો બાંધવાથી માંડી રસ્તા બનાવવા, વૃક્ષો વાવવાં, વગેરે કામોમાં પળાટયા. પરિણામે જે લોકો તંબુમાં વેરવિખેર અવસ્થામાં રહેતાં હતાં તેઓ એક વર્ષમાં પોતાનાં પાકાં ઘરોમાં રહેતાં થયો એટલું જ નહીં, પરંતુ તેમનાં બાળકો માટે શાળા હતી અને સમાજ માટે દવાખાના જેવી સુવિધાઓ પણ ઉભી થઇ શકી હતી. જાતમહેનતને કારણે બે રૂ મોવાળી નાહવાધોવાની વ્યવસ્થાવાળી રહેણાકની સુવિધાનો ખર્ચ માત્ર રૂ ા.૧૯૩૩ જેવો આવ્યો હતો.
આ બધું એટલું સાહજિક રીતે થયું હતું કે સરકારી તંત્રને આ કામોની સફળતા ખૂંચવા લાગી. જેમનાં હિત ઘવાતાં હતાં તે સૌ મનમાં સમસમી રહ્યાં હતાં. શક્તિશાળી સનદી અધિકારીઓ અને સરકારની જાહેર સંસ્થાના અધિકારીઓએ શરૂ આતમાં એમ માન્યું હતું કે સુધીર ઘોષ પોતાની ઘોર ખોદી રહ્યા છે. પણ બે વર્ષમાં ફરીદાબાદમાં એવી નમૂનેદાર વસાહત બની ગઇ કે દેશવિદેશના મુલાકાતીઓ અહીં આવતાં અને વિકાસ પામી રહેલા એશિયા અને આફ્રિકાના દેશો આ રીતે વિકાસ કરી શકે તેનો સ્પષ્ટ સંદેશો તેમને અહી મળતો હતો કે સ્વનિર્ભરતાથી પણ વિકાસ થઇ શકે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં જોડાયેલા હોઇ કોઇ સનદી અધિકારી તો ઠીક પણ કોઇ મંત્રી પણ તેમાં દાખલ કરવાની હિંમત કરી શકતા નહી, કારણ કે બોર્ડના સભ્ય ન હોવા છતાં ત્રણ વર્ષ સુધી વડાપ્રધાન દરેક માસિક મીટિંગમાં હાજરી આપતા. આમ, પ્રથમ વાર સરકારી તંત્રમાં અમદારશાહીનો સર્વાવિધકાર દબાઇ ગયો હતો.
અમેરિકન માધ્યમોમાં પણ ગૌરવ સાથે ફરીદાબાદની સફળતાની નોંધ લેવાઇ હતી અને તે પરથી અમેરિકન સેનેટરોએ સુધીર ઘોષને આ પ્રયોગના સંદર્ભમાં અમેરિકાની મુલાકાત લેવાનું સૂચન કર્યું.
સ્વાયત્ત સંસ્થાની સ્વતંત્રતા સરકારી અમલદારશાહી તોડી નાખતી હોય છે. અને આ તક તેમને સુધીર ઘોષના અમેરિકાના નિમંત્રણમાં સાંપડી. નેહરુના મનમાં તેઓ એવું ઠસાવવામાં સફળ થયા કે સુધીષ ઘોષ સરકારી અધિકારી તરીકે અમેરિકાની મુલાકાત લે તે યોગ્ય નથી. નેહરુ અને સુધીર ઘોષ વચ્ચે આ બાબતમાં લાંબી ચર્ચા ચાલી પણ નેહરુ સંમત ન થતાં સુધીર ઘોષ રાજીનામાું મૂકીને અમેરિકાના જુદા જુદા પ્રદેશોમાં ફર્યા! વિશ્ર્વ. વિદ્યાલયોમાં કામ કરતાં લોકોને મળ્યા, પત્રકારો અને સરકારી અધિકારીઓને પણ મળ્યો અને અમેરિકામાં એવો મત ઊભો કરી શકયા કે ભારતને આર્થિક મદદ કરવાનો આ યોગ્ય સમય છે. ફરીદાબાદની સફળતાનો ઠીક ઠીક પ્રચાર અમેરિકાનાં માધ્યમોમાં તો થઇ ચૂકયો હતો. ત્યાં લોકોને એ વાત ગળે ઊતરી હતી કે થોડી મદદ અને ઉત્સાહ આપવામાં આવે તો ભારતની પાંચ કે છ વર્ષમાં કાયાપલટ થઇ શકે. પરંતુ જયારે સુધીર ઘોષ જૂન ૧૯૫૨માં ભારત પાછા ફર્યા ત્યારે તેમણે ભગ્નહૃદયે જોયું કે નેહરુનો સાથ ગુમાવતાં જ ફરીદાબાદમાં અકલ્પ્ય પરિવર્તન થઇ ચૂકયું હતું. મુંબઇથી એક સરકારી અધિકારીને ફરીદાબાદમાં મૂકવામાં આવ્યા હતા ને તેણે ફરીદાબાદ તંત્રની લગામ સંભાળી લીધી હતી. અને અમલદારશાહી તેની ચીલાચાલુ પદ્ધતિથી અહી કામ કરી રહી હતી. ફરીદાબાદના એક સફળ પ્રયોગ પછી આ કેડી ઉપર આગળ ચાલવાનો ક્રમ તૂટી ગયો. આક્રમક અમલદારશાહીનો આ વરવો વિજય હતો.
રાજા વિક્રમના દરબારમાં નવ અસામાન્ય વિદ્રાનો હતા. નવરત્ન તરીકે ઓળખાતા આ વિદ્વાનો હતાં ધન્વત્નરી ક્ષપણક, અમરસિંહ, શંકુ, વૈતાલ ભટ્ટ, ઘટકર્પર, કાલિદાસ, વરસુચિ અને વરાહમિહિર. આ નવરત્નોમાંના એક વરાહમિહિરનું નામ એક શ્રેષ્ઠ જયોતિષી, શિલ્પવિજ્ઞાની તથા ગણિતશાસ્ત્રી તરીકે જાણીતું હતું. તેના લખેલા ગ્રન્થો ઉપલબ્ધ છે. પણ તેના ચરિત્રની કશી માહિતી ઉપલબ્ધ નથી.
આદિત્યદાસ નામના વિદ્વાન પિતાના વિદ્ધાન પિતાના વિદ્ધાન પુત્રવરાહમિહિરનો જન્મ ઇ.૪૯૦માં કાપિત્થ નામે ગામમાં થયેલો. પિતા પાસેથી જ વિવિધ વિદ્યાઓ શીખીને તેણે નામ મેળવતાં રાજા વિક્રમે તેને આદરપૂર્વક પોતાની રાજધાની ઉજજયિનીમાં બોલાવી લીધો. ઉજજયિનીમાં રહીને તેણે જયોતિષ ઉપર અનેક પુસ્તકો લખ્યાં. જેમાં ‘બૃહત્સંહિતા’ સૌથી વધુ ખ્યાત છે તે સમયે શાસ્ત્રીય ઉપકરણો ઉપલબ્ધ ન હોય છતાં જયોતિષશાસ્ત્રમાં કરેલું પ્રદાન આશ્ર્વર્યકારક છે.
બૃહત્સંહિતાએ વરાહમિહિરે લખેલા મહાગ્રન્થ ‘હોરાશાસ્ત્ર’નો એક ભાગ છે. તેનો પહેલો ભાગ ‘જાતક’ અથવા ‘બૃહદ્ જાતક’ નામે ઓળખાય છે. અનો બીજો ભાગ છે. ‘યાત્રિક’ અથવા ‘યાત્રાનિબંધ’, ત્રીજોે ભાગ છે. ‘બૃહત સંહિતા. જે ‘વરાહમિહિરસંહિતા’ તરીકે પણ ઓળખાય છે. તેણે એમાં દેવભૂતિઓ વિષે પણ વિસ્તારપૂર્વક લખેલું છે. સવિશેષ સૂર્યમૂર્તિ વિષે. ‘હોરાશાસ્ત્ર’ ઉપરાંત જયોતિષશાસ્ત્ર પરના બીજા પણ કેટલાક ગ્રન્થો તેણે લખેલા છે.
આપણા ઇતિહાસમાં નાદિરશાહને એવો તો ક્રૂરકર્તા આલેખ્યો છે કે એની બીજી બાજુ જાણવાની આપણે તકલીફ જ નથી લીધી. અલબત્ત, દિલ્હીમાં એણે ચલાવેલી કત્લેઆમનો જોટો મળવો મુશ્કેલી છે, પણ એનાં કારણોમાં ઊંડા ઊતરવાનું આપણે માંડી જ વળ્યું છે.
નાદિરશાહે ઇરાનમાંથી અફઘાનોને હાંકી કાઢી પોતાનો મુલ્ક પાછો મેળવ્યો ત્યારે મુઘલ સમ્રાટ મહમદશાહે અફઘાનોનો પક્ષ લઇને નાદિરે મોકલેલા ઇરાનના બે એલચીઓ કેટલાક ઘોડેસવારો સાથે માકલ્યા. પરંતુ તેમને દાદ ન આપતાં કાબૂલના મુઘલ સૂબાને નાદિર સામે મોરચો માંતાં તેણે કાબૂલ જીતી લઇ કાબૂલના જ કેટલાક ઇરાનીઓની કત્લ કરવામાં આવી. નાદિરે આથી જલાલાબાદ પર આક્રમણ કરી તે કબજે કરી લેતાં મુઘલ સમ્રાટ મહંમદશાહે નિઝામ ઉલ્મુલ્કને તેની સામે લડવા મોકલી આપ્યો પણ તે લડવાનું ટાળતો જ રહ્યો. નાદિરે આગળ વધી પેશાવર, અટક અને લાહોર પણ કબજે કર્યા.
લાહોરથી નાદિરે ફરી દિલ્હી સંદેશો મોકલ્યો, પણ તેને જવાબ આપવાને બદલે સમ્રાટ મહંમદશાહે તેનો સામનો કરવા રજપૂત રાજવીઓની મદદ માગી. કોઇ રાજવી તેની મદદે ન આવ્યો, અને નાદિરની દિલ્હી ભણીની કૂચ ચાલુ રહી. આ વખતે નિઝામઉલ્મુલ્કે નાદિરને બે કરોડ રૂ પિયા આપી મનાવી લીધો, અને એના બદલામાં રાજ્યનું વજીરપદ માગ્યું જે મહંમદશાહે ખુશીથી તેને આપ્યું.
પોતાનું વજીરપદ ગુમાવતાં ત્યારના વજીર સાદતખાંની ઇર્ષા ઉતેજાઇ. તેણે નાંદિરશાહના કાન ભંભેર્યા કે, બે કરોડ રૂ પિયાની શી વિસાત છે? એટલા તો હું તમને આણી શકું તેમ છું. દિલ્હીમાં એટલું તો અઢળક ધન છે કે તમે કલ્પી પણ ન શકો, અને દિલ્હી હવે કયાં દૂર છે?’
નાદિર દિલ્હી પહોંચતાં મહંમદશાહે તેને એક મહેલમાં ઉતારા આપ્યો. તેના કબીલાના સૌનિકો શહેરમાં ચકક લગાવવા માંડયા. એવામાં એક સવારે એવી અફવા ઊડી કે નાદિર મૃત્યુ પામ્યો છે, એટલે લોકો એના સૈનિકો પર તૂટી પડયા અને તેમની કત્લ શરૂ કરી. આ કત્લ બંધ ન પડતાં નાદિક પોતે તેના કેટલાક ઉમરાવો સાથે મહેલની બહાર નીકળ્યો. પરંતુ કત્લ ચાલુ જ રહી, ખુદ તેની સાથેનો એક ઉમરાવ પણ માર્યો ગર્યો. આથી નાદિરના ક્રોધે માઝા મૂકી અને તેણે પોતાના લશ્કરને કત્લેઆમનો છૂટો દોર આપી દીધો. આગ, લૂંટ અને કત્લનો એ દોર એટલી હદે પહોંચ્યો કે દિલ્હી તારાજ થઇ ચૂકયું. છેવટે નિઝામઉલ્મુલ્કે આંખમાં આંસુ સાથે નાદિરને વિનતિ કરતાં તેણે કત્લેઆમનો પોતાનો હુકમ પાછો ખેંચી લીધો.
સવારથી શરૂ થયેલી દિલ્હીની તારાજી બપોરે બંધ પડી ત્યાં સુધીમાં દિલ્હીનાં ત્રણ લાખ પ્રજાજનો રહેંસાઇ ચૂકયાં હતાં અને દિલ્હી એક ભેંકાર સ્મશાનમાં ફેરવાઇ ગયું હતું. તા.૧૧મી માર્ચ ૧૭૩૯ની સવારથી શરૂ થયેલી કત્લેઆમ બંધ પાડતાં તા.૧૩મી માર્ચે નાદિરશાહે સાંજ પડતાં જાહેર કર્યુ કે હવે હરેક વ્યકિત કશા ભય વિના પોતપોતાનું કામ શરૂ કરી દે. તેણે દિલ્હીની ચાજે બાજુ સખ્ત પહેરો ગોઠવી દીધો, અને શાહી ખજાનાની સાથે અમીર-ઉમરાવોની મિલકતની લૂંટ શરૂ કરી.
ઇતિહાસવિદોના જણાવ્યા પ્રમાણે નાદિરશાહ તા.૬ઠ્ઠી મેના રોજ દિલ્હીથી પાછો ફર્યો ત્યારે હિંદની ૭૦ કરોડની માલમિલકત પોતાની સાથે લેતો ગયો મયુરાસન સહિતનું સોનું, ચાંદી, ઝવેરાત, સોનામહોરો અને રોકડા રૂ પિયા, કીમતી વસ્ત્રો, શસ્ત્રાસ્ત્રો વગેરે. આ ઉપરાંત એક હજાર હાથી, સાત હજાર ઘોડા અને દસ હજાર ઊંટ પોતાની સાથે લઇ ગયેલો. પણ પાછો ફરેલો નાદિરશાહએ પછી જીવી શકયો નહોતો. છેવટે તા.૧૬મી જૂન ૧૭૪૭ના દિવસે આલહખાન કાચરે ઊંઘમાં જ તેને રહેંસી નાખ્યો.