હિંદુ ધર્મનો ઈતિહાસ એ ભૂતકાળથી જ ભવ્ય છે અને તેને વરસો પણ બહુજ ગૌરવપૂર્ણ છે, હિંદુ ધર્મનાં સૌથી પહેલાં અવશેષો નૂતન પાષાણ યુગ તથા પૂર્વકાલીન હડપ્પા યુગમાંથી (ઈ.પૂ. ૫૫૦૦-૨૬૦૦) મળી આવે છે. શિષ્ટ યુગ પુર્વેના રીવાજો અને માન્યતાઓને ઐતિહાસીક વૈદિક ધર્મ તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે આધુનિક હિંદુ ધર્મનો વિકાસ વેદોમાંથી થયો, કે જેમાના સૌથી જુના વેદ – ૠગ્વેદની રચના ઈ. પૂ. ૧૭૦૦ – ૧૧૦૦ વચ્ચે થઈ હોવાનું મનાય છે. ત્યાર બાદ ઈ.પૂ. ૫૦૦-૧૦૦માં રામાયણ અને મહાભારતમહાકાવ્યોના આરંભિક વૃતાન્તની રચના થઈ જેમાં પ્રાચીન ભારતના રાજાઓ અને લડાઈઓની પૌરણીક કથાઓ સાથે ધાર્મિક તથા તત્વજ્ઞાનિક ઉપદેશો વણી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદના પુરાણોમાં દેવી દેવતાઓની કથાઓ તેમજ તેમની મનુષ્યો સાથેની આંતરક્રીયા અને દૈત્યો સાથેના યુધ્ધો આલેખાયા છે.
ભારતમાં ભૂતકાળમાં બુધ્ધ અને કૃષ્ણ જેવા મહાન ભગવાન થય ગયા છે બહુજ સારા એવા વિસ્તારમાં અખંડ ભારત ફેલાયેલ હતું અને ભારતના બહોળા સમુહ વિસ્તારમાં હિંદુ ધર્મની પદસ્થાપનાને ઘનિષ્ટ કરવામાં ઉપનીશાદીક, બુદ્ધ અને જૈન ચળવળોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉપનિષદ, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધએ સંદેશો આપ્યો કે મોક્ષ અને નિર્વાણ માટે વ્યક્તિએ વેદ કે વર્ણ વ્યવસ્થાનું આધીપત્ય સ્વીકારવું જરૂરી નથી.
બૌદ્ધ ધર્મએ હિંદુ ધર્મની ધણીબધી માન્યતાઓનો અંગીકાર કર્યો. ઈ.પૂ. 3જી સદીમાં સમ્રાટ અશોકનાં મૌર્ય સામ્રાજ્ય હેઠળ, કે જે મોટા ભાગનાં ભારતીય ઉપ-મહાદ્વીપ ઉપર પ્રસ્થાપિત થઈ ચુક્યું હતું, ત્યારે બૌદ્ધ ધર્મ તેની ચરમસિમા પર હતો. ઈ.પૂ. ૨૦૦ સુધી ભારતીય તત્વજ્ઞાન દર્શનની ધણીબધી શાખાઓ પ્રસ્થાપીત થઈ ચુકી હતી જેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વિશેશીકા, પુર્વમિમાંસા તથા વેદાંતનો સમાવેશ થાય છે. ઈ.પૂ. ૪૦૦થી ૧૦૦ની વચ્ચે બૌદ્ધ ધર્મનાં ઓટનાં દિવસો આવ્યા, હિંદુ ધર્મ પાછો પ્રચલીત થયો.
જયારે એવું પણ બન્યું છે કે હિંદુ ધર્મ પર બહુજ આક્રમણ થાય હોય પરતું તેના પછી પણ હિદુ ધર્મને કઈ કઈ હાની થઈ તેમાં આરબ વ્યાપારીઓના સિંધ વિજય બાદ ૭મી સદીમાં ઈસ્લામ ધર્મ ભારતમાં પ્રવેશ્યો હોવા છતાં ભારતીય ઉપ-મહાદ્વીપમાં તેના અનુયાયીઓની સંખ્યા પછીથી થયેલાં મુસ્લીમ આક્રમણો તથા મુસલમાન શહેનશાહોના રાજ દરમ્યાન વધી અને ઈસ્લામે ભારતમાં એક મુખ્ય ધર્મનું સ્વરૂપ લીધું. આ સમય દરમ્યાન ઘણા મુસ્લીમ રાજાઓએ જેમકે ઔરંગઝેબએ, હિંદુઓનાં મંદીરો નષ્ટ કર્યા તથા બિનઈસ્લામિક પ્રજાનું દમન કર્યુ. જોકે અકબર જેવા ખૂબ જૂજ ઈસ્લામિક રાજાઓ હતા કે જે બિનઈસ્લામિક ધર્મો પ્રત્યે સહનશીલ હતા.
આ સમય દરમ્યાન મોટી સંખ્યામાં બૌદ્ધ અને હિંદુ ધર્મનાં અનુયાયીઓએ ઈસ્લામ ધર્મનો અંગીકાર કર્યો. રામાનુજ, મધ્વાચાર્ય તથા ચૈતન્ય મહાપ્રભુ જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તિ યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંકરાચાર્ય એ વર્ણવેલા ‘બ્રહ્મ’ની તાત્વિક વિભાવનાથી વિખુટા પડીને રામ અને કૃષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્મક તથા લાગણીમય ભક્તિમાં રત થયા હતા હિદુંએ માત્ર ધર્મ નહિ પરતું ભારતની એક સંસ્કૃતિનો સોથી મોટો ભાગ છે અને ભવિષ્યમાં પણ બની રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com