પાંચ દિવસનાં દિપોત્સવી પર્વે ઘરના દ્વારે સુંદર સજાવટ સાથે લાઇટીંગનો ઝગમગાટ જોવા મળે છે, દરરોજ વિવિધ રંગોળી અને બેસતા વર્ષે મીઠાઇને મુખવાસની મિજબાની થાય છે
આજથી સમગ્ર કાઠિયાવાડ તેના અનેરા મહત્વના તહેવાર દિવાળીનો ઉત્સવ કોરોના મહામારી વચ્ચે ઉજવવાનો શ કરેલ છે. સમગ્ર દેશનાં વિવિધ પ્રાંતાં અનુસાર શૈલી બદલાય પણ ઉત્સાહ અને ઉમંગ સૌને એક જોવા મળે છે. લોક કથા અનુસાર રાવણ વધ બાદ રામ-સીતા સાથે અયોધ્યા પરત ફર્યા ત્યારે સમગ્ર પ્રજાએ પોતાના ઘરનાં આંગણે રંગોળી બનાવીને તેઓને સત્કાર્યા. અમુક ઇતિહાસ કારો તેને મોહનજો દારો અને હડપ્યા સંસ્કૃતિ સાથે પણ જોડે છે. રંગોળીને કારણે દુષ્ટ આત્મા ઘરથી દૂર રહે અને પરિવારમાં સુખ-સમધ્ધી અને ખુશી લાવે તેવી પણ માન્યતા છે.
ભારતીય વિવિધ પ્રાંતોની લોકકલાની પરંપરાનો ઇતિહાસ છે. હજારો વર્ષોથી ભારતીય ગૃહિણીઓ તહેવાર કે શુભ પ્રસંગે પ્રતિક સમા આંગણાનો શણગાર છે એક વાત દેવતાઓની આરાધના રૂપમાં પણ આંગણે રંગોળી કરે ને રંગોના માધ્યમ વડે જીવન ઉત્સવમાં રંગોભરે, રંગોળીમાં આપણી પ્રકૃતિ જોવા મળે છે. રંગોળીમાં ફૂલ, પાન, પક્ષીઓ સાથે વિવિધ ડિઝાઇન જોવા મળે છે. આપણા દેશનાં વિવિધ ભાગોમાં અલગ અલગ રંગોળી જોવા મળે છે.
પૂર્વ ભારતમાં રંગોળીને ‘અલ્પના’ તો કેરળ જેવા દક્ષિણભારતના શહેરોમાં ‘કોલમ’ નામે ઓળખાય છે. આજે ચિરોડી સાથે સિંથેટીક રંગોના ઉપયોગથી રંગોળી ચમકતી જોવા મળે છે. કેટકાલ કલાકારો ત્રિ-આયામી તો કેટલાક પાણીમાં કે અનાજ અને દાણાના સહાયથી આખી રંગોળી બનાવે છે. દિપલત્સવી પર્વે આંગણે દોરાતી રંગોળીનું મહત્વ છે.
પ્રવેશ દ્વારને પ્રકાશપર્વે રૂપકડું રંગોળી બનાવે છે. આ શબ્દ સંસ્કૃતનો છે, જેનો અર્થ રંગો દ્વારા લાગણીની અભિવ્યક્તિ કરવી. આપણાં ધાર્મિક અને સામાજીક પ્રસંગે રંગોળી હવે જોડાઇ ગઇ છે.
તેને ધાર્મિક અને સંસ્કૃતિક માન્યતા મળી ચૂકી છે. આજે આ પર્વ તેની સ્પર્ધામાં પણ થાય છે. કલાકારો આખો દિવસ રંગોળી સ્કેચ કરીને વાસ્તવિકતા સભર સુંદર ચિત્ર નિર્માણ કરે છે. વર્ષો પહેલા મીંડાના માધ્યમક્ષ રેખાઓ જોડીને વિવિધ રંગોળી બનતી હતી.
દિવાળીની તૈયારી એકવીક અગાઉ જ શરૂ થઇ જાય છે. ઘર સજાવટ, તોરણ, હાર, દિવડા, ફટાકડા, મુખવાસ, લાભ-શુભના સાથીયા-લક્ષ્મીજીની પગલા વિગેરેની ખરીદી સાથે બજારોની રોનક જોવા પણ પરિવાર જાય છે. પણ આ વર્ષે કોરોનાને કારણે તે ઓછું જોવા મળ્યું છે પણ છેલ્લા એક બે દિવસથી પગાર બોનસ મળતા લોકો ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા છે.
નવલા વર્ષે એક બીજાના ઘેર મળવા જવાની આપણી પરંપરા છે. વડિલોના આર્શિવાદ લેવાનો રિવાજ છે. નવલા વર્ષે પ્રભાતિયા મહેમાન આવી જાય, અમુકતો તમારા રંગોળીના વખાણ કરતા જ ઘરમાં પ્રવેશ કરે છે. પરિવારનો સંબંધો પણ આ દિવસે અવશ્ય સાલ મુલારક કરે જ છે. નવારંગ રૂપ સાથે સંસ્કૃતિની ધરોહર-મહેમાન ગતિ-નવલાવર્ષે સવારથી સાંજ જોવા મળે છે, જેમાં ‘મુખવાસ’નું અનેરૂ મહત્વ આદી કાળથી ચાલતું આવે છે.
દિપોત્સવી પર્વે કલર ફૂલ કપડા, રંગોળી અને રંગ-બેરંગી ઘર સજાવટનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. લોકોના મુખ ઉપર આનંદ ઉલ્લાસ જોવા મળે છે. આપણો આ સૌથી પ્રાચિન તહેવાર છે. ભારત સિવાય વિશ્ર્વનાં અડધા ઉપરનાં દેશો પણ દિપોત્સવી રંગે રંગાય છે. જીવનનાં વિવિધ રંગો, કલરકુલ જીવન સાથે ફટાકડા-રંગોળીને મુખવાસ, મીઠાઇનો સંગમ થાય છે.ને આપણું જીવન ધબકતું રહે છે. આપણી ઘરોહરમાં વિવિધ તહેવારોમાં સૌથી મોટો તહેવાર દિવાળી છે.દિવાળીના પાંચ દિવસ આપણી સંસ્કૃતિની ઝલક સાથે મહેમાનગતીનો સત્કાર જોવા મળે છે. સમગ્ર લોકો આ દિવસોમાં વેપાર ધંધા બંધ કરીને ઉત્સવમાં જોડાય છે. બાળથી મોટેરાનો આનંદ નવી વસ્તુઓ નવોરામાંચ સાથે જીવનનો અંધકાર આ પ્રકાશ પર્વ ઉલેચે છે. નવલાવર્ષ નવા સંકલ્પ સાથે માનવી નવજીવન શરૂ કરે છે.
અરસ પરસ બધુ સરસ સરસ..
નવું વર્ષ જશે.. સરસ.. સરસ..
વડાપ્રધાન મોદીજીની પોટ્રેટ રંગોળી
રાજકોટ શહેર છેલ્લા સાડાચાર દાયકાથી પોટે્રટ આટીસ્ટ તરીકે કાર્યરત જાણીતા ચિત્રકાર મયુર નાગરે અત્યાર સુધીમાં ઘપા સેલેબ્રિટીના પોટ્રેટ બનાવ્યો છે. આબેહુલ ચિરોળીકલર પણ તેમની સારી ફાવટ છે. ૨૦૧૨માં તેમણે તે વખતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીજીની સોલો રંગોળી પોટ્રેટ બનાવી હતી. મયુર નાગર ખુબજ સારા ચિત્રકાર છે. દિપાવતી પર્વેતેઓ આર્ટ ગેલેરીમાં વનમેન શોક કરે છે.