- શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે
- 82 શખ્સ હાલ શું-શું પ્રવૃતિ કરી રહેલી છે તેમજ અન્ય કોઇ ગુનહાઓ આચરેલ છે કે કેમ? તેની વિગતવાર માહિતી એકઠી કરવામાં આવી
સને.2022 થી સને.2024 દરમ્યાન કરવામાં આવેલા પાસા હુકમ બાદ પાસા અટકાયતી માંથી મુકત થઇ ગયેલ હોય તે શખ્સોને ચેક કરવા માટે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા નાઓએ સુચના કરેલી હોય.જેથી શહેર પોલીસ દ્રારા શહેર ના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહીબીશન/મીલ્કત સબંધી/શરીર સબંધી/છેડતી વિગેરે ગુન્હાઓમાં પકડાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરવામાં આવેલી હોય જે દરખાસ્ત અન્વયે શહેર પોલીસ કમિશ્નર દ્રારા આવા ઇસમોની ગુન્હાહીત પ્રવૃતિ તથા ગુન્હાઓ ધ્યાને લઇ પાસા અધિનીયમ હેઠળ અટકાયત કરવા હુકમ કરેલ હોય અને જે પાસા અટકાયત માંથી મુકત થઇ ગયેલ હોય તે ઇસમોને શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર રખાવી તેઓની હાલની પ્રવૃતિ શું છે. તેમજ પાસા અટકાયતમાંથી મુકત થયા બાદ અન્ય કોઇ ગુન્હાઓ આચરેલ છે કે કેમ? તે બાબતે ચેક કરવા ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ. આ ડ્રાઇવમાં ઝોન-2માં નાયબ પોલીસ કમિશ્નર જગદીશ બાંગરવા, મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ભરત બસીયા અને પી.સી.બી., ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી ના પોલીસ ઇન્સ્પેકટર ઓ તેમજ તમામ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના પો.સ.ઇ.ઓ હાજર હતા. શહેર ના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહીબીશન/મીલ્કત સબંધી/શરીર સબંધી છેડતી વિગેરે ગુન્હાઓમાં પકડાયેલ ઇસમો કે જેઓ ને પાસા અધિનીયમ હેઠળ અટકાયત કરવામાં આવેલ હોય અને હાલ પાસા અટકાયત માંથી મુકત થયેલ હોય તેવા 82 ઇસમો હાલ શું-શું પ્રવૃતિ કરી રહેલી છે તેમજ પાસા અટકાયતમાંથી મુકત થયા બાદ અન્ય કોઇ ગુન્હાઓ આચરેલ છે કે કેમ? તેની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં પણ શહેર પોલીસ દ્વારા પાસા અટકાયત માંથી મુકત થયેલા હોય તે ઇસમો ને ચેક કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.તેમ શહેર પોલીસની યાદીમાં જણાવવામાં આવી રહ્યું છે.