- ધર્મ સ્થળ કાયદાને યથાવત રાખવાની અરજી પર આજે સુનાવણી
દેશના તમામ ધર્મ સ્થળો ને 1947 ની સ્થિતિએ કાયમ રાખવાની જોગવાઈ અને તમામ ધર્મ સંપ્રદાયો ના ધર્મ સ્થળોની સુરક્ષા ની જોગવાઈ ધરાવતા ધર્મ સ્થળ કાયદા ના ભવિષ્ય અંગે આજે સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક ચુકાદો આવશે જેના પર સમગ્ર દેશની મીટ મંડાયેલી છે
સુપ્રીમ કોર્ટમાં સામાજિક આગેવાનો અને સંસ્થાઓએ ધર્મસ્થળ અધિનિયમ ને યથાવત રાખી સમર્થન માટે અરજીઓ દાખલ કરી છે જેની આજે સુનાવણી થશે અરજદારોએ આ કાયદાને બિનસાંપ્રદાયિક અને સાંપ્રદાયિક સંવાદિતા ની જાળવણી પર ભાર મૂક્યો છે અને આ કાયદાને ભૂતકાળ ભૂલી કોમી સંઘર્ષ નિવારવાનો હેતુ હોવાનો જણાવી હિમાયત કરી છે
પ્લેસ ઓફ વર્શીપ એક્ટની માન્યતાને પડકારતી અરજીઓની બેચ પર સુપ્રીમ કોર્ટની સુનાવણીના એક દિવસ પહેલા, જાણીતા શિક્ષણવિદો, ઇતિહાસકારો, ભૂતપૂર્વ આઈએએસ આઈ પી એસ અધિકારીઓ, સાંસદો અને રાજકીય પક્ષો સહિત વિવિધ ક્ષેત્રના નાગરિકોએ અરજીઓ દાખલ કરી છે. કાયદાના સમર્થનમાં, કહ્યું કે તેનો હેતુ બિનસાંપ્રદાયિકતાની સુરક્ષા અને સાંપ્રદાયિક સંવાદિતા સુનિશ્ચિત કરવાનો છે. અને કાયદો રદ કરવા ની માંગણીને અજ્ઞાન પ્રેરિત ગણાવી માંગ ન સ્વીકારવા હિમાયત કરી છે આ કાયદાના સમર્થકોની દલીલ કરી છે કે ભૂતકાળમાં હિંદુ રાજાઓએ પણ જીતેલા પ્રદેશોના હિંદુ મંદિરો, બૌદ્ધ મંદિરો અને જૈન મંદિરોને તોડી પાડ્યા હતા અને તેમની જગ્યાએ તેમના પોતાના બાંધકામો સ્થાપિત કર્યા હતા.
જ્યારે મુઘલોએ દેશ પર આક્રમણ કર્યું ત્યારે ઘણી ધાર્મિક રચનાઓ પર કબજો મેળવીને મસ્જિદોમાં રૂપાંતરિત કરવામાં આવી હોવાની રજૂઆતનો જવાબ આપતાં કેટલાક અરજદારોએ કહ્યું કે જો એવું માની લેવામાં આવે કે આક્રમણકારો દ્વારા હિંદુ મંદિરોને તોડીને અમુક મસ્જિદો બાંધવામાં આવી હતી, તો આવા દાવાઓનો કોઈ અંત નહીં આવે ઘણા હિન્દુ મંદિરો બૌદ્ધ સ્તૂપોના ખંડેર પર બાંધવામાં આવ્યા હતા અને બૌદ્ધો આવા મંદિરોને સ્તૂપમાં પુન:સ્થાપિત કરવાનો અધિકાર દાવો કરી શકે છે. ખરેખર આ કાયદો વિવાદનો અંત લાવવા અને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે લાવવામાં આવ્યો હતો.
આ કાયદા ની તરફેણમાં પંજાબના ભૂતપૂર્વ ડીજીપી જુલિયો રિબેરો, ભૂતપૂર્વ મુખ્ય માહિતી કમિશનર વજાહત હબીબુલ્લાહ, ભૂતપૂર્વ દિલ્હી એલજી નજીબ જંગ, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરૈશી, લેફ્ટનન્ટ જનરલ ઝમીરુદ્દીન શાહ (નિવૃત્ત), ભૂતપૂર્વ ગૃહ સચિવનો સમાવેશ થાય છે. ગોપાલ કૃષ્ણ પિલ્લઈ, જાણીતા ઈતિહાસકાર રોમિલા થાપર અને મૃદુલા મુખર્જી અને સાંસદ મનોજ ઝા આરજેડી અને વીસીકેના થોલ થિરુમાવલવન. એ સુપ્રીમમાં અરજી કરી જણાવ્યું છે કે 1991 માં કરાયેલ આ કાયદો દેશમાં સામાજિક સંવાદિતા અને જાળવી જુના મુદ્દાઓ ફરીથી ન ખોલવા હિમાયત કરે છે આ કાયદો યથાવત રહેવું જોઈએ આજે સુપ્રીમમાં ધર્મ સ્થળ કાયદા નું ભવિષ્ય નક્કી થશે તેના પર તમામ નિમિત મંડાયેલી છે