રાહુલની એક ભુલે મોદીને મજા કરાવી દીધી!
દક્ષિણમાં કોંગ્રેસને મજબૂત કરવા લઘુમતિ બહુમતિવાળા વાયનાડમાં લડવાના રાહુલના નિર્ણયથી વિપક્ષી ગઠ્ઠબંધનમાં ગાંઠ પર ગાંઠ પડી રહી છે: સીતારામ યેચુરીના કોંગ્રેસ તરફ નરમ વલણથી સીપીએમમાં ધમાસાણ
દક્ષિણના રાજયોમાં કોંગ્રેસને મજબુત કરવાના ઉદેશ્યથી રાહુલના અમેઠી ઉપરાંત કેરળના લઘુમતિ બહુમતિવાળા વાયનાડ બેઠક પર લડવાના નિર્ણયે અનેક નવા રાજકીય મુદાઓ ઉપસ્થિત કરી દીધા છે. આ નિર્ણયથી વડાપ્રધાન મોદીને કોંગ્રેસ સામે હિન્દુ કાર્ડ ખેલવાની તક આપી દીધી છે. તો આ નિર્ણયે વિપક્ષી મહાગઠ્ઠબંધનમાં ગાંઠ પર ગાંઠ વાળી દીધી છે. કોંગ્રેસના આ નિર્ણય સામે સીપીએમના વડા સીતારામ યેચ્ચુરીના નરમ વલણ સામે સીપીએમ પાર્ટીમાં આંતરિક અસંતોષ ઉગ્ર બન્યો છે. આમ, વાયનાડમાં રાહુલના લડવાના નિર્ણયથી કોંગ્રેસને રાજકીય લાભ કરતા અત્યારે નુકશાની વધુ જોવાઈ રહી છે. જેથી કોંગ્રેસ માટે આ નિર્ણય કાઠીયાવાડી કહેત મુજબ ‘ગધેડુ લેવા જતા ફાળીયું જોવા’ હાલના તબકકે નુકશાનકારક પૂરવાર થઈ રહ્યો છે.
રાહુલના લઘમતિ બહુમતિવાળા કેરળના વાયનાડમાં લડવાના નિર્ણયનો મુદો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે વર્ધાની જાહેરસભામાં ઉઠાવ્યો હતો. મોદીએ દેશના ઈતિહાસમાં આજદીન સુધી એકપણ હિન્દુ આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાયો નથી.
હિન્દુઓ શાંતિ અને ભાઈચારામા માને છે. તેમ જણાવીને યુપીએ સરકાર વખતે થયેલા સમજૌતા એકસપ્રેસમાં થયેલા ધડાકામાં કોંગ્રેસી ગૃહમંત્રી શિવરાજ પાર્ટીલે હિન્દુ આતંકવાદને જવાબદાર ઠેરવીને હિન્દુઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના આ આક્ષેપનો બદલો લેવા હિન્દુઓ તત્પરક છે માટે જ રાહુલે લઘુમતિ બહુમતી વાળી બેઠક પર લડવા જવું પડયું છે. તેવો કટાક્ષ કરીને મોદીએ તેઓ આમુદે ચૂંટણી પ્રચારમાં હિન્દુ કાર્ડ ઉતારશે તેવું સ્પષ્ટ કર્યું હતુ.
જયારે, રાહુલના કેરળના વાયનાડમાંથી લડવાના નિર્ણયથી દક્ષિણના રાજયોમાં વિપક્ષી ગઠ્ઠબબંધનમાં જોડાયેલા સાથી પક્ષોમાં કોંગ્રેસ સામે અવિશ્વાસની લાગણી ઉભી થવા પામી છે. કેરળમાં સતાધારી સીપીએમ પાર્ટીએ પણ વિપક્ષી ગઠ્ઠબંધનને લઈ અનેક પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. સીપીએમના નેતાઓએ તો રાહુલના આનિર્ણય બાદ નિવેદન કર્યુ હતુ કે કોંગ્રેસની લડાઈ ભાજપ સામે છે કે સીપીએમસામે તે સમજાતુ નથી. રાહુલના આ નિર્ણયથી વિપક્ષી મહાગઠ્બંધનમાં ગાંઠ પર ગાંઠ પડી રહી છે. અને ગઠ્ઠબંધનના ગણીતમાં કોંગ્રેસ તમામ સ્થાનો પર મ્હાત ખાઈ રહ્યું હોવાનું રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાઈ રહ્યું છે.
કેરળની વાયનાડ બેઠક પરથી લડવાના રાહુલના નિર્ણય સામે નરમ વલણ અપનાવનારા સીપીએમના વડા સીતારામે યેચુરી સામે પણ પાર્ટીમાં આંતરીકા અસંતોષ ઉગ્ર બન્યો છે. ભાજપ જેવી સાંપ્રદાયીક પાર્ટીને સત્તામાંથી બહાર રાખવા થોડા સમય પહેલા કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષોના મહાગઠ્ઠબંધન બનાવવાનો નિર્ણય કરાયો હતો. જેમાં સીપીએમ પાર્ટીપણ જોડાઈ હતી. પશ્ચિમ બંગાળમાં મજબુત સંગઠ્ઠન ધરાવતી સીપીએમ પાર્ટી કોંગ્રેસ સાથે ગઠ્ઠબંધન કરવા માટે છ બેઠકો કોંગ્રેસને આપવા તૈયાર હતી. આ છમાંથીબે બેઠકો પર સીપીએમના સાંસદો ચૂંટાયેલા હોવા છતાં તેને કોંગ્રેસ માટે છોડવા સીપીએમ પાર્ટી તૈયાર હતી.
પરંતુ, કોંગ્રેસે વધુ બેઠકો માટે આગ્રહ રાખતા પશ્ચિમ બંગાળમાં ગઠ્ઠબંધન કરવા માટે કોંગ્રેસ અને સીપીએમ વચ્ચે ચાલતી ચર્ચા વિચારણા પડી ભાંગી હતી જેથી, આ બંને પક્ષોએ પશ્ચિમ બંગાળમાં એકલે હાથે લડવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસના આ એક ઝટકા બાદ કેરળના વાયનાડમાં રાહુલ ગાંધીને ઉતારવાના નિર્ણયથી સીપીએમને બીજો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે સીપીએમને બે બે ઝટકા આપ્યા હોવા છતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સીતારામ યેચુરી કોંગ્રેસ તરફ નરમ વલણ અપનાવી રહ્યા છે. યેચુરીના આ વલણને ડાબેરી નેતાઓ પ્રકાશ કરાત, બિંદ્રા કરાત, મુખ્યમંત્રી પી. વિજયન અને વી.એસ. અચ્યુદાનંદ સહિતના નેતાઓને ટીકા કરી છે. આમ રાહુલના નિર્ણયથી સીપીએમ પાર્ટીમાં પણ ધમાસાણ ઉભુ થવા પામ્યું છે.
દક્ષિણ રાજયોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને લડાવવાથી પાર્ટીના ફાયદો થાય છે તેવી કોંગ્રેસની માન્યતા છે. ભૂતકાળમાં ઈન્દીરા ગાંધી, સોનિયા ગાંધી પણ દક્ષિણના રાજયોમાંથી લોકસભાની ચૂંટણી લડીને જીત્યા હતા તેમના લડવાની દક્ષિણ રાજયોમાં કોંગ્રેસ પાર્ટી મજબુત બની હતી પરંતુ રાહુલને કેરળના લઘુમતી બહુમતીવાળા વાયનાડ બેઠક પરથી લડાવીને દક્ષિણના રાજયોમાં કોંગ્રેસ હાઈકમાન્ડનો હાલનો નિર્ણય પાર્ટી માટે અનેક નવી રાજકીય સમસ્યાઓ લાવી રહ્યો છે. કોંગ્રેસ અને રાહુલના આ નિર્ણય કોંગ્રેસને ફાયદો કરાવશે કે નુકશાન તેતો સમય જ કહી શકે તેમ છે.પરંતુ હાલના સમયમાં આ નિર્ણય કોંગ્રેસ માટે અનેક નવી રાજકીય મુશ્કેલી લાવનારો પૂરવાર થઈ રહ્યો છે.