વર્ષ 2018-19ના બજેટમાં નાણા મંત્રી પણ વડાપ્રધાનના માર્ગે ચાલે તેવી શક્યતા છે. અને બજેટ હિંદીમાં રજૂ કરે તેવી શક્યતા
1લી ફેબ્રુઆરીએ મોદી સરકારનું અંતિમ સંપૂર્ણ બજેટ કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીરજૂ કરશે. ત્યારે આ બજેટમાં નાણા મંત્રી પણ વડાપ્રધાનના માર્ગે ચાલે તેવી શક્યતા છે. પીએમ મોદી દરેક મોટા આયોજન અને સમારંભોમાં હિંદીમાં ભાષણ આપવાને મહત્વ આપે છે. ત્યારે જેટલી પણ ગુરૂવારે રજૂ થનારા બજેટમાં હિંદીમાં ભાષણ આપી શકે છે. જો જેટલી હિંદીમાં બજેટ રજૂ કરશે તો તે એક ઈતિહાસ બની શકે છે.
ઈતિહાસ રચી શકે છે જેટલી
– પ્રાપ્ત થતી માહિતી મુજબ ફાયનાન્સ મિનિસ્ટર આ વખતે બજેટ અંગ્રેજીની જગ્યાએ હિંદીમાં રજૂ કરી શકે છે.
– આઝાદ ભારતના ઈતિહાસમાં અત્યારસુધીના તમામ નાણા મંત્રીઓએ અંગ્રેજીમાં જ બજેટ રજૂ કર્યું છે. ત્યારે જો જેટલી હિંદીમાં બજેટ રજૂ કરશે તો તેઓ દેશના પહેલાં નાણા મંત્રી હશે જેને પોતાનું બજેટ હિંદીમાં રજૂ કર્યું હોય.