રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.નાં જન્મોત્સવ નિમિત્તે આયોજન
રેસકોર્સ ગ્રાઉન્ડમાં સવા લાખ ચો.ફૂટના વિશાળ મંડપમાં ૩૦ હજારથી વધુ જ્ઞાતિજનો સંઘ જમણનો લાભ લેશે
મુંબઈના પ્રખ્યાત કમલેશ કેટરર્સની બેનમૂન વ્યવસ્થા: વિશાળ કાય મંડપમાં જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ અને સમકિત નામના પ્રવેશદ્વારના પાંચ પાલ બનાવાશે
રાષ્ટ્રસંત પૂ.નમ્રમૂનિ મ.સા.ના ૪૮માં જન્મોત્સવ નિમિતે ડુંગર દરબારમાં તા.૨૨ થી ૩૦ સુધી માનવતા મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.૩૦ના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સ્થાનકવાસી જૈન સંઘોનું ઐતિહાસીક સંઘ જમણ યોજાશે જેમાં ૩૦ હજારથી વધુ જ્ઞાતિજનો સંઘ જમણનો લાભ લેશે. આ અંગે વિસ્તૃત વિગત આપવા જૈન અગ્રણીઓ પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશી, નટુભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, ઉપેનભાઈ મોદી, કિરીટભાઈ શેઠ, શિરીષભાઈ બાટવીયા, નરેન્દ્રભાઈ દોશી, પ્રતાપભાઈ વોરા, સુશીલભાઈ ગોડા, પરેશભાઈ સંઘાણી, કમલેભાઈ મોદી, નિલેશભાઈ શાહ, મધૂભાઈ શાહ, હિતેનભાઈ અજમેરા, મધુભાઈ ખંધાર, સુધીરભાઈ બાટવીયા, મનોજભાઈ ડેલીવાળા અને નિતિનભાઈ પારેખે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબ આદિ ૭૫ સંત સતીજીઓનું સમૂહ ચાતુર્માસ, રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રાંગણે પ્રાપ્ત થયેલ છે. તા.૧૫ જુલાઈ રવિવારના દિવ્ય દિવસે શુભ ચોઘડીયે સમૂહ મંગલ પ્રવેશોત્સવથી તેઓના સાનિધ્યમાં ગાદીપતી પૂ. ગીરીશમૂનિ મહારાજ સાહેબ પૂણ્યસ્મૃતિ અવસર, ગુરૂ પૂર્ણિમા મહોત્સવ, અપૂર્વશ્રુત આરાધિકા પૂ. લીલમબાઈ મહાસતીજી અને પૂજયવરા મંગલમૂર્તિ પૂ. મૂકતાબાઈ મ. પૂણ્ય સ્મૃતિ અવસર, સૌરાષ્ટ્ર કેસરી પૂજય ગુરૂદેવ પ્રાણલાલજી મહારાજ સાહેબ અને આગમદિવાકર પૂ. ગુરૂદેવ જનકમૂનિ મહારાજ સાહેબ જન્મોત્સવ પર્વાધિરાજ પર્યુષણ પર્વ તથા સાથે મહાવીર જયંતિની યાદગાર ભકિતસભર ઉજવણી અને રાજકોટના જૈન સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત એવું અદ્વિતિય ઐતિહાસીક ક્ષણ કે એકી સાથે ૧૨૫૦૦ શ્રાવક ભાઈઓ બહેનોનું સંવત્સરી મહાપર્વના દિવસે સમૂહ સંવત્સરી પ્રતિક્રમણ જેવા અનુષ્ઠાન અને આયોજનની અવિરતપણે હારમાળા સર્જીને શાસન અને સંપ્રદાયની આન બાન ઔર શાન વધારી શાસનનો જય જયકાર થઈ રહ્યો છે. તે સમયે રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ નમ્રમૂનિ મહારાજ સાહેબનો ૪૮મો જન્મોત્સવ માનવતા મહોત્સવના અપૂર્વ અવસરે તા.૩૦ રવિવારના પૂણ્યા શ્રાવક નગરી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં રાજકોટના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ઐતિહાસીક સમસ્ત રાજકોટના સ્થાનકવાસી જૈન સંઘોનું ‘સામૂહિક સ્વામિવાત્સલ્ય સંઘ જમણ’ યોજાશે જેમાં ૭૦૦-૧૫૦ ફૂટ એક લાખ ચો.ફૂટનો મંડપ થશે જેમાં જ્ઞાન પ્રવેશદ્વાર દર્શન પ્રવેશદ્વાર, ચારિત્ર્ય પ્રવેશદ્વાર, તપ પ્રવેશદ્વાર, અને સમકિત પ્રવેશદ્વારના નામથી ૧૪૫-૧૨૫ ચો. ફૂટના વિશાળ પાંચ પાલ રહેશે ૨૮૦૦૦ ફૂટનું રસોડું આ પાયચેય પાલને લાગુ હશે.
એટલે ટોટલ સવા લાખ ફૂટમાં સંઘ જમણની વ્યવસ્થા જેથી સંઘ જમણની દરેક વસ્તુઓ કાઉન્ટર ઉપર વ્યવસ્થિત પહોચી શકશે. કયાંય અવ્યવસ્થા અગવડતા ન પડે તેની પુરી કાળજી લેવામાં આવી રહી છે. સંઘ જમણના પાસ રાજકોટના ૩૪થી પણ વધુ સ્થાનકવાસી જૈન સંઘોમા મોકલી આપવામા આવેલ છે.
જેથી રાજકોટના ગોંડલ સંપ્રદાય, સંઘાણી, અને અજરામર સંપ્રદાયના તમામ સંઘોમાં સંઘ જમણના પાસ ઉપલબ્ધ છે. સૌ શ્રાવકો પોત પોતાના સંઘમાંથી રૂ.૨૦ની રકમ આપી પાસ મેળવી શકશે. સંઘ જમણમાં દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. જેથી તેઓને સરળતા રહે.
મુંબઈ જૈન સમાજમાં ચહિતા અને ખ્યાતનામ કમલેશ કેટરર્સ સંઘ શિરોમણી છે અને હા કમલેશ કેટરર્સ વાળા કમલેશભાઈ ઠોસાણીએ તો પૂ. ગુરૂદેવ પાસે એવી ભાવના વ્યકત કરેલ છે કે મારે તો રાજકોટવાસીઓને એક એકથી ચડીયાતી ત્રણ મીઠાઈ ત્રણ ફરસાણ ત્રણ શાક વિવિધ પીરસવું છે.
જેથી કમલેશ કેટરર્સ તો લાભ લઈ રહ્યા છે. સાથે મુખ્ય સંઘપતિમાં નટવરલાલ હરજીવનદાસ શેઠ વિસાવદર વાળા માતુશ્રી રમીલાબેન હરકિશનભાઈ બેનાણી હ. બેનાણી પરિવાર માતુશ્રી ઈંદિરાબેન અનંતરાય કામદાર હ. કામદાર પરિવાર સ્વ. માણેકચંદ ડાયાભાઈ શેઠ માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ હ. દિલસુખભાઈ અને ચંદ્રકાંતભાઈ શેઠ, કાંતીભાઈ લાધાભાઈ શેઠ હે. વિરેનભાઈ, સુકેતુભાઈ શેઠ, પૂ. રતીગુરૂ ચેરરીટેબલ ટ્રસ્ટ હ. સ્વ. રતીલાલ જેચંદભાઈ દોશી, માતુશ્રી જશવંતીબેન બટુકભાઈ કોઠારી હ. નરેન્દ્રભાઈ કોઠારી ઋષભ કોલ તેમજ સોનલબેન નરેન્દ્રભાઈ મોલીબેન વિશાલભાઈ સ્વ. લતાગૌરી જશવંતરાય અને
સ્વ. જશવંતરાય વીરચંદ અજમેરા-દામનગર વાળા, પી.સી. પારેખ હ.. હિતેશભાઈ પારેખ તથા ઉપ સંઘપતિ તરીકે, માતુશ્રી વસંતબેન એન.મોદી હ. મિહીર ઉપેનભાઈ મોદી અર્હમ ફુડસ લી. મોદી સ્કુલ હ. ડો. રશ્મિકાંતભાઈ પી. મોદી, પ્રવિણચંદ્ર અનોપચંદ મહેતા હ. હેમલભાઈ મહેતા, જયોતીબેન જગદીશભાઈ કોઠારી હ. પરાગભાઈ કોઠારી, સ્વ. ચંદ્રાબેન નટવરલાલ શાહ હ. એડવોકેટ કમલેશભાઈ તથા જીજ્ઞેશભાઈ શાહ, સ્વ. પિતાશ્રી અનંતરાય સ્વ. માતુશ્રી લાભુબેન અદાણી પરિવાર અદાણી મસાલા, ધર્મવત્સલ્યા મીનાબેન નરેન્દ્રભાઈ દોશી હ..મેઘાવી કેવીનભાઈ કામદાર, દેશના દોશી વિ. ઉત્કૃષ્ટ ભાવથી લાભ લઈને અવસરને શોભાવી રહ્યા છે.
સંઘ જમણના દરેક પાલમાં પ્રખ્યાત સ્તવનકારો સ્તવનના સૂર રેલાવી રહ્યા હશે. મંડપમાં મધ્યે જીવદયા કુંભ રાખવામાં આવેલ હશે. જે શ્રાવક ભાઈઓ અને બહેનો પોતાની થાળી ધોઈને પીવે તેવા ચૂસ્ત જૈન શ્રાવકો માટે આકર્ષક ગીફટ પણ જરથી રહેશે. ગ્રાઉન્ડમાં વ્યવસ્થિત પાર્કિંગ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા હશે.
જૈન જગત ડિરેકટરીનું ફોર્મ ૩૦મી સુધી ભરી શકાશે
રાજકોટ જૈન જગત ડીરેકટરી જેમા રાજકોટના જુદા જુદા વિસ્તારમાં રહેતા સ્થાનકવાસી જૈન કુટુંબોને આવરીને સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘો દ્વારા વસ્તીપત્રકનું આયોજન ગોઠવેલ છે. જે માટેના ફોર્મ દરેક સ્થાનકવાસી જૈન સંઘોમાં ઉપલબ્ધ છે. વસ્તીપત્રક ફોર્મ દ્વારા તેમાં મંગાવેલ માહિતી ઉપરથી રાજકોટ જૈન જગત ડીરેકટરી બનશે આ વસ્તીપત્રકનું ફોર્મ તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં ભરી આપના સંઘમાં જમા કરાવી આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપતા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.