મુખ્યમંત્રીએ સર્વાંગી અને બહુપાસીય આદિજાતિ કલ્યાણનો સંકલ્પ દોહરાવ્યો : પૈસા એકટ દ્વારા આદિજાતિ સમુદાયના નવ મજબૂતીકરણનો વિશ્વાસ વ્યકત કર્યો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો નિહાળ્યો હતો અને કલા અને સંસ્કૃતિનાં રંગોત્સવની ઉજવણીમાં વનબંધુઓ સો જોડાઇને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કવાંટનો ગેરનો મેળો છોટાઉદેપુર પંકમાં હોળી મેળાઓમાં શિરમોર ગણાય છે. રાજયના મુખ્યપ્રધાન ગેરના મેળા પ્રસંગે કવાંટ આવ્યા હોય એવી આ પ્રમ ઐતિહાસિક ઘટના હતી.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાની પૂર્વ પટૃીના આદિજાતિ મેળામાં સહભાગી બનવાનું સૌજન્ય દાખવ્યુ હતું. તેમણે ગેરના મેળામાં ટ્રાયબલ ટુરીઝમને વેગ મળે એવું આયોજન કરવા માટે છોટાઉદેપુર જિલ્લા પ્રશાસન અને ગુજરાત પ્રવાસન નિગમને અભિનંદન આપ્યા હતા. રાજય સરકારનો સર્વાંગી અને બહુપાસીય આદિજાતિ કલ્યાણનો સંકલ્પ દોહરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, રાજયની આરોગ્ય નીતિ હેઠળ પ્રત્યેક આદિજાતિ જિલ્લામાં એક મેડિકલ કોલેજ શરૂ કરીને આદિજાતિ સંતાનોને તબીબ બનવાનો માર્ગ મોકળો કરવા સરકાર સંકલ્પબધ્ધ છે. રાજય સરકારે પેસા એકટના અમલીકરણી આદિજાતિ ક્ષેત્રના લોકોને વચેટીયા વગર વિકાસની બહુમુલ્ય તકો અને અઘિકારો ઉપલબ્ધ કરાવ્યા છે. તેમણે સિકલસેલ એનિમીયા પીડિત આદિજાતિઓ માટે નિર્વાહ ભથ્ુ તા વિનામૂલ્યે સારવારની સુવિધા, એકલવ્ય નિવાસી શાળાઓ દ્વારા આદિજાતિ સંતાનોના ગુણવત્તાસભર શિક્ષણની ઘરઆંગણાની સુવિધા, આદિજાતિ વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ભરતીની વિશેષ છૂટ, આરોગ્યતંત્રનું મજબૂતીકરણ સહિત આદિજાતિ અને સર્વ સમાજ કલ્યાણના રાજય સરકારના આયોજનોની રૂપરેખા રજૂ કરી હતી.
તેમણે હોળી ઘરઆંગણે, ગામમાં જ ઉજવવાની આદિજાતિ પરંપરાને બિરદાવી હતી તા આ પરંપરા તેમના જીવનમાં નવો રંગ ઉમેરે છે અને નવા જોશનું સિંચન કરે છે એવી લાગણી વ્યકત કરવાની સો શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ હોળી ઢોલના વાદન દ્વારા તેમનો ઉલ્લાસ વ્યકત કર્યો હતો. કવાંટના આદિજાતિ ગેર મેળામાં મુખ્યમંત્રીની ઉપસ્િિતી સાંસ્કૃતિક પરંપરામાં નવા પ્રાણ ફૂંકાયા છે એવી લાગણી વ્યકત કરતા પ્રવાસન અને આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહજી વસાવાએ જણાવ્યુ હતું કે, પેસા એકટના અમલીકરણ દ્વારા આદિજાતિઓના નકકર સશકિતકરણનું રાજય સરકારે આયોજન કર્યું છે.
સંસદીય સચિવ જયંતિભાઇ રાઠવાએ સહુને આવકારતા જણાવ્યુ હતું કે, છોટાઉદેપુર જિલ્લાના હાંફેશ્વર, તરગોળ, ઝોઝ-કેવડી જેવા સ્ળોના પ્રવાસન વિકાસમાં સમાવેશી ટ્રાયબલ ટુરીઝમનો નવો અધ્યાય લખાશે અને પ્રવાસન વિકાસી ઘરઆંગણે રોજગારી મળતા મજૂરી માટે વનબંધુ આદિજાતિઓની મોસમી હિજરત અટકશે.તેમણે ડામર રોડના નિર્માણ આયોજની પ્રવાસન વિકાસને વેગમળવાની અપેક્ષા વ્યકત કરી હતી.
ગેરનો મેળાએ આદિજાતિ લોકસંસ્કૃતિનું અનેરૂ પર્વ છે એવી લાગણી વ્યકત કરતા સાંસદશ્રી રામસિંહજી રાઠવાએ જણાવ્યુ હતું કે, પ્રમવાર રાજયના મુખ્યમંત્રીએ ગેરનો મેળો માણ્યો એનો અદકેરો આનંદ છે.
આ પ્રસંગે આદિજાતિ કલ્યાણ રાજયમંત્રી શબ્દશરણ તડવી, મુનિ રાજેન્દ્રમુનિજી મહારાજ, આદિજાતિ વિકાસ નિગમના અધ્યક્ષ કુબેરભાઇ ડિંડોળ, ગજેન્દ્રસિંહ જાડેજા સહિત પ્રવાસન નિગમના પદાધિકારીઓ, પૂર્વ ધારાસભ્યઓ, પક્ષના પદાધિકારીઓ, ઉચ્ચાધિકારીઓ અને મહાનુભાવો તા વિશાળ સંખ્યામાં આદિજાતિ વનબંઘુઓ અને
નૃત્યમંડળીના ઘેરૈયા ઉપસ્તિ રહયા હતા.