દુશ્મન પાકિસ્તાનના યુઘ્ધમાં દાંત ખાંટા કરનાર ટેન્ક
શહીદ જવાનોની યાદમાં અને યુવાનો સરહદ સેવામાં જોડાઇ તેવા હેતુ સાથે અનાવરણ કરાયું: ઠાકોરસાહેબ માંધાતાસિંહ જાડેજા
રાજકોટનું ઘરેણું ગણાતી રાજકુમાર કોલેજના આંગણે ઐતિહાસિક અવસર આવ્યો છે .જેમાં ભારત પાકિસ્તાન યુદ્ધ માં ઉપયોગી નીવડેલી યુદ્ધ ટ્રોફી ટેન્ક ટી 55 નું રાજકોટના ઠાકોર સાહેબ , રાજકુમાર કોલેજ ટ્રસ્ટી મંડળના પ્રમુખ માંધાતાસિંહજી જાડેજા અને ભૂતપૂર્વ રાજદૂત , રાજકુમાર કોલેજના પૂર્વ વિદ્યાર્થી સુજોન ચિનોઈ અને મંડળના ટ્રસ્ટીઓની હાજરીમાં પારિવારિક માહોલમાં અનાવરણ કરવામા આવ્યું હતું આ તકે રાજકુમાર કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વે રાજદૂત અને મનોહર પરિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ, નવી દિલ્હીના ડાયરેક્ટર જનરલ સુજાન આર ચિનોય એ સંરક્ષણ મંત્રાલય, નવી દિલ્હી ના ડિરેકટોરેટ ઓફ ઓર્ડનન્સ દ્વારા સેન્ટ્રલ આર્મર્ડ ફાઇટિંગ વ્હિકલ ડેપો (સીએએફવીડી), કિર્કી, પુણે પાસેથી યુધ્ધ ટ્રોફી ટેન્ક ટી -55 શાળાના પરિસરમાં પ્રદર્શન માટે ખરીદવામાં મદદ કરી છે. આથી રાજકુમાર કોલેજના પ્રાંગણમાં તા. 24ને ગુરુવારના રોજ યુધ્ધ ટ્રોફી ટેન્ક ટી-55ના અનાવરણને બંધુત્વના પ્રતિક રૂપે હંમેશા ખૂબ જ ગર્વ સાથે યાદ રાખશે.
રાજકુમાર કોલેજ, રાજકોટ તેના પ્રખ્યાત ભૂતપૂર્વ વિધાર્થીઓનો ગર્વ અનુભવે છે જેઓ સંરક્ષણ સેવાઓમાં જોડાયા છે. અમારા ભૂતપૂર્વ વિધાર્થીઓએ 1914-1918 દરમિયાન મહાન યુદ્ધમાં પણ સેવાઓ આપી છે. આ શુભ દિવસે આપણે આર.કે.સી.ના તમામ બહાદુર શહીદોને યાદ કરીએ છીએ જેમણે યુદ્ધમા શહિદી વ્હોરી છે.આપણા વિધાર્થીઓને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટે, આરકેસી તેના વિધાર્થીઓને એનસીસીનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરે છે. ગુજરાતમાં અમારી એક માત્ર સ્કૂલ છે, જેમાં એન.સી.સીની 3 પાંખો – આર્મી, નેવી અને એરફોર્સનો સમાવેશ થાય છે.
સ્કૂલ કેમ્પસમાં યુધ્ધ ટ્રોફી ટેન્ક ટી 55 નું પ્રદર્શન અમાંરી શાળાના વધુ વિધાર્થીઓ તેમજ અમારા શહેરના અન્ય યુવાનોને દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે.
અનાવરણ સમારોહ બાદ રાજકુમાર કોલેજના વિધાર્થીઓ તેમજ ત્રણેય પાંખોના એન.સી.સી કેડેટ્સ દ્વારા ડ્રિલ, બેન્ડ પ્રેઝન્ટેશન, ઇનામ વિતરણ અને નૃત્ય સંગીતમય ’આઝાદી કા અમૃત મહોત્સવ જેવા અનેક કાર્યક્રમો યોજાશે.ટ્રસ્ટી મંડળ પ્રમુખ રાજકોટના એચ.એચ.ઠાકોર સાહેબ માંધાતાસિંહજી, ટ્રસ્ટી મંડળ, ભાવનગરના એચ.એચ.મહારાજા રાઓલ , વિજયસિંહજી, લીંબડીના એચ.એચ.ઠાકોર સાહેબ જયદીપસિંહજી, ધ્રોલના એચ.એચ.ઠાકોર સાહેબ પદ્મરાજસિંહજી. ચુડાના ઠાકોર સાહેબ, કૃષ્ણકુમારસિંહજી, લાઠીના ઠાકોર સાહેબ, કિર્તીકુમારસિંહજી અને મુળીના ઠાકોર સાહેબ, જીતેન્દ્રસિંહજી, સંસ્થાપક પરિવારોના સભ્યો, આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓના માતા-પિતા, ભૂતપૂર્વ વિધાર્થીઓ, શુભેચ્છકો તેમજ મહત્વપૂર્ણ સરકારી અધિકારીઓ અને શહેરીજનો આપ્રસંગે ઉપસ્થિત રહેશે.
વિશેષ પારંપારિક આકર્ષક ટોર્ચ લાઈટ એક્સરસાઇસ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ દ્વારા રજુ કરવામાં આવશે. આચાર્ય, ચાકો થોમસ, કોર ટીમના સભ્યો, સુશ્રી કેયુરી ગોહિલ, મીનુ પાલા, ડો. સુભેશ ઉપાધ્યાય, મહેન્દ્રસિંહ ચૌહાણ, સંદીપ દેશમુખ, પદમ બહાદુર ગુરુગ અને તમામ સ્ટાફના સભ્યોના માર્ગદર્શન અને અથાગ પ્રયત્નોથી કાર્યક્રમ ને સ્ફળ બનાવવામાં આવ્યો છે.
રાજકુમાર કોલેજનું નામ રોશન કરનાર સુજાન ચિનોયની મહેનત રંગ લાવી… ને ટેન્ક રાજકોટ આવી
રાજકોટની રાજકુમાર કોલેજમા અભ્યાસ કરી દેશ અને દુનિયામાં રાજકોટને ગૌરવ શકાય એવા સુજાન ચિનોય 1965-74, મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ, નવી દિલ્હીના ડાયરેકટર જનરલે , 1981-2018 સુધી જાપાન , મેક્સિકોમાં ભારતના રાજદૂત અને બેલિઝ અને રિપબ્લિક ઓફ ધ માર્શલ આઇલેન્ડ્સમાં ભારતના હાઇ કમિશનર ત2ીકે ફરજ બજાવી સુજાન ચિનોયના પિતા રોમેશચંદ્ર ચિનોય વરિષ્ઠ આઇપીએસ અધિકારી હતા, જેમણે 1952માં નાયબ પોલીસ અધિક્ષક તરીકે રાજકોટમાં ફરજ બજાવી છે.
માતા શ્રીમતી ઉષા ચિનોય જેમણે 1964-74 સુધી રાજકુમાર કોલેજમાં શિક્ષક તરીકે ફરજ બજાવી છે, 1960ના દાયકાના મધ્યમાં આરકેસીમાં આર્ટ્સ, ક્રાફ્ટ એન્ડ મ્યુઝિક વિભાગની સ્થાપના પણ કરી હતી. સંગીતકાર, એઆઇઆરડીડી કલાકાર અને સામાજિક કાર્યકર હતા
રશિયન ડિઝાઇન ટેન્ક એટલે રણ મેદાનનું ‘બ્રહ્માસ્ત્ર’
ભારતીય સેનામાં સ્થાન પામેલી સોવિયેટ સંધની પ્રથમ ટેન્કોમાંની એક એવી આ મશીને 1965 અને 1971ના ભારત-પાક યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જે દરમિયાન તેને પંજાબના સરહદી જિલ્લા ફાજિલ્કામાં તૈનાત કરવામાં આવી હતી . સોવિયેટ સંધ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી સૌથી મજબૂત ટી-55, યુદ્ધ ટેન્ક અને તેનું વજન37 તન છે.
ભારતે 1966-67માં રશિયા, પોલેન્ડ અને ચેકોસ્લોવાકિયા પાસેથી વિવિધ સ્થળોએ ટી-55 ટેન્ક્સ ખરીદી હતી. આઇઆઇએસએસ મિલિટરી બેલેન્સ અનુસાર, 2000 પછી 715માંથી માત્ર 450 ટી-55 કાર્યરત હતી. નાઇટ વિઝન સાધનો સાથે સંશોધિત કરવામાં આવી હતી અને ફાયર ક્ધટ્રોલમાં સુધારો કરવામાં આવ્યો હતો, 2008 સુધીમાં સક્રિય સેવામાં જાળવી રાખવામાં આવી હતી, જેમાંથી 67 ને અનામત રાખવામાં આવી હતી. આ યુધ્ધ ટ્રોફી ટેન્ક ટી-55 આપણને પાછલા યુદ્ધો અને લડાઇઓમાં આપણા સશસ્ત્ર દળોના બહાદુરીભર્યા બલિદાનની યાદ અપાવશે.