જોડિયા તાલુકાની શ્રી હાડીયાણા ક્ધયા શાળામાં ઐતિહાસિક ચીજવસ્તુઓનું પ્રદર્શન ગોઠવવામાંઆવ્યું.
જેમાં શાળાના બાળકો, શિક્ષકો દ્વારાપોતાના ઘરેથી વડીલો દ્વારા સચવાયેલા જૂની ચીજ વસ્તુઓ, કાસ્ટકલાના નમૂના, ધાતુના શિલ્પો, દેશ તથા વિદેશનીચલણી નોટો તથા ચલણી સિક્કા , દસ્તાવેજ, ભરતકામના નમૂના , ચાલુ સ્થિતિમાં ગ્રામોફોન ,જુના વાસણો , જુના મેડલ્સ , ફોટોગ્રાફ્સ , હથિયાર જેવી અતિ કિંમતી વસ્તુઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું.
જેમાં ૨૭૦૦ વર્ષથી પણ જુના સોના ,ચાંદી ,ત્રામ્બા, પિત્તળ,બ્રોન્ઝ ,નિકલ, એલ્યુમિનિયમ તેમજ અન્ય મેટલોમાંથી તૈયાર થયેલા દેશ વિદેશના સિક્કાઓ મેડલો સ્ટેમ્પ પેપર જેમસ્ટોનતથા મિનરલ સ્ટોન નિહાળી બાળકો આશ્ચર્ય પામી ગયા.
આ પ્રદર્શન બાળકો માટે યાદગાર બની રહેશે. જોડિયા તાલુકાના આણદા ગામના વતની રઘુભાઈ ભિમાણી દ્વારા ૨૩૫૦૦ થી પણ વધુ ઐતિહાસિક ચીજ વસ્તુઓ શાળાના બાળકો માટે બતાવવા તૈયારી દર્શાવી તે બદલ શાળા પરિવાર , બી.આર.સી.જોડિયા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.