કેરળમાં એક ટ્રાન્સ કપલે બેબીને જન્મ આપ્યો છે. આ ભારતની પહેલી ઘટના છે જેમાં એક ટ્રાન્સ પુરુષે બાળકને જન્મ આપ્યો છે. તાજેતરમાં જ કોઝિકોડમાં રહેતા ટ્રાન્સ કપલ જિયા અને જહાદે સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીની તસવીરો શેર કરી હતી.
લોકોમાં ઘણી એવી માનસિકતા હોય છે કે ગર્ભ તો માત્ર સ્ત્રી જ ધારણ કરી શકે અથવા તો માતા તો ફક્ત સ્ત્રી જ બની શકે પરંતુ માતૃત્વ ધારણ કરવા માટે કોઈ જાતી નથી હોતી ત્યારે આ ટ્રાન્સ કપલ જિયા અને જહાદે લોકોની આ માનસિકતા દુર કરીને બાળકને જન્મ આપ્યો છે. બુધવારે (8 ફેબ્રુઆરી) સરકારી હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હતો. જિયાએ માહિતી આપી હતી કે સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સિઝેરિયન દ્વારા સવારે 9.30 વાગ્યે બાળકનો જન્મ થયો હતો. જિયાએ જણાવ્યું કે બાળક અને તેનો પાર્ટનર જહાદ બંને સ્વસ્થ છે. જો કે, દંપતીએ નવજાતની લિંગ ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું કે અત્યારે તે તેને સાર્વજનિક કરવા માંગતા નથી.
થોડા સમય પહેલા જ આપી હતી પ્રેગનેન્સીની માહિતી
કેરલના કોઝિકોડમાં રહેતા ટ્રાન્સજેન્ડર કપલ જિયા અને જહાદે થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા દ્વારા માતાપિતા બનવાના સારા સમાચાર શેર કર્યા હતા. આ દંપતી માર્ચ મહિનામાં તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યું છે. જિયા અને જહાદે ઇન્સ્ટાગ્રામ દ્વારા માહિતી આપી હતી કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહે છે.
ટ્રાન્સ પુરુષે કેવી રીતે આપ્યો બાળકને જન્મ ?
જિયા પુરુષ તરીકે જન્મી હતી પરંતુ સ્ત્રી બનવા ઈચ્છતી હતી જ્યારે જહાદનો જન્મ સ્ત્રી તરીકે થયો હતો પરંતુ બાદમાં તેણે પુરુષ બનવાનું નક્કી કર્યું હતું. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે પુરુષ બનવાની સર્જરી દરમિયાન તેનું ગર્ભાશય અને અન્ય કેટલાક અંગો કાઢવામાં આવ્યા ન હતા.