તમે ચાર્લ્સ ડાર્વિંગનું તો નામ સાંભળ્યું જ હશે ? આ એજ વિજ્ઞાનિક છે જેઓએ ઇવોલ્યુશનની થિયરી આપી હતી. ચાર્લ્સ ડાર્વિને જે જગ્યા પર બેસી દુનિયાને આ થિયેરી આપી હતી એ પ્રતિકાત્મક અને ઐતિહાસિક ડાર્વિન આર્કનો વચ્ચેનો ભાગ દરિયામાં તૂટીને પડી ગયો છે. આ એક પથ્થરની બનેલી એક આકૃતિ હતી જેની રચના એવી હતી કે તેને દરિયાના દ્વાર તરીકે પણ વિશ્વમાં પ્રસિદ્ધિ મળી હતી. આ આકૃતિ પાસે બેસીને જ વિજ્ઞાનિક ડાર્વિને ઇવોલ્યુશન થિયોરી આપવા માટે અધ્યયન કર્યું હતું.
હાલમાં જ ઇક્વાડોરના પર્યાવરણ અને જળ મંત્રાલયે સ્પેનિશ ભાષામાં ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે ડાર્વિન આઇલેન્ડના પથ્થરના અને ઢાળવાળા કાંઠાથી એક કિમી દૂર દરિયાની વચ્ચે આવેલા આ આર્ક પ્રાકૃતિક રીતે તૂટી ગયો. ચાર્લ્સ ડાર્વિને ઉત્તરી ગેલાપેગોસ દ્વિપ સમૂહની આસપાસ 1830માં અહીં અધ્યયન કર્યં હતું. તેઓ HMS Beagle નામના જહાજથી અહીં આવ્યા હતા.
ડાર્વિન આર્કનો મોનોલિથનો ઉપરનો ભાગ તૂટીને દરિયામાં પડી ગયો છે. હવે અહીં આ ઐતિહાસિક દરિયાનો દ્વાર ખતમ થઇ ચૂક્યો છે. એક રિપોર્ટ પ્રમાણે ડાર્વિન આઇલેન્ડ એક જ્વાળામુખીય દ્વિપ છે. ત્યાંના પથ્થર દરિયાની અંદર 32 ફૂટની ઉંડા આવેલા છે. દરિયાની અંદર આ પથ્થરના પ્લેટફોર્મ ગેલાપેગોસ દ્વિપ સમૂહના ઉત્તરથી દક્ષિણ-પૂર્વ સુધી ફેલાયેલા છે. આ પ્લેટફોર્મની ઉપર ડાર્વિન આર્ક બનેલો હતો.
આ અંગે વિજ્ઞાનિકોનું માનવું છે કે આ આર્ક એક સમયે ડાર્વિન આઇલેન્ડનો ભાગ હતો જે દરિયાનું જળસ્તર ઉંચું આવતા પ્રાકૃતિક કટાવને કારણે એક દરવાજા જેવું બની ગયું હતું. આ આર્કની નીચેનો ભાગ દરિયાની અંદર 328 ફૂટના ઉંડાણ સુધી ફેલાયેલા છે. ડાર્વિન આઇલેન્ડ પર્યટકો માટે ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે. આ આર્કને જોવું ખુબ જ ખતરનાક છે. આથી લોકો તેને જોવા માટે ક્રૂઝ શિપ્સની મદદ લેવી પડે છે.
ઇક્વાડોરના પર્યાવરણ મંત્રાલયે પોતાના ટ્વીટમાં કહ્યું કે આ જગ્યા હવે દુનિયાના સૌથી સારા ડાઇવિંગવાળા સ્થળો માથી એક છે. પરંતુ સમસ્યા એ છે કે અહીં પ્રવાસીઓ ડાઇવ કરી શકતા નથી. અહીં માત્ર એવા જ લોકો અથવા વિજ્ઞાનિકો ડાઇવિંગ કરી શકે છે જેઓને શાર્ક અને વ્હેલ્સ માછલીનો ડર ન લાગતો હોય. તમે જણાવી દઇએ કે આ જગ્યા પર ખતરનાક માછલી અને સમુદ્રીજીવોનું ઘર છે.