વીજદર યથાવત રાખવા જર્કના આદેશથી ૧.૨૦ કરોડ ગ્રાહકોને રાહત
ગુજરાત વીજ નિયમન પંચ(જર્ક) દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માટે GUVNLના વીજદરમાં કોઇ ભાવવધારો ના આપતા રાજ્યના ૧.૨૦ કરોડ વીજ ગ્રાહકોને ઉનાળામાં રાહત મળી છે. જ્યારે ટોરેન્ટ પાવરની અરજીમાં ટ્રીબ્યુનલનો આદેશ હોવાી તેની રિવ્યૂ પિટિશન પર ફેર સુનાવણી કરીને જર્ક દ્વારા આગામી સમયમાં ટેરિફ ઓર્ડર પાસ કરાશે. જો કે, ૠઞટગકની ખાધ ‚ા. ૧૭૨૮ કરોડ જેટલી હોવા છતાંય તેણે ભાવવધારો ના માંગવાનો નિર્ણય સ્પષ્ટપણે ચૂંટણીલક્ષી હોવાનો મત નિષ્ણાતોએ દર્શાવ્યો છે.
ઊર્જા ક્ષેત્રના નિષ્ણાત કે.કે. બજાજે જણાવ્યું હતું કે,જર્ક દ્વારા GUVNLના નાણાકીય હિસાબમાં કોઇ ગોટાળો હોવાનું પકડી પાડવામાં આવ્યું છે. જેી જ તેની ખાધ દૂર કરીને સરપ્લસ રૂપિયા દર્શાવ્યા છે. જો રૂ. ૭૯૧ સરપ્લસ હોય તો તેવા સંજોગોમાં GUVNLના વીજ દર જે હાલ પ્રતિ યુનિટ રૂ. ૬.૫૦ છે, તેમાં છ પૈસા સુધીનો ઘટાડો શક્ય હતો.
આ તરફ ટોરેન્ટ દ્વારા જર્ક સમક્ષ પિટિશન કરીને અમદાવાદ માટે વીજ દરમાં ૩૧ પૈસાનો અને સુરત માટે ૧૮ પૈસાનો વધારો યુનિટ દીઠ માંગ્યો છે, પરંતુ ટ્રીબ્યુનલમાં તેણે અરજી કરી હોવાી હવે તેની પિટિશન જર્ક સમક્ષ ફરીી ચાલશે. જો કે, જર્કના ચેરમેનની ગેરહાજરીમાં જ બે સભ્યો દ્વારા તેની પિટિશનમાં સુનાવણી કરવામાં આવશે. વર્ષ ૨૦૧૬-૧૭માં જર્કે ટોરેન્ટને ૪૫ પૈસા રેગ્યુલેટ્રી ચાર્જ વસૂલવા આદેશ કર્યો હતો. તેની સામે પિટિશન તાં ચાર્જ લેવા પર સ્ટે અપાયો હતો. ત્યારબાદ જર્ક સમક્ષ ફરી સુનાવણી ઇ હતી અને ૧૮ પૈસા ચાર્જ લેવાનો આદેશ કર્યો હતો. જર્કના આ આદેશને ટોરેન્ટે ટ્રીબ્યુનલમાં પડકાર્યો હતો. ટ્રીબ્યુનલે જર્કનો આદેશ રદ કરી ફેરસુનાવણીનો આદેશ કર્યો છે.