રકતદાન કેમ્પમાં ૧૦૦ જેટલી બોટલ રકત થયું એકત્ર
શહેરની પારૂલ યુનિવર્સિટી તથા રાજકોટ હોમીયોપેથીક મેડીકલ કોલેજ દ્વારા થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું જેમા સીવીલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ મનીષ મહેતા રાજકોટ હોમીયોપેથીના પ્રોફેસર ડો. ચેતન લાલ સેતા તથા ડો. એન.જે. મેઘાણી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૩૦૦ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. અંદાજીત ૧૦૦ બોટલ રકત એકત્ર થાશે જે સીવીલ હોસ્પિટલમાં આપવામાં આવશે.
ડો. મનીષ મહેતા અબતક સાથે વાત કરતા જણાવ્યું રાજકોટ સીવીલ હોસ્પિટલમાં જરૂરીયાત પ્રમાણે બલ્ડની કાયમી ધોરણે અછત રહે છે. જેથી બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન રાખેલ હતુ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ થેલેસેમીયાના દર્દીઓને વગર મૂલ્ય બ્લડ મળી રહે તે હતો જેના અનુસંધાને થેલેસેમીયાના દર્દીઓને બ્લડ મળી રહે અને રાજકોટ શહેરના લોકોનો આ કાર્યક્રમમાં સાથ સહકાર મળી રહે છે. આ ઉતમ કાર્યક્રમ પારૂલ યુનિ. રાજકોટ હોમીયોપેથી મેડીકલ કોલેજ દ્વારા આયોજીત કરવામાં આવ્યો છે.
પારૂલ યુનિવર્સિટીના પ્રિન્સીપાલ હિતાર્થ મહેતાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું કે રાજકોટ શહેરમાં કોઈપણ જગ્યાએ સમાજ સેવાના કાર્યોમાં પારૂલ યુનિ. હંમેશા માટે અગ્રેસર રહી છે. અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવા કાર્યોમાં હંમેશા આગળ પહેલ કરે છે. રાજકોટ સીવીલ હોસ્પિટલ દ્વારા આગ્રહ કરવામાં આવેલ કે થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ અને ઓરગન ડોનેશન કેમ્પનું આયોજન કરવું છે. માટે આજરોજ અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે. અને ભવિષ્યમાં આવા સારા કાર્યો કરવા હંમેશા માટે અગ્રેશર રહેશું જેની હુ અમારી સંસ્થા વતી ખાત્રી આપૂ છું આ બ્લડ ડોનેશન કાર્યક્રમ દ્વારા અમે ૧૦૦થી ૧૨૫ યુનિટ સુધીનું બ્લડ પૂરૂ પાડશું.