- જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા “જાગૃતિથી સશક્તિકરણ” કાર્યક્રમમાં દાતાની દિલારીથી જોળી ભરાઈ
- સાંસદ પરસોતમ રૂપાલા, સાહિત્યકાર કીર્તીદાન ગઢવી, મોટીવેશનલ સ્પીકર હિરેન મહેતા ફાલ્કન પંપના મોભી કમલ નયન સોજીત્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત
જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા કિડની દિવસ નિમિત્તે જાગૃતિથી સશક્તિકરણ એવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટાઈપ વન ડાયાબિટીસમાં કિડનીની સંભાળ કઈ રીતે રાખવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમ રૂપાલા પ્રખ્યાત સાહિત્યકાર કીર્તીદાન ગઢવી તેમજ મોટીવેશનલ સ્પીકર હિરેન મહેતા, ફાલ્કન પંપ ના મોભી કમલનયન સોજીત્રા, અજયભાઈ લોરીયા,જયદીપભાઇ ફળદુ, અરૂણભાઇ પટેલ સૂર્યકાંતભાઈ પટેલ, ભરતભાઈ શાહ, અમિતભાઈ શિયાણી, હાર્દિકભાઈ ચૌહાણ, રમેશભાઈ પટેલ, વિવેકભાઈ જોશી, જયેશભાઈ ઝવેરી,કીર્તિ કુમાર ઉપાધ્યાય, પરેશભાઈ રૂપારેલીયા ડો પ્રદીપ કણસાગરા,નાનુભાઈ મકવાણા, દિલીપભાઈ સખીયા તેમ જ અશોકભાઈ મિસ્ત્રી,વસંતભાઈ સેજપાલ,વિશાલભાઈ પોપટ, અમરકુમાર તલવરકર, વિનોદભાઈ નથવાણી,જયંતભાઈ ટાક, અશોકભાઈ કક્કડ,દિવ્યેશભાઈ મહેતા,સચિનભાઈ રવાણી અશોકભાઈ પારેખ, નિરંજનભાઇ દોશી, ધવલભાઈ દોશી, નરેન્દ્રભાઈ દોશી, તરુણભાઈ મહેતા, કિર્તીભાઈ મણિયાર સહિતના મહેમાનોએ કાર્યક્રમની શોભા વધારી હતી.
તમામ મહેમાનોને સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બુકનો વિમોચન કરવામાં આવ્યું હતું
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના પ્રણેતા અપુલભાઈ દોશી, અનીશભાઈ શાહ,રોહિત કાનાબાર,હરિકૃષ્ણ પંડ્યા, અમિત દોશી,અજય લાખાણી અને મિતેશ ગણાત્રા સહિતની ટીમ એ જહેમત ઉઠાવી હતી
જેડીએફમાં ટાઈપ વન બાળકો માટે પગભર થઈ શકે ત્યાં સુધીના તમામ પ્રયત્નો કરવામાં આવે છે: અપૂલભાઈ દોશી
આ કાર્યક્રમમાં જુવેનાઇલ ડાયાબિટીસના પ્રણેતા અપુલભાઈ દોશીએ એ ત્યાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમ જ આ વર્ષની કિડની દિવસની ઉજવણી ના ભાગરૂપે એક અનોખી થીમ આપવામાં આવી હતી “શું તમારી કિડની ઠીક છે ” અત્યારે જે ડાયાબિટીસ સાથે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનમાં બાળકોની સંખ્યા 2100 છે જ્યારે અમુક અંગત કારણો ને લઈને આમાં જોડાઈ શક્યા નથી એવું પણ છે આંકડો તો આનાથી ઘણો મોટો છે જે ડી એફ દ્વારા આવા બાળકોને તમામ જરૂરિયાત પૂરી કરી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને વર્ષમાં સાત કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં મેગા ચેકઅપ તે આંખ કાન ચેકઅપ તેમજ પિકનિક કરતા હોય છે તેમજ આવા બાળકો મોટા થાય ત્યારે તેમને આર્થિક પગભર થવામાં પણ જે ડી એફ સહયોગ કરે છે
જે ડી એફ એ લગ્ન ગ્રંથિ માં જોડવામાં પણ માટે મેટ્રોમોની ની સ્થાપના કરવામાં આવી છે જેડી એફ એ અત્યાર સુધીમાં બાળકોને લગ્નગ્રંથી થી પણ જોડિયા છે અત્યારે સુધીમાં 800 બાળકોને ટાઈપ વન ડાયાબિટીસની સુવિધા તદ્દન નિશુલ્ક આપવામાં આવે છે તેમજ બાકી રહેલા બાળકોને ટ્રીટમેન્ટ 30 થી 40% માં આપવામાં આવે છે ટાઈપ વન ડાયાબિટીસનો દર મહિને 10,000 નો ખર્ચ આવે છે જે ડી એફ પરિવાર દ્વારા વ્યસન મુક્ત અભિયાન પણ ચલાવવામાં આવે છે
જ્યાં સુધી જેડીએફ હોસ્પિટલ નહીં બને ત્યાં સુધી મારી કોલેજનું નિર્માણ નહીં કરૂં: મોટીવેશનલ સ્પીકર હિરેનભાઈ મહેતા
આ તકે મોટીવેશનલ સ્પીકર હિરેનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે 150 ફૂટ રીંગ રોડ પર બે એકર જગ્યા જગ્યા જે ડી એફ ને અર્પણ કરવામાં આવી હતી અને તેની પર હોસ્પિટલ બનાવવા માટે જીડીએફ પરિવારને સમર્પિત કરી હતી જેની કિંમત 14 કરોડ છે જ્યાં સુધી જે ડી એફ હોસ્પિટલ નહીં બને ત્યાં સુધી હું મારી કોલેજ નહીં બનાવવું કે એન મહેતા ટ્રસ્ટના પ્રણેતા નું સન્માન કરવામાં આવ્યું હતું તેમના અનુદાનથી કે એન મહેતા ટ્રસ્ટ સંસ્થા ના પ્રણેતા સહિતના ભૂલકાઓમાં એક આનંદની લહેર પ્રસરી હતી તેમજ હિરેનભાઈ જણાવ્યું હતું કે આપણે તમામ બાળકોએ મારી ઉણપ એ જ મારી તાકાત બની રહેવી જોઈએ ખાસ કરીને નેગેટિવ ઉર્જા છોડી અને પોઝિટિવ ઉર્જા તરફ વળવું તેમજ તેમણે કહ્યું હતું કે મારી ક્યાંય તકતીમાં નામ પણ નથી જોઈતું