Abtak Media Google News
  • રાજકોટ એરપોર્ટથી જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં સવાર થઈ વિદેશ જવાનું સૌરાષ્ટ્રવાસીઓનું સપનું ચકનાચૂર
  • વિદેશની ફ્લાઇટ શરૂ થવામાં હજુ વર્ષો લાગી જશે
  • રાજકોટ એરપોર્ટ પર ઈરીગ્રેશન સહીતની કોઈ વ્યવસ્થા ઉભી કરાઈ નથી, એકપણ એરલાઈન્સે ઈન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની તૈયારી પણ નથી દાખવી, ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અલગ ટર્મિનલ બનાવવાનું કામ પણ હજુ બાકી

જેને આપણે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ કહીએ છીએ, વાસ્તવમાં તે ડોમેસ્ટિક એરપોર્ટ જ છે. અહીં એકેય ઇન્ટરનેશનલ ફ્લાઇટ હજુ 2થી 3 વર્ષમાં ઉડાન ભરે તેવી શક્યતાઓ દેખાઈ રહી નથી. વધુમાં હજુ એકેય એરલાઇન્સે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી પણ દર્શાવી નથી.

રાજકોટના હિરાસર ખાતે આવેલા નવા એરપોર્ટ પરથી હજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઊડાન નહીં ભરે. એટલું જ નહીં સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે હજુ સુધી રાજકોટ એરપોર્ટ પરથી એકપણ એરલાઈન્સે ઈન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની તૈયારી પણ નથી દાખવી. આ કારણોસર હજુ સુધી અહીંથી માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવશે એવી વિગતો સામે આવી રહી છે. બીજી બાજુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ આને લઈને મિટિંગ્સ શરૂ કરી દીધી છે અને ભવિષ્યમાં એક નવા જ ટર્મિનલના નિર્માણ કરીને ત્યાં બધી સુવિધા એડઓન કરીને પછી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરાય એવો પ્લાન રજૂ કરાયો છે.

સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય શહેરમાંથી એક રાજકોટમાં નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ હિરાસર ખાતે બની ગયું છે. જેનું ઈનોગ્રેશન પણ વર્ષ 2023ના જુલાઈ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકોટના આ નવા એરપોર્ટને 1045 હેક્ટર જમીન પર વિકસાવવામાં આવ્યું છે, જેમાં ટર્મિનલ 23 હજાર ચોરસ મીટરનો વિસ્તાર આવરી લે છે. આ સમયે હવે સૌરાષ્ટ્રના લોકોનું રાજકોટ એરપોર્ટથી જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં સવાર થઈ વિદેશ જવાનું સપનું ટેક ઓફ થતા પહેલા જ તૂટી ગયું છે. અહેવાલ પ્રમાણે હિરાસર ખાતે આવેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અત્યારે હજુ માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું જ સંચાલન કરાશે. અહીં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ હજુ સુધી ઊડાન નહીં ભરી શકે. જોકે આ મોટા નિર્ણય પાછળના કેટલાક સંભવિત કારણો પણ સામે આવ્યા છે.

રાજકોટના આ નવા એરપોર્ટમાં હજુ એક ટર્મિનલનું બાંધકામ ચાલી રહ્યું છે. જેના કારણે સંપૂર્ણપણે જ્યાં સુધી તે પૂરુ નહીં થાય ત્યાં સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રાજકોટથી ટેકઓફ નહીં થઈ શકે એ નિર્ણય લેવાયો છે. આ મુદ્દે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે નવું ટર્મિનલ જે બની રહ્યું છે તે માત્ર ઈન્ટરનેશનલ ઓપરેશન્સ માટે જ જો હેન્ડલિંગ કરવા રખાય તો ઘણું સારુ રહેશે. આની બાજુમાં જે બીજુ ટર્મિનલ બની રહ્યું છે તેનું બાંધકામ 15 ઓગસ્ટ સુધીમાં પૂરૂ થવાની ધારણા કરાઈ રહી છે. જે માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું જ હેન્ડલિંગ કરશે.

પહેલા એવું પ્લાનિંગ કરાયું હતું કે આ નવું ટર્મિનલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એમ બંને ફ્લાઈટ્સનું સંચાલન કરશે. બાદમાં નિર્ણય લેવાયો છે કે હવે આને બે ભાગમાં વિભાજિત કરીને એકમાં ઈન્ટરનેશનલ તો બીજામાં ડોમેસ્ટિક એમ જો હેન્ડલિંગ કરાય તો વધારે યોગ્ય રીતે કામકાજ ચાલી શકશે. આનાથી પેસેન્જર મૂવમેન્ટ પણ કાબુમાં રહેશે અને વધારે પડતું કંજસ્ટેડ પણ નહીં થાય.

સરકારની જાહેરાત પ્રમાણે એરપોર્ટનું કામ પુરૂ કરવામાં પણ વિલંબ થયો હતો

ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી તેનાથી બે મહિના અગાઉ ઓક્ટોબર 2017માં નરેન્દ્ર મોદી દ્વારા હીરાસર એરપોર્ટનું શીલારોપણ કરવામાં આવ્યું. તે સમયે એવી વાતો કરવામાં આવી હતી કે પાંચ વર્ષની અંદર એટલે કે ડિસેમ્બર 2022 સુધીમાં એરપોર્ટ સંપૂર્ણપણે ઓપરેશનલ થઈ જશે. પરંતુ એવું થયું ન હતું. એરપોર્ટને જુલાઈ 2023માં ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હજુ પણ લોકો એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શહેરની દૂર લઈ જઈને જો ડોમેસ્ટિક જ એરપોર્ટ બનાવવું હતું તો જુના એરપોર્ટમાં શુ વાંધો હતો?

હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાની પર્યાપ્ત સુવિધાઓ પણ નથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટેના નવા ટર્મિનલમાં સમય લાગી શકે

અત્યારે રાજકોટના આ એરપોર્ટ પર એક ટેમ્પરરી ટર્મિનલ પણ ઊભું કરાયું છે. જોકે આ માત્ર કાર્ગો મૂવમેન્ટની જ દેખરેખ રાખે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની મીટિંગમાં જાણવા મળ્યું કે હવે અત્યારે જે બિલ્ડિંગ છે એમાં ઈન્ટરનેશનલ ઓપરેશન્સ મેનેજ કરવા ઘણા મુશ્કેલ બની જશે. કારણ કે આ બિલ્ડિંગમાં કસ્ટમ્સ, ઈમિગ્રેશન, એરલાઈન ઓફિસ, પેસેન્જર ફેસેલિટીઝ સહિતનું ધ્યાન રાખવું પડે એમ છે. અત્યારે અહીં એટલી સુવિધાઓ નથી કે આ તમામ ફેક્ટર્સ ક્લિક થઈ જાય અને એક ઝાટકે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન શરૂ થઈ જાય. જેથી કરીને આ ન્યૂ બિલ્ડિંગ માત્ર અત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું જ સંચાલન કરશે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે નવા ટર્મિનલના બાંધકામ માટેનું પ્રપોઝલ હજુ પ્લાનિંગ સ્ટેજમાં

એેરપોર્ટ ડિરેક્ટર ડિગંત બોરાહ જણાવે છે કે અત્યારે અમે અહીં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે નવા ટર્મિનલના બાંધકામ માટેનું પ્રપોઝલ રજૂ કર્યું છે, જે હજુ પ્લાનિંગ સ્ટેજમાં છે. સૂત્રોએ તો એવું પણ જણાવ્યું છે કે હજુ રાજકોટના નવા એરપોર્ટ પરથી એકપણ એરલાઈન તેની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ચાલુ કરવા માટે તૈયારી પણ નથી દાખવી રહી. તેમને હજુ સુધી એવી કોઈ સાઈન પણ નથી આપી કે અમે અહીંથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ચાલુ કરીશું. જોકે તેમ છતા સિવિલ એવિએશન મિનિસ્ટ્રે આગ્રહ કર્યો કે અહીંથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને પણ હેન્ડલ કરો તો પછી બેકઅપમાં જે ટેમ્પરરી બિલ્ડિંગ છે ત્યાંથી આનું સંચાલન કરી શકાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.