નાયબ કલેકટર જાની સહિતની ટીમ દ્વારા હિરાસરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટની ૨૩ કિ.મી.ની બાઉન્ડ્રીનાં હદ-નિશાન કરાયા
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર હિરાસર નજીક અદ્યતન ઈન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૫૦૦ થી ૨૭૦૦ એકર જેટલી વિશાળ જમીન પર નિર્માણ નારા ઈન્ટરનેશનલ એરપોર્ટની ૨૩ કિ.મી.ની ત્રીજીયા ધરાવતી બાઉન્ડ્રી માટેનું ડિમાર્કેશન કામ આજી શરૂ કરાયું છે. નાયબ કલેકટર જાનીના માર્ગદર્શન હેઠળ આ કામગીરીનો શુભારંભ કરાયો છે અને આગામી ૨૩મીના રોજ રૂ.૭૦૦ થી ૮૦૦ કરોડનું ટેન્ડર ખુલશે.
રાજકોટને અદ્યતન ઈન્ટરનેશનલ એરપોર્ટ મળવા જઈ રહ્યું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ અમદાવાદ હાઈવે પર હિરાસર ગામ નજીક ૨૫૦૦ થી ૨૭૦૦ એકર જેટલી જમીન એરપોર્ટ ઓોરીટીને ફાળવવામાં આવી છે. આ જમીનને ફરતી ૨૩ કિ.મી.ની ત્રીજયાની બાઉન્ડ્રી બનાવી જિલ્લા વહીવટી તંત્ર એરપોર્ટ ઓથોરીટીને સોંપણી કરવાનું છે ત્યારે આજી ડિમાર્કેશનની કામગીરી નાયબ કલેકટર જાનીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે.
વધુમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે અને રૂ.૭૦૦ થી ૮૦૦ કરોડના બાઉન્ડ્રી વોલ માટેના પ્રથમ ચરણ માટેનું ટેન્ડર આગામી તા.૨૩ના રોજ ખુલનાર હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ એરપોર્ટ ઓોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા હિરાસર એરપોર્ટ માટેની કામગીરી ઝડપભેર શરૂ કરવા આ અગાઉ અધિકારીઓની ટીમ મોકલી રન-વે માટેની દિશા, ફિઝીબીલીટી સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે ત્યારે બાઉન્ડ્રી વોલ બાદ કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીનની ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાયા બાદ સમગ્ર ડેવલોપમેન્ટની કામગીરી એપરોર્ટ ઓથોરીટી જ કરશે ત્યારે જમીન સંપાદન બાદ હવે બાઉન્ડ્રી ડિમાર્કેશન કરી જિલ્લા વહીવટી તંત્ર પોતાની જવાબદારી પૂર્ણ કરવા અંતિમ ચરણની કામગીરી શરૂ કરી દીધી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,