સાબરમતી બાદ હિરણ નદીમાં પ્રદુષણ ફેલાતું રોકવા બાબતે હાઇકોર્ટમાં અરજી
ગીરના સાવજો જે નદીનું પાણી પીવે છે તે ગીર સોમનાથની હિરણ નદીમાં પ્રદુષણ ઠાલવવાનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. એક અરજદારે આ મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે.
ગુજરાત રાજ્યની વધુ એક નદીના પ્રદૂષિત પાણી મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથના હિરણ નદીના પ્રદૂષિત પાણી મુદ્દે અરજી કરવામાં આવી છે. તેમાં એશિયાટિક સિંહના સ્વાસ્થ્ય સાથે ચેડા થતો હોવાનો ઉલ્લેખ છે.પ્રદૂષિત પાણીને કારણે પર્યાવરણને નુકસાન થતો હોવાનો પણ ઉલ્લેખ છે. અગાઉ તંત્ર દ્વારા અનેક નોટિસ છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. તથા આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે. તેમજ ગુજરાતની વધુ એક નદીના પ્રદૂષિત પાણી મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથના હિરણ નદીના પ્રદૂષિત પાણી મામલે હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી થઇ છે.
હિરણ નદીના પાણીનો ઉપયોગ એશિયાટિક સિંહ પણ કરે છે જેનાથી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. ગુજરાતની ઓળખ એવા એશિયાટિક સિંહ પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. પ્રદૂષિત પાણીને કારણે પર્યાવરણને પણ નુકસાન થતાં હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. અગાઉ તંત્ર દ્વારા અનેક નોટિસ આપવા છતાં કોઈ કામગીરી ન થતી હોવાથી આક્રોશ ફેલાયો છે. સાબરમતી નદીનાં પ્રદૂષણ બાદ હવે હિરણ નદીના પ્રદૂષણ મામલે પણ અરજદારે હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા છે તેથી આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.