ગઈકાલે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં પુત્ર પુત્રવધુ સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા ત્યારે આજે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પીએમ મોદીના માતા હીરાબાને તબિયત નાદુરસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
PM મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો છે તેવો પરિપત્ર યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ટૂંક સમયમાં સીએમ ભુપેન્દ્ર પટેલ ખબર અંતર પૂછવા પહોંચશે. તમામ એમએલએ હીરાબાના પૂછવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા. સાંસદ પરિમલ નથવાણી કે કૈલાશ નાથન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. હીરાબાની તબિયત અને સારવાર અંગે માહિતી મેળવી હતી.
હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ થયા બાદ અહીં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પહોંચ્યા હતા. આ ઉપરાંત અધિકારીમાં કે.કૈલાસનાથન સહિત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે.
એવી પણ ચર્ચા થઈ રહી છે કે વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર જાણવા આવી રહ્યાં છે. સુત્રો એવું પણ જણીવી રહ્યાં છે કે, તેમની તબિયત સુધારા પર હોવાનું સામે આવ્યું છે. સામાન્ય બલ્ડપ્રેશરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.