કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં યોજનાર ગુજરાત ઉડિયા સમાજનું સ્નેહમિલન મોકુફ રાખવાની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી હિરાબાનું આજે વહેલી સવારે દુ:ખદ અવસાન થવાના કારણે દેશભરમાં ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સહિતના નેતાઓએ હિરાબાને શ્રઘ્ધાંજલી અર્પણ કરી હતી. દરમિયાન ભાજપ દ્વારા સ્નેહ મિલન સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
આજે સવારે 11 કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉ5સ્થિતિમાં ગુજરાત ઉડિયા (ઓરિસ્સા) સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી હિરાબાનું આજે સવારે નિધન થતાં આ સ્નેહમિલન કાર્યક્રમ કેન્સલ કરવાની ઘોષણા કરવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે હિરાબાને શ્રઘ્ઘંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે હિરાબાના નિધનના સમાચાર સાંભળી ખુબ જ દુ:ખની લાગણી અનુભવું છું. વાસ્તલ્યમૂર્તિ હિરાબાના સંસ્કાર મુલ્યોને વંદન કરું છું. મોદી પરિવાર પર આવેલી દુ:ખની ઘડીમાં ઇશ્ર્વર હિંમત આપે અને દિવગંત આત્માને ચિર શાંતિ અર્પે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.
વિજયભાઇ રૂપાણીએ પણ શ્રઘ્ધાંજલી અર્પી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી હિરાબાનું આજે સવારે દુ:ખદ અવસાન થતા દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હિરાબાના દેહલોક ગમનથી ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરી હતી. તેઓએ શ્રઘ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પણ કરે.