- દુનિયાના ત્રણેય મહાકાય પ્રાણીઓ શાકાહારી છે, અને વનસ્પતિ ખાઇને જીવે છે: કદાવર અને ગોળમટોળ શરીર સાથે ટૂંકાપગ હિપ્પોની ઓળખ છે: ગરમીથી બચવા પાણીમાં પડ્યા રહેતા આ પ્રાણીની લંબાઇ 10 થી 12 ફૂટ , અને પાંચ ફૂટ ઊંચાઇ ધરાવે છે
- તેના બચ્ચા જન્મે કે તરત જ તરતા શીખી જાય છે: તે આક્રમક અને ઝઘડાળુ પ્રાણી છે: તેનું જડબું ખૂબ જ પહોળું થઇ શકે છે: તેનું નામ ગ્રીક ભાષાના હિપ્પો ઉપરથી આવ્યું છે, જેનો અર્થ ઘોડો થાય છે, એટલે જ તેને જળ ઘોડો પણ કહે છે
આજે વિશ્વ હિપોપોટેમસ કે ’હિપ્પો’ દિવસ છે, આ મહાકાય પ્રાણીના બચાવ માટે સમગ્ર વિશ્વમાં આજે જાગૃતતા ફેલાવવા આ દિવસની ઉજવણી થઈ રહી છે. દુનિયાના સૌથી મહાકાય પ્રાણી હાથી, ગેંડા પછી હિપોપોટેમસનો ત્રીજો ક્રમ આવે છે. સૌથી અચંબિત કરે તેવી વાતએ છે કે આ ત્રણેય પ્રાણીઓ શાકાહારી છે. તેમનું નામ ગ્રીક ભાષાના ‘હિપ્પો’ ઉપરથી પડ્યું છે. આ ભાષામાં તેનો અર્થ ઘોડો થાય એટલે કે જળ ઘોડો પણ કહેવાય છે. તે કદાવર, ગોળમટોળ શરીર સાથે તેના ટૂંકા પગ તેની દોડ ચાલમાં મદદરૂપ થાય છે. તે એક આક્રમક અને ઝઘડાખોર પ્રાણી છે. તેમની લડાઇ પણ જોવા જેવી હોય છે. એકબીજા હિપ્પો ભાંભરે અને અવાજો પણ કરે છે.
હિપોપોટેમસ સામાન્ય રીતે 10 થી 14 ફૂટ લાંબા અને પાંચ ફૂટ ઊંચા જોવા મળે છે. તે ગરમીથી બચવા મોટા ભાગે પાણીમાં જ પડ્યા રહે છે. પાણીમાં તેને જોવાનો લ્હાવો છે કારણ કે તેનું આખુ શરીર પાણીમાં હોય માત્ર આંખ અને તેના નસકોરા જ બહાર દેખાતા હોય છે. તેમનું વજન 3 ટન જેટલું હોય છે. આટલું ભારે શરીર હોવા છતાં ઢાળ કે જળાશયો, તળાવોના ઊંચા કાંઠા આરામથી ચડી શકે છે. તે બચ્ચાને જન્મ આપે કે તરત જ તે પાણીમાં તરવા લાગે છે.
તે પાણીની હસ્તી છે, તેની આસપાસ બીજા પ્રાણીઓ બહું ઓછા ફરકે છે. સહારા આફ્રિકા દુનિયાના સૌથી ભારે ભૂમિ સસ્તન પ્રાણીઓનું ઘર છે. આ દરિયાઇ ઘોડાના ભારે શરીરને કારણે તે તરવામાં અસમર્થ હોય છે ભલે પછી તે આખો દિવસ પાણીમાં રહેતો હોય. હિપ્પોનું શરીર પ્રાણીઓમાં સૌથી જળ જીવન માટે અનુકુળ છે. તેની શરીર રચનામાં પણ આંખ, કાન, નાક તેના મોઢાના ઉપરના ભાગે આવેલા છે, જે તેને પાણીમાં લાંબો સમય રહેવા અનુકુળ બનાવે છે. તે ઘણી મિનિટ સુધી શ્ર્વાસ રોકી રાખવાની ક્ષમતા ધરાવે છે.
હિપ્પો મોટાભાગે પાણીમાં રહેતો હોવાથી તેના શરીરને તડકાથી બચાવે છે. પાણીમાં તેનું શરીર ઠડું રહે છે. તેની ચામડી સખત અને ઝીણા વાળ વાળી હોય છે. આને ઠંડું રાખવા તે લાલ રંગનો સ્ત્રાવ છોડે છે. જેને હિપ્પોનો ‘રક્ત-પરસેવો’ પણ કહેવાય છે. તે પૂંછડી હલાવતા હલાવતા જ ચોમેર દિશાએ ફરીને પોતાની ક્ષેત્ર જગ્યા નક્કી કરે છે. તે નાનું ઘાસ ખાય છે અને એક રાતમાં તે 68 કિલો ઘાસ ખાય જાય છે. તે ખોરાકની શોધમાં કેટલાય કિલોમીટર ચાલે છે.તે જમીન ઉપર ભોજન સાથે પાણીમાં ઘણી પ્રક્રિયા કરે છે. જેમાં સંભોગ અને એકબીજા સાથે ઝઘડો સામેલ છે. તે મોટા ભાગે 10 થી 30 હિપ્પોના સમુહમાં રહે છે. જેમાં એક નર તેની લીડરશીપ કરતો હોય છે. સુકી મોસમમાં પ્રમુખ નર એક સાથીની પસંદગી કરે છે, જ્યારે બાકી વધેલા નર બાકી રહેલ માદાની પસંદગી માટે એકબીજા લડે છે. ગર્ભધારણ કર્યા બાદ આઠ મહિના પછી વરસાદી મૌસમમાં એક બચ્ચાને માદા ઉંચાઇ પર અથવા જમીન કે પાણીમાં જન્મ આપે છે.
માદા બચ્ચાને જન્મ આપી હિપ્પોના ઝુંડમાં ભળવા માટે છોડી દે છે, બાદ અમુક અઠવાડીયા પછી બચ્ચા પાણીમાંથી બહાર નીકળીને જમીન ઉપર ઘાસ ખાવા લાગે છે. હિપોપોટેમસ લગભગ કોઇને નુકશાન નથી કરતો સાથે તેને જોવાની મઝા આવે છે. પરંતુ જો તે તકલીફમાં મુકાય ત્યારે તે એક ખતરનાક પ્રાણીબની જાય છે, તેના જડબા ખૂબ જ શક્તિશાળી અને તીક્ષ્ણ દાંતવાળા હોય છે. જે એક મગરમચ્છને સહેલાયથી કચડી શકે છે. ઘણીવાર તો તેના હુમલાથી મોટી નાવના પણ કટકા કરી નાખે તેવી તાકાત હોય છે.આજે હિપોપોટેમસને રેડલિસ્ટમાં મુકેલ છે. તળાવો સુકાય જવા સાથે તેમના નિવાસસ્થાનમાં થતા નુકશાનને કારણે તે અસુરક્ષિત જોવા મળે છે. તેની વસ્તી ઉપર હાલ ખતરો છે. શિકારી હાથી દાંત અને તેના ખેલ-શોખ માટે તેનો શિકાર કરી રહ્યા છે. ઉપ સહારા આફ્રિકામાં દુનિયાના બીજા મોટા હિપોપોટેમસનો વસવાટ છે, કારણે કે તે તેનું મૂળ નિવાસસ્થાન છે. 55 કરોડ વર્ષ પહેલા બેરલ જેવા આકારના પ્રાણીને આ મળતું આવે છે. જેનું વજન 1300 થી 1500 કિલો જોવા મળે છે. તેના નાનકડા પગ હોવા છતાં એક કલાકમાં તે પાણીના મોટા ખાબોચીયામાં વસવાટ કરે છે. દિવસભર તે પાણીમાં જ શાંત ચિત્તે આરામ કરે છે.
દુનિયામાં તેની હાલ પાંચ પ્રજાતિ તેની ખોપડી અને ભૌગોલિક અંતર પ્રમાણે જોવા મળે છે. ટાંઝાનિયા, મોઝાંબિકમાં જોવા મળતા નિલ હિપ્પો, કેન્યા, આફ્રિકા અને સોમાલિયામાં જોવા મળતા દરિયાઇ ઘોડા, જાંબીયા અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કેપ હિપ્પો સાથે બીજી બે પ્રજાતિમાં આફ્રિકાના હિપ્પો તથા કોંગો, નબીબીયા અને અંગોલામાં જોવા મળતા દરિયાઇ ઘોડા જેવી પ્રજાતિઓ છે. 1909 સુધી તેને શુઅરની પ્રજાતિ તરીકે ગણતાં પણ, શોધ સંશોધન પછી જોવા મળ્યું કે વ્હેલ-ડોલ્ફીન અને ટોરાપોઝ જેવી મહાકાય દરિયાઇ માછલીઓ તેના પૂર્વજો છે.
માલાગાસી હિપોપોટેમસની ત્રણ પ્રજાતિઓ માડાગાસ્કર પર હોલોસીનના વખતે લુપ્ત થઇ ગઇ હતી. એક હજાર વર્ષ પહેલા હાલના હિપ્પો કરતા તે કદમાં નાના હતા. તેના વિવિધ પ્રકારોમાં સફેદ ગેંડાને કાળા ગેંડાને ગણના થાય છે. પ્રાચિન કાળમાં મિસ્ર, યુનાની, રોમ જેવા દેશો પણ જાણતા હતા. 440 ઇસા પૂર્વે વિશ્વકોશમાં હિપ્પોનો ઉલ્લેખ જોવા મળે છે. પહેલા સરકસ આવતા તેમાં હિપ્પો આવતા હતા. તે પ્રાણી ઘરમાં સૌથી લોકપ્રિય પ્રાણી છે. આફ્રિકાની લોકકથામાં હિપ્પો ખાસ વિષય રહ્યો છે.હિપ્પો આફ્રિકા ખંડનું મૂળ પ્રાણી છે, જે મીઠા જળમાં સમુહમાં રહેવાનું પસંદ કરે છે. તેના ચામડીનો ઉપયોગ પારંપરિક વિધીઓ માટે કરવામાં આવે છે. 2 ઇંચ જેટલું જાડું ચામડું પથ્થરની જેમ મજબૂત હોય છે. નાનકડી પૂંછડીના છેડે વાળ હોય છે.
55 કરોડ વર્ષ પહેલાનાં ‘બેરલ’ જેવા પ્રાણીને મળતું આવે છે !!
આજથી 55 કરોડ વર્ષ પહેલાં ‘બેરલ’ જેવા આકારના પ્રાણીને ‘હિપો’ મળતો આવે છે, તેનું વજન પણ 1500 કિલો જેવું હતું. તેના નાનકડા પગ હોવા છતાં તે એક કલાકમાં 70 કિ.મી.નું અંતર કાપતું હતું. હિપ્પો મોટા ભાગે નદી, તળાવો, કાદવ, કિચડવાળા પાણીના મોટા ખાબોચિયામાં વસવાટ કરે છે. આખો દિવસ તે પાણીમાં જ શાંત ચિત્તે આરામ કરે છે. તે પાણીની હસ્તી હોવાથી તેની આસપાસ બીજા પ્રાણીઓ ફરકતા નથી.
ત્રણ ટન વજન હોવા છતાં ‘હિપ્પો’ ઢાળ કે ઊંચા કાંઠા ઉપર સહેલાઇથી ચડી જાય
ખુબ જ આક્રમક અને ઝઘડાળું પ્રાણી હિપોપોટેમસ લડાઇ વખતે છિંકોટા નાખીને મોટા અવાજે ભાંભરે છે. તેનું જડબુ ખૂબ જ તાકતવર હોય છે. હિપ્પોને પગમાં ચાર આંગળીઓ હોય છે પણ તે અંગુઠા જેવી હોય છે જેથી ચાર પગના ચાર-ચાર અંગુઠાને કારણે તેના શરીરનું વજન વહેચાઇ જાય છે અને તે સમતોલપણું જાળવી રાખી શકે છે. વિશ્વમાં હાલ તેની પાંચ પ્રજાતિ જોવા મળે છે. આજે તેને ‘રેડ લિસ્ટ’માં મુકેલ છે કારણ કે તળાવો સુકાઇ જવાથી તેમના નિવાસસ્થાનોમાં નુકશાનને કારણે હિપ્પો અસુરક્ષિત જોવા મળે છે. સહારા આફ્રિકામાં બીજા મોટા હિપોનો વસવાટ છે, કારણ કે તે તેનું મૂળ નિવાસસ્થાન છે.