ઈન્કલાબ જીન્દાબાદ અને ભારત માતા કી જયના નારા સાથે રાજમાર્ગો ગુંજી ઉઠ્યા
ભારત માતાના યુવા ક્રાંતિકારીઓ શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ, શહીદ રાજગુરૂએ દેશની આઝાદી માટે પોતાના જીવનના બલીદાન આપી દીધેલા હતા. પણ આવા યુવા ક્રાંતીકારીઓની
આજદીન સધિ કયાંય નોંધ લેવામાં આવી નથી અને તેઓને શહીદનો દરજજો પણ આપવામાં આવ્યો નથી અને દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન પણ નથી આપવામાં આવ્યો તો આજની યુવા પેઢી તેમના જીવનના બલીદાનને યાદ રાખે અને યુવા ક્રાંતીકારીઓને સન્માન મળે તે માટે જાગૃત થાય તેના અનુસંધાને હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રિપબ્લીકેશન એસોસીએશન દ્વારા રવિવારે શહીદ જાગૃતિ અભિયાન માટેની રેલી શહીદ ભગતસિંહ ગાર્ડન ખાતેથી ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી રાજકોટના રાજમાર્ગો પર નીકળી હતી અને રાજકોટના યુવાનો રેલીમાં જોડાય અને યુવાનોનો જુસ્સો વધારવામાં આવ્યો હતો. અને ઈન્કલાબ જીન્દાબાદ તેમજ ભારત માતાની જયના નારા સાથે રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા.
આ રેલીને સફળ બનાવવા માટે દિપક બસીયા, સાગર જરીયા, સંજય કુંભરવાડીયા, અતુલ ફળદુ, વિરલ કાકડીયા, દિપક રબારી, દિવ્યેશ ચોવટીયા, વિશાલ ગોહિલ, સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.