ન્યુ રાજકોટમાં ગોપાલ ચોક પાસે જમીન વેંચાણી મહાપાલિકાને ‚રૂ ૨૦.૪૪ કરોડની આવક થશે
હિન્દુસ્તાન પેટ્રોલીયન કોર્પોરેશન લી.ને કર્મચારીઓ માટે રેસીડેન્સ કોલોની બનાવવા માટે રાજકોટ મહાપાલિકા શહેરના સાધુ વાસવાણી રોડ ટચ ગોપાલ ચોક પાસે ૨૫૫૬ ચો.મી. જમીન વેંચશે જેનાી મહાપાલિકાને ‚ા.૨૦.૪૪ કરોડની આવક શે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ટીપી સ્કીમ નં.૪ (રૈયા)ના શોપીંગ સેન્ટર હેતુના અંતિમ ખંડ નં.૫૧૫ની જમીન હિન્દુસ્તાન પેટ્રોલીયમ લી.ને તેના કર્મચારી માટે રેસીડેન્સી કોલોની બનાવવા માટે લીઝ પર આપવા માટે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. પ્રતિ ચો.મી. જમીન ૮૦ હજારના ભાવે આપવામાં આવશે. ૨૫૫૬ ચો.મી. જમીનના વેંચાણી મહાપાલિકાને ‚ા.૨૦,૪૪,૮૦૦૦ની આવક શે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જયારે એચપીસીએલએ આ જમીનની માંગણી કરી હતી ત્યારે મહાપાલિકાએ અપસેટ કિંમત પ્રતિ ચો.મી. ‚ા.૬૦ હજાર નિયત કરી હતી. જેમાં કરાર ઈ શકયા ન હતા. હવે જયારે બીજી વખત કંપની દ્વારા જમીનની માંગણી કરવામાં આવી છે ત્યારે ૮૦ હજારની અપસેટ કિંમતે જમીન આપવામાં આવશે.
આ વિસ્તારમાં જમીનનો બજાર ભાવ ૮૫ ી ૯૦ હજાર ચાલતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હિન્દુસ્તાન પેટ્રોલીયમ લી.ને રેસીડેન્સ કોલોની બનાવવા માટે ગોપાલ ચોક નજીક ૮૦ હજાર પ્રતિ ચો.મી. લેખે જમીન આપવામાં આવશે. આ ઉપરાંત આગામી ગુ‚વારે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ ૨૬ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે