રિલાયેબલ પ્રોડકટ સાથે આફટર સેલ સર્વિસ માટે ખ્યાતિ મેળવી : આજે ૫૫મી એનિવર્સરી
હિન્દુસ્તાન ઈલેકટ્રોટેકનીકસને સાઉન્ડ સીસ્ટમ ક્ષેત્રે સૌરાષ્ટ્ર-કચ્છ/ગુજરાતમાં સૌથી અગ્રેસર નામ ધરાવે છે. આજે હિન્દુસ્તાન ઈલેકટ્રોટેકનીની ૫૫મી એનિવર્સરી છે. હિન્દુસ્તાન ઈલેકટ્રોટેકની સ્થાપના ૧૯૬૫માં સ્વ. દુર્ગાપ્રસાદ અગરવાલે કરી હતી દાદાજીએ પોતાની ઈચ્છાથી ૧૯૬૫નાં માર્ચમાં બીઝનેશની શરૂઆત કરી હતી ત્યારબાદ સ્વ. સતિષચંદ્ર અગ્રવાલ જયંત અગ્રવાલના પિતા, ગીરીશચંદ્ર અગ્રવાલ (કાકા) સ્વ. નવીનચંદ્ર અગ્રવાલ (કાકા) સુરેશચંદ્ર અગ્રવાલ (કાકા)આ ધંધાનો પાયો નાખ્યો હતો. આજે ૩૦ વર્ષથી જયંત સતિષચંદ્ર અગ્રવાલે ધંધાને સંભાળ્યો છે અને તેમનો પુત્ર જીત અગ્રવાલ પણ છેલ્લા પાંચ વર્ષથી ધંધામાં જોડાઈ ગયેલ છે. એટલે કે આજે ચોથી પેઢી આ ધંધાને સંભાળી રહી છે.
પાંચ દાયકાઓમાં બહોળા ગ્રાહકોને વિશ્ર્વાસ સંપાદન કરેલ છે. સ્કુલ, કોલેજ, ધાર્મિક, જાહેર, સરકારી સંસ્થાઓમાં આજે હિન્દુસ્તાન ઈલેકટ્રોટેકનીકસના સાઉન્ડ સીસ્ટમનો ઉપયોગ થાય છે ૫૫ વર્ષ પહેલાના અને આજની ટેકનોલોજીના તમામ સાઉન્ડ સીસ્ટમ રાખવામાં આવે છે. ડી.જે. સિસ્ટમ, લાઈન એરે સિસ્ટમ, ઓડિયો મીકસર, કોસઓવર, પાવર્ડ સ્પીકર, પોર્ટબલ પીએ સિસ્ટમ, વોલ્ટેજ સ્ટેનીલાઈઝર, વોલ, સીલીંગ, કોલમ સ્પીકર્સ, ઝોનલ પેજીંગ સિસ્ટમ, વાયરલેસ કોન્ફરન્સ સિસ્ટમ, કાઉન્ટર કોમ્યુનીકેશન, પાવર્ડ પોડિયમ (લેકટર્ન) ઈનસ્ટોલેશન સ્પીકર્સ, પ્રોફેશનલ ઓડિયો ઈકવીપમેન્ટ જેવી વગેરે વસ્તુઓ રાખવામાં આવે છે.
આજે જયંતભાઈ અગ્રવાલે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતુ કે ૫૫ વર્ષ પહેલાની અને આજની વાત ક્રી હતી પહેલા તો આવા સાઉન્ડ સીસ્ટમ ન હતા પહેલા ભૂગળા જ હતા. આહુજા કંપનીના ભૂગળા આવતા હતા. જે બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાતા હતા. મંદિરોમાં કે પછી નવરાત્રીમાં એ જ ભૂગળા મૂકીને ગરબી રમાતી હતી. થોડી મૂળીમાં ચાલુ કરેલ આ પેઢી પહેલા રેડીયો વેચતી હતી અને ત્યારબાદ આહુજા કંપનીની એજન્સી લેવામા આવી હતી. ત્યારથી જ એટલે કે ૫૫ વર્ષથી આહુજા કંપની સાથે જોડાયેલા છે. ત્યારે આહુજા કંપની આ વર્ષ ૮૦ વર્ષ પૂર્ણ કરી રહી છે. આહુજા કંપનીનો માલ ૪૨ ક્રંટરીમાં મોકલવામાં આવે છે. પહેલા તો નાના-નાના મંદિરોમાં, ભજન મંડળી, અને જાહેર સ્થળ પર નાના-નાના સાઉન્ડ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો.
હવે જયારે જમાનો બદલાય રહ્યો છે નવી નવી ટેકનોલોજી આવી રહી છે. ત્યારે વધારે વોટના સાઉન્ડ સીસ્ટમનો ઉપયોગ થવા લાગ્યો છે. છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષમાં વધારે જ નવા સાઉન્ડ સીસ્ટમ આવ્યા છે. પહેલા તો વાલ વાળા એમપીફાયર આવ્યા હતા. અને હવે ટીજીટલ નો જમાનો આવ્યો છે. પહેલા ૫૦ થી ૧૦૦ વોલ્ટ વાળા એમ્લીફાયર હતી અત્યારે ૧૫૦૦૦થી ૨૦,૦૦૦ વોલ્ટના સાઉન્ડ સીસ્ટમ ચાલે છે. અત્યારે હિન્દુસ્તાન ઈલેકટ્રોટેકની વર્ષોના વિશ્ર્વાસ અને સર્વીસ માટે જાણીતી છે. રિલાયન્સ પ્રોડકટસ, પ્રોપર ગાયડન્સ અને આફટર સેલ સર્વીસ માટે જાણીતી બની છે.