રામલલ્લાના મંદિર માટે જામનગરના કરોડપતિ હનુમાનજી મંદિરે દર શનિવારે ચાલે છે રામધૂન
અયોઘ્યામાં રામમંદિરને લઈને અનેક લોકોનાલોહી રેડાયા છે છતાં એક ‘એક કા હુઆ ફેંસલાથી’વિશેષ કાંઈ રહ્યું નથી. આ ન્યાય આપવા માટે ‘રાજકીય ઈચ્છાશકિત’ ભેગી થઈને નિર્ણાયક પરીણામ લાવે. ઐતિહાસિક પરીણામ લાવવાના ઉંબરે હવે દુનિયારાહ જોઈ રહી છે. શું આ રામ જન્મભૂમિ જેવા સંવેદનશીલ મુદો ઉકેલનારો કોઈ સમર્થરાજકીય નેતા જ આપણી પાસે નથી ? શું દેશની પ્રતિનિધિક સંસદ અનેસરકારમાંથી રાજકીય ઈચ્છા શકિત સદંતર ખલાસ થઈ ગઈ છે કે આવા પ્રશ્નોનો નિકાલ લાવીશકે. રાજકીય ઈચ્છા શકિતનો અભાવ એ વર્તમાન સતાકારણની સૌથી મોટી કમજોરી છે.
રાજકીય ઈચ્છા શકિત વિના આ પ્રશ્નો ઉકેલાતો નથી અને હવે લાગે છે કે માત્ર રાજકીય ઈચ્છાશકિતને બદલે રાષ્ટ્રીયઈચ્છાશકિત જ કાયમી ઉકેલ માટેનો ઉપાય હોય શકે. કારસેવકોના ખુનની નદીઓ કદાચ સરખુંસાથે વહી જશે પરંતુ રામલલાનું મંદિર તો અયોઘ્યામાં જ બનશે તે માટે હિન્દુ સેનાદ્વારા જામનગરમાં દર શનિવારે કરોડપતિ હનુમાનના મંદિરે જે રામધુન ચાલે છે જેમાંહિન્દુ સેના ગુજરાતના પ્રતિક ભટ્ટે જણાવેલ હતું.
આ રામધુનમાં વિહિપના જીલ્લામંત્રીધર્મેશ ગોંડલીયા, શહેર મંત્રી સુભાષભાઈ પિલ્લે, જીલ્લા સંતસંપર્ક સંયોજક સુરેશ ગોંડલીયાતથા ક્રાંતિભાઈ વની ખાસ ઉપસ્થિતિમાં તા.૧૬ ડિસેમ્બર-૨૦૧૮ની ધર્મસભામાં હિન્દુસેના દ્વારા નિશ્ચય પંડયા અને મોહિત રાઠોડની આગેવાનીમાં પાંચ કોલેજોમાં સંપર્કતેમજ ચાર બટાલીયન, માધવ પુંજાણી, દિપક પિલ્લે, પૃથ્વીસિંહ વાઢેર, રાહુલ પીઠડીયા, ધિરેન નંદા, ચિરાગ ભટ્ટની આગેવાનીમાં ૧૦૦૦ પરીવારનો સંપર્ક એટલે કે સરેરાશ ૫૦૦૦ લોકો સુધીરામ જન્મભૂમિ મંદિર નિર્માણનો સંદેશો પહોંચાડવા જયેશ પિલ્લે, અર્જુનસિંહ રાઠોડ, ઋષિ ચાવડા, અજયસિંહ ચૌહાણ, ભવ્યરાજ ખીરા, પાર્થ પીઠડીયા, યોગેશ વનીયર વગેરે સૈનિકો સંકલ્પબઘ્ધ થયા અને જામનગર જીલ્લાની તમામ જનતાનેરાષ્ટ્રીય ઈચ્છાશકિત વ્યકત કરવા ૧૬મી ડિસેમ્બર ૨૦૧૮ના વિશ્વ હિન્દુ પરીષદનીપ્રદર્શન ગ્રાઉન્ડમાં થનારી અયોઘ્યામાં રામમંદિર નિર્માણ માટેની ધર્મસભામાં જોડાઈપોતાની ધર્મપ્રત્યેની ફરજ અદા કરવા હિન્દુ સેનાએ હાંકલ કરી છે.