નવા નાગરિકતા કાયદામાં મુસ્લિમોનો સમાવેશ નહી કરવા મુદ્દે સ્પષ્ટતા કરતા નીતિન ગડકરી
કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં બનાવેલા નવા નાગરિકતા કાયદા સામે પૂર્વોત્તર રાજયો બાદ હવે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. પૂર્વોત્તર રાજયો સિવાય દેશના અન્ય ભાગોમાં આ કાયદાનો વિરોધ મુખ્યત્વે ધાર્મિક લઘુમતી એવા મુસ્લિમ સમાજના અનેક લોકોમાં એવી ગેરમાન્યતા પ્રવર્તતી રહી છે કે આ કાયદા દ્વારા દેશના હિન્દુઓને સુરક્ષીત કરીને તેમની નાગરિકતા છીનવી લેવામાં આવશે. આ પ્રચારને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સતત ખોટો ઠેરવી રહ્યા છે.
ત્યારે વરિષ્ટ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ વિદેશોમાં ધાર્મિક રીતે ઉત્પીડનનો ભોગ બનતા હિન્દુઓ માટે કોઈ ‘સ્વદેશ’ ન હોય તેમને ભારતની નાગરિકતા આપવા આ નવો કાયદો લાવવામા આવ્યાનું જણાવ્યું હતુ.
નાગરિકતા સુધારો કાયદાને યોગ્ય ઠેરવતા નીતિન ગડકરીએ ગઈકાલે જણાવ્યું હતુંકે વિશ્ર્વભરમાં હિન્દુઓ માટે કોઈ દેશ ન હોવાથી કાયદાની જરૂર છે.એક મીડિયા કાર્યક્રમમાં બોલતા ગડકરીએ કહ્યું હતું. કે, હિન્દુઓ માટે દુનિયામાં કોઈ દેશ નથી. પહેલાં નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું પરંતુ હવે એક પણ હિન્દુ રાષ્ટ્ર નથી તો હિન્દુઓ, શીખ ક્યાં જાય? મુસ્લિમો માટે, ઘણા મુસ્લિમ રાષ્ટ્રો છે જ્યાં તેઓ નાગરિકત્વ મેળવી શકે છે આ કાયદા વિશે વિરોધી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
” ગડકરીએ આ આરોપને પણ નકારી દીધો કે ભાજપ સરકાર મુસ્લિમો સામે પક્ષપાતી છે. અમે રાષ્ટ્રના મુસ્લિમ નાગરિકોની વિરુદ્ધ નથી.
કેટલાક પક્ષ લઘુમતીઓમાં ભય પેદા કરી રહ્યા છે. હું તમને ખાતરી આપું છું કે અમારી સરકાર ભેદભાવના રાજકારણની વિરુદ્ધ છે, તેમ જણાવીને ગડકરીએ જોયુ હતું, કે તેમ છતાં, ભારતને હિન્દુઓ માટે વતન તરીકે રજૂ કરવાની તેમની દલીલ વિવાદનો બીજો તબક્કો લાવી શકે છે, કારણ કે ભાજપના નેતૃત્વ પર સીએએ જેવા કાયદા દ્વારા મુસ્લિમોને નબળું પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વળતો હુમલો કરવાની આગેવાની સાથે ભાજપે આ મુદ્દા પર જે આક્રમકતા દર્શાવી છે તેનો આ ભાગ છે. મંગળવારે મોદીએ કોંગ્રેસની હિંમત છે કે તે પાકિસ્તાનના તમામ મુસ્લિમોને નાગરિકત્વ આપવાનું સમર્થન કરે અને જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો ખતમ કરવા અને ત્રિપલ તલાકને ગુનાહિત બનાવવા માટે એનડીએ દ્વારા ઘડવામાં આવેલા કાયદાને ઉલટાવી શકે મંગળવારે પણ એક નારાજ ગુહમંત્રી શાહે નાગરિકત્વ અધિનિયમના ફેરફારોની સમીક્ષાની માંગને સ્પષ્ટપણે નકારી કાર્ય હતા તેમને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પડકાર ફેંક્યો કે તે જાહેર કરે કે તેણે પાકિસ્તાનના મુસ્લિમોને નાગરિક બનવાને ટેકો આપેે વિરોધી પક્ષોએ સવાલ ઉઠાવ્યો છે કે મુસ્લિમ સમુદાયને શા માટે આ યાદીમાં શામેલ કરવામાં આવ્યો નથી.
નવા નાગરિકતા કાયદાથી દેશના એક પણ નાગરિકની નાગરિકતા નહી છીનવાય: ગૃહમંત્રાલય
કેન્દ્ર સરકાર દ્વારા નાગરિક સુધારાના ખરડાને સંસદના બંને ગૃહોમાં બહુમતિથી પસાર કર્યા બાદ દેશના કેટલાક વિસ્તારોમાં શરૂ થયેલી હિંસા અને નાગરિક ખરડામાં કેટલાક વર્ગને નિશાન બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ગૃહમંત્રાલયે વધુ એક સ્પષ્ટતા સાથે નિવેદનજારી કરીને હૈયાધારણા આપી છે કે આ કાયદાથી કોઈને નુકશાન થવાનું નથી અને તેનાથી ડરવાનું નથી.
ભારતીય નાગરિકોને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જણાવાયું છે કે અમે તમામ નાગરિકોનાં અધિકારોનું જતન કરવા માંગીએ છીએ નવા કાયદામાં દેશના કોઈ જ નાગરિકને કંઈજ નુકશાન થવાનું નથી.
આ નવો કાયદો કોઈ ધાર્મિક લઘુમતીઓને નુકશાન નહિ કરે આ કાયદો માત્ર પાડોશી દેશોમાંથી હિજરત કરીને આવેલા લોકો પરનું નિરાશ્રિત અને ગેરકાયદેસર વસવાટનું લેબલ દૂર કરશે અને તેમને ભારતની નાગરિકતા મેળવવા માટે અરજી કરવાની તક આપવામાં આવી છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતુ કે આ ખાસ મુસદદાથી પાડોશી દેશોમાંથી મજબુરીથી આવેલા નાગરીકોને નાગરિકત્વ આપવામા આવશે.
૧૯૬૪થી ૨૦૦૮ દરમિયાન મૂળ ભારતીય ૪.૬૧ લાખ તામિલોને નાગરિકત્વ આપવામા આવ્યું હતુ. પાડોશમાંથી હિજરત કરીને ભારતમાં આવતા લોકોને કાયદેસરના વસવાટની અનૂમતિ મળશે. છેલ્લા છ વર્ષમાં ૨૮૩૦ પાક. નાગરિકો, ૯૧૨ અફઘાનિ, અને ૭૨ બાંગ્લાદેશીને નાગરીકતા આપી એમાં ઘણાતો તે દેશના બહુમતી સમુદાયના હતા. આ નવા કાયદાથી કોઈ પણ નાગરિકતા હક હિતને જરા પણ નુકશાન નહિ થાય.