જમ્મુ કાશ્મીર સહિતના આઠ રાજયોં હિન્દુઓ લઘુમતિમાં હોવા છતા તેમને લઘુમતિઓના લાભથી વંચિત રાખતા હોવાનો મુદો પ્રથમવાર કાયદાની એરણપર ચડાવવા સુપ્રીમની પહેલ
દેશના ઘણા રાજયોમાં હિન્દુઓની અલ્પ સંખ્યાને કયાં સુધી નજરઅંદાજ કરતા રહીશું લઘુમતીને અપાતા લાભો ઓછી વસ્તી ધરાવતા હિન્દુઓને આપી શકાય કે કેમ? તે અંગે વિચાર વિમર્શ ના દરવાજા સુપ્રીમ કોર્ટે ઉઘાડવાનો આદેશ આપ્યો છે.ઓછી વસ્તી ધરાવતા સમુદાયને મળતા પાત્ર લાભો જે રાજયોમાં હિન્દુઓ ઓછી સંખ્યામાં હોય ત્યાં હિન્દુઓને લઘુમતી સમુદાયના લાભો મળવા જોઈએ તેની ઘણા લાંબા સમયથી વિચારણાના મુદો સુપ્રિમ કોર્ટે હાથમાં લીધો છે.
સુપ્રિમ કોર્ટે સોમવારે રાષ્ટ્રીય લઘુમતી પંચ સમક્ષ દેશના ઘણા રાજયોમાં જયાં હિન્દુઓ ઓછી સંખ્યામાં વસે છે. ત્યાં ધાર્મિક લઘુમતીના આધારે હિન્દુઓને રાજયની વસ્તીના આધારે લઘુમતીનો દરજજો અને તેના લાભ મળવા પાત્ર થાય તેવી જાહેરહિતની અરજીના નિકાલ માટે સુપ્રીમ કોર્ટે આ દિશામાં સંશોધન કરવાના નિર્દેશો આપ્યા છે.
સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સંજીવ ખન્નાની બેંચી પહેલીવાર આ મુદો હાથ પર લઈ લઘુમતી પંચને કાશ્મીર જવા રાજયમાં જયા હિન્દુ લઘુમતીમાં છે ત્યાં હિન્દુઓને લઘુમતીનો લાભ આપવાની દિશામાં શકયતાઓ તપાસવા જણાવાયું છે.ભાજપના નેતા અને ધારાશાસ્ત્રી અશ્ર્વીનીકુમાર ઉપાધ્યાયે આ મુદે દાખલ કરેલી જાહેર હિતનીઅરજીમાં એવી દાદ માંગવામાં આવી છે. કે દેશના જે રાજયોમાં હિન્દુ લઘુમતીમાં વસે છે. તેમને લઘૂમતીને અપાતા લાભો મળવા જોઈએ.
દેશમાં ૨૦૧૧ની વસ્તી ગણતરીને અનુલક્ષીને જોઈએ તો દેશના આઠ રાજયોમાં હિન્દુઓ લઘુમતીમાં વસે છે. જેમા હિન્દુઓ લઘુમતીમાં વસે છે. જેમાં લક્ષદ્વિપમાં ૨.૫ %, મિજોરમમાં ૨.૭૫% નાગાલેન્ડમાં ૮.૭૫%, મેઘાલયમાં ૧૧.૫૩%, જમ્મુ કાશ્મીરમાં ૨૮.૪૪% અ‚ણાચલ પ્રદેશમાં ૨૯%, મણીપૂરમાં ૩૧.૩૯% અને પંજાબમાં ૩૮.૪૦%ની નીચી ટકાવારીએ હિન્દુઓની વસ્તી હોવા છતા આવા રાજયોમાં પણ જયાં હિન્દુઓ લઘુમતીમાં હોવા છતા તેમને લઘુમતીનો લાભ માટે ગેરલાયક ગણવામાં આવે છે.
અને લઘુમતીની વ્યાખ્યામાં આવતી પણ રાજયમાં બહુમતીની બીન વસ્તીને લઘુમતીના લાભ આપવામાં આવે છે. આ માટે ધારાશાસ્ત્રી ઉપાધ્યાયે હિન્દુઓને આઠ રાજયોમાં લઘુમતીનો દરજજો આપવાનીઅરજીને સુપ્રીમે અગાઉ નામંજૂર કરી હતી પરંતુ ગઈકાલે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય લઘુમતી પંચ સમક્ષ દેશનાઆઠ રાજયોમાં જયાં વસ્તીની દ્રષ્ટીએ હિન્દુઓ લઘુમતીમાં વસે છે. ત્યાં લઘુમતીઓને આપવામાં આવતા લાભો અંગે વિચાર વિર્મશકરવાનો નિર્દેશ કર્યો છે.
ધારાશાસ્ત્રી ઉપાધ્યાયે રાજયની વસ્તીના આધારે લઘુમતીનો દરજજો નકકી કરવાની દાદમાગી છે. રાષ્ટ્રીય ધોરણે નહી કેન્દ્ર સરકારે ૧૯૯૩માં જારી કરાયેલા મુસ્લિમો કિશ્ચયન, શીખ, બૌધ્ધિષ્ઠ, પારસી અને ૨૦૧૪માં જૈન સંપ્રદાયને લઘુમતીના દરજજો આપવાનું કેન્દ્ર સરકારે નકકી કર્યં હતુ પરંતુ કાશ્મીર સહિતના આઠ જેટલા રાજયોમાં જયાં હિન્દુઓ લઘુમતીમાં વસે છે. તેમને લઘુમતીના લાભ મળતા નથી આ મુદે સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત જે રાજયોમાં હિન્દુઓ લઘુમતીમાં વસે છે. ત્યાં હિન્દુઓને લઘુમતીનો દરજજો આપી શકાય કે કેમ? તેની બંધારણીય શકયતા ચકાસવાનો આદેશ જારી કર્યો છે.