હિન્દુ યુવા વાહિની દ્વારા કુપોષણ મુકત બાળક મહા અભિયાન માં જરુરીયાત વાળા કુપોષિત અને અતિકુપોષિત તેવા બાળકોને વજન પ્રમાણે સામુદાયિક સ્તરે ૧ર મહિના સુધી પોષણ તત્વોયુકત આહાર ન્યુટ્રીશન પ્રો. પાઉડર નો એક ડબ્બો ૫૦૦ ગ્રામ મીકસ કઠોળ તેમજ મહીના માં બે વખત સુખડી, દુધ, ફળ વિગેરેનું વિતરણ કરવામાં આવશે તેમજ ડોકટરોની જરુરી સુચના પ્રમાણે બાળકોને મેડીકલ સારવાર અને પોષણ આપીને બાળકોને તંદુરસ્ત, કુપોષપ યુકત બનાવવાનું સેવાકીય કાર્ય કરશે.
આ સમગ્ર કૃપોષણ મુકત બાળ મહા અભિયાન ના પ્રોજેકટ ઇન્ચાર્જ તરીકે પ્રો. પીન્ટુબેન બેરા (પટેલ) તેમજ સંજયભાઇ ગઢવીને નિયુકત કરવામાં આવેલ છે. સાથે પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર પ્રાંત અઘ્યક્ષ દિલીપભાઇ દવે, કા. અઘ્યક્ષ વિજયભાઇ કારિયા, ઉપાઘ્યાય ધર્મેશભાઇ વસંત, મહામંત્રી મહેન્દ્રભાઇસિંહ તલાટીયા, શેૈલેન્દ્રભાઇ ટાંક, રાજકોટ મહાનગર અઘ્યક્ષ રાજુભાઇ ઉમરાણીયા, સુધીરભાઇ પોપટ, પરેશભાઇ ઉમરાણીયા, વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.