વયોવૃઘ્ધ તથા બાળકોને નિદાન, સારવાર અને દવા અપાશે: સંગીતમય સુંદરકાંડનું પણ આયોજન: ‘અબતક’ની મુલાકાતમાં આગેવાનોએ વિગતો આપી
હિન્દુ યુવા વાહિની રાજકોટ મહાનગર દ્વારા સંગઠનના ૧૭માં વાર્ષિક સ્થાપન નિમીતે રાજકોટ મહાનગરમાં તા.ર૪ માર્ચને શનિવારના રોજ સેવાકીય કાર્ય બાકળો, વયોવૃઘ્ધો માટે નિ:શુલ્ક આરોગ્ય નિદાન તેમજ સારવાર શિબીરનું આયોજન સવારે ૯ થી બપોર ૧ સુધી શાળા નંબર ૪૭ મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.
શિબિરની ઉદધાટન રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેતથા અતિથિઓ શહેર પોલીસ કમિશનર અનુપમ ગેહલોત, રાજકોટ મ્યુનિ. કમિશ્નર ડો. બંછાનીધી પાની, તબીબી અધિક્ષક સીવીલ હોસ્પિટલના ડો. મનીષ મહેતા અને શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર વગેરે મહાનુભાવો ખાસ ઉ૫સ્થિત રહેશે.
વિશેષ માહીતી તથા નામ નોંધણી માટે આરોગ્ય શિબિરના ઇન્ચાર્જ કપિલભાઇ પંડયા (મો. ૯૯૦૯૯ ૬૦૪૨૩) સંજયભાઇ ગઢવી (મો. ૯૯૦૪૯ ૫૭૨૫૯) નો સંપર્ક કરવા અબતકની મુલાકાતે આવેલીા આગેવાને જણાવ્યું છે.
રામ જન્મોત્સવ નીમીતે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન તા. ૨૫-૩ને રવિવાર સાંજે ૪ થી ૭ સ્થળ શ્રી રમતેશ્ર્વેર મહાદેવ મંદીર ઉદાસીન આશ્રમ ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલ પંપની બાજુમાં રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. જેમાં સુંદરકાંડનું સંગીતમય શૈલીમા શ્રી રામેશ્ર્વર ધુન મંડળ ગોંડલ રસપાન કરશે સુંદરકાંડ પાઠ બાદ મહાઆરતી અને ફરાળ પ્રસાદનું આયોજન કરવમાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્ર
મંડળ ના સંતો મહંતો સર્વ મહંત શેરનાથજી બાપુ ગોરક્ષધામ આશ્રમ જુનાગઢ, મહંત કમલનાથજી બાપુ ભીડભંજન મહાદેવ જેતપુર, મહંત ગંગામુનિજી ઉદાસીન આશ્રમ રામતેશ્ર્વર મહાદેવ રાજકોટ અને મહંત જેરામદાસ બાપુ (ધર્માઘ્યક્ષશ્રી સૌરાષ્ટ્ર પ્રાંત) શ્રી ખોડીયાર ધામ આશ્રમ (કાગદડી) સહીતના હાજરી આપશે.
આરોગ્ય શિબિર તેમજ સ્થાપના દિવસ ઉજવણી સુંદરકાંડ બંને કાર્યક્રમનું માર્ગદર્શન હિ યુ વા સૌરાષ્ટ્ર પ્રાંત અઘ્યક્ષ દિલીપભાઇ દવે, કાર્યવાહક અઘ્યક્ષ વિજયભા કારીયા, ઉપાઘ્યક્ષ શેલેન્દ્રભાઇ ટાંક, મહામંત્રી મહેન્દ્રસિંહ તલાટીયા મંત્રી ધર્મેશભાઇ વસંતના માર્ગદર્શનથી હિ.યુ.વા. રાજકોટ ના કાર્યવારી અઘ્યક્ષ ભાવેશભાઇ પિત્રોડા સાથે રાજુભાઇ ઉમરાણીયા, અશોકભાઇ હરસોરા, સુધીરભાઇ પોપટ, સંજયભાઇ ગઢવી, શંકર મહાજન, રાહુલભાઇ જોશી, રાજેન્દ્રભાઇ ઉમરાણીયા, જયવીરસિંહ પાલીવાર, કપિલભાઇ પંડયા, નૈમીષભાઇ કનેયા, પરેશભાઇ ઉમરાણીયા, સંજયભાઇ બરાલીયા પંકજભાઇ તવેયા, ભાવિનભાઇ ઘીયા, નયનભાઇ સુચક તેમજ મહીલા વિભાગના પીન્ટુબેન બેરા પાયલબેન સોલંકી નીતાબેન કામદાર: માલવીકાબેન વાછાણી વિગેરે સંપૂર્ણ વ્યવસ્થા સાંભળી રહ્યા છે.