દરેક મહિનાની એકાદશીએ પરીક્રમા કરવાના સંકલ્પની મંજુરીને ઉંધા અર્થઘટન કરી ધોળીને પી જતા વનતંત્રની વ્હાલ-દવલાની નીતિથી લોકોમાં રોષ

હિન્દુ સમાજની આસ્થાનું પ્રતિક એવા ગિરનારની પરીક્રમા માટે ઘણા લાંબા સમયથી મથતા ટ્રસ્ટોના મંડળના ભાવેશ વેકરીયાએ વર્ષ દરમિયાન હિન્દુ કેલેન્ડર મુજબ માસીક એકાદશીએ પરીક્રમા કરી તેનું પુણ્ય હિન્દુ સંસ્કૃતિના આધારસ્તંભ સાધુ-સમાજના તેર અખાડાને આપવાના સંકલ્પ સામે વન-વિભાગે ફકત એક જ પરીક્રમા કરવા દઈ ઉપરના આદેશોના બહાને અન્ય પરીક્રમાઓ કરવા ન દીધી ભાવેશ વેકરીયાએ જહેમત ઉઠાવી સરકારમાંથી પત્ર લાવ્યા ત્યારે આ પત્રમાં પણ પરીક્રમાર્થીઓ માટે વ્યવસ્થા કરવાની સુચના આપવામાં આવી હતી. આ સુચનાનું અર્થઘટન સ્થાનિક અધિકારીઓએ આને સુચન ગણી શકાય આ કોઈ સરકારનો આદેશ નથી તેવું કહી આ પત્રનો ઉલાળીયો કર્યો હતો.તેમજ છેલ્લે દુધધારા પરીક્રમા વખતે આ પરીક્રમામાં જોડાયેલા ભાવિકો સાથે મનફાવે તેવું વર્તન કર્યું હતું. જેની સામે ગત શનિવારે જૈન સમાજ દ્વારા નવી શરૂ કરાઈ રહેલ. પરીક્રમાને કોઈ પાબંધી વગર સીધી ગાંધીનગરથી મંજુરી મળી જતા ગિરનાર સાથે આસ્થાથી જોડાયેલા હિન્દુ સમાજને આંચકાની લાગણી અનુભવાઈ હતી.

આ અંગે વિસ્તૃત અહેવાલ મુજબ ગત શનિવારે બપોરના સુમારે અને ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયા તેમજ મંડળના અન્ય નાયબ વન સંરક્ષણની કચેરીએ અધિકારીઓને રૂબરૂ મળી ઉપરોકત બાબતે ખુલાસો પુછવામાં આવતા તેમના દ્વારા જણાવાયું હતું કે, ગુજરાતના મુખ્ય વન સંરક્ષક એ.કે.સકસેના દ્વારા અા જૈનોની પરીક્રમાને મંજુરી આપવામાં આવેલ છે. જેની અમોને રવાના નકલથી જાણ કરાઈ છે અને મંજુરીમાં પરીક્રમાર્થીની સંખ્યાનો કોઈ ખુલાસો દર્શાવવામાં આવેલ નથી. મુખ્ય વન સંરક્ષકની જે ભુલ થઈ છે તે માટે અમારી કચેરી દ્વારા તેમને આ અંગે ખુલાસો પુછવામાં આવશે. ડીસીએફ બેરવાલ અને એસીએફ ખટાણા દ્વારા કહેવામાં આવેલ કે ગિરનાર તરફ જતા રસ્તાઓમાં બોરદેવી જવાનો રસ્તો, જાંબુડીનાકાથી જીણાબાવાની મેઢીએ જવાનો રસ્તો અને સરકડીયા હનુમાન તરફ જવા રસ્તા પર કોઈની મંજુરીની જરૂર નથી. આજ સુધી વન વિભાગના કર્મચારીઓ દ્વારા ચેક પોસ્ટ પર કોઈ પણ ભાવિક-ભકતને રોકવામાં આવેલ હોય તો તે અમારા કર્મચારીઓની ભુલ છે અને આ રીતે રોકવામાં આવે તો તે ગેરકાયદેસર છે. સાથે-સાથે આ અધિકારીઓ દ્વારા તેમને મળેલ રાજય સરકારમાંથી ૧૩ પરીક્રમાની મંજુરીઓને ગેરલાયક ઠેરવી મંજુરી ફકત આ બાબતની અધિકારી જ આપી શકે તેવું કહી પ્રજા દ્વારા ચુંટાયેલી રાજય સરકારનું અપમાન કરેલ હતું. જે બાબતે શ્રી જ્ઞાતી સમાજો-ટ્રસ્ટોનું ઉતારા મંડળ ભવનાથ અને વિશ્વ હિન્દુ પરીષદ વિરોધ કરે છે. કારણકે લોકશાહીમાં પ્રજાતંત્ર સર્વોપરી છે. વનતંત્ર દ્વારા હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનું અને હિન્દુ ધર્મ સાંપ્રદાયિક શાખાઓ વચ્ચે જે વૈમનસ્ય ઉભુ કરવાનું દુષ્કૃત્ય કરવામાં આવી રહ્યું છે તેને અમો સંયુકત રીતે વાખોડીયે છીએ. મંડળ તેમજ વિશ્વ હિન્દુ પરીષદ અને સામાજીક આગેવાનો દ્વારા પ્રજાજોગ નિવેદન અપાયું છે કે ઉપરોકત ત્રણ રસ્તા પર કયારેય વન વિભાગ દ્વારા રોકવામાં આવે તો ઉપલા અધિકારીઓને તમારા અપમાન બદલ ખુલાસો પુછી શકો છો. વર્તમાન પરિક્રમાને મંજુરીમાં ધણા બધા નિયમોને નેવે મુકવામાં આવેલ છે તો આ નિયમો કોના ઈશારે બાંધછોડ કરવામાં આવી હતી તે અંગેનો ખુલાસો પણ મંગાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.