લગ્નના ખર્ચ કરતાં છૂટાછેડાનું ખર્ચ અનેક ગણું: સાવધાની આવશ્યક !
આપણા દેશને ‘તલ્લાક’ ની પ્રથાએ સારી પેઠે ખળભળાવ્યો અને તે સરવાળે રાજકારણના રંગે રંગાયા વિના રહી શકયો નહિ.. અત્યારે પણ તે વિવાદ પૂર્ણપણે થાળે પડી ગયો હોવાની છાપ ઉપસાવતો નથી! એટલામાં મુસ્લીમ-પ્રજામાં સદીઓથી ચાલી આવતી બુરખા-પ્રથા (ઓઝલ પ્રથાા વિવાદની એરણે ચઢી છે. એ તેણે હિન્દુ પ્રજામાં પ્રચલિત ‘લાજ’કાઢવાની ‘પ્રથા’અંગે પ્રશ્નો ખડા કર્યા છે…
હિન્દુ-મુસ્લીમ કોમો વચ્ચે ઊભી થએલી આ તકરારો હજુ કેવાં સ્વરુપો ધારણ કરશે અને કયાં સુધી આગળ વધીને અટકશે તે કહેવું આસાન નથી રહ્યું !હિન્દુ લગ્ન પ્રથામાં જાગેલો સળવળાટ વિકૃત બનતો જઇને આ પ્રથામાં ધાર્મિકતા – અધાર્મિકતા સુધી પહોચ્યો છે !‘લગ્ન’વિષે કોઇએ એવું ચિંતન કર્યુ છે કે, ‘સ્ત્રી અને પુરૂષ જુદા તે સંસાર અને ભેગા તે મોક્ષ !’
એનો સાચો અર્થ એ જ કે, લગ્ન બાદ જે સ્ત્રી અને પુરૂષ બે આત્માઓના મિલન સુધી એકત્વ પામી લે અને બેમાંથી એક થઇ ગયા જેટલી એકાત્મકતા પામી લે એતો ‘મોક્ષ’માં જીવતા હોવાનું સુખ પામે છે અને જે દંપતિ લગ્ન પછી બેમાંથી એક બની જવા જેટલું એકત્વ નથી સાધતા તેઓ ‘સંસાર’માં જીવનની આધિવ્યાધિઓ વચ્ચેજ રહે છે એમ કહી શકાય!
ખરૂ પૂછો તો, લગ્નજીવનમાં પ્રેમ અને એકબીજામાં અતૂટ વિશ્વાસ મહત્વનો ભાગ ભજવે છે.‘પ્રેમ’એ માનવીની તૃપ્તિનું ચરમ બિન્દુ છે. અને જયારે આવો ઉન્નત પ્રેમ નથી મળતો ત્યારે હંમેશા માનવી અતૃપ્તતા અને બેચેની વચ્ચે ‘અધૂરપ’નો અનુભવ કરે છે. આવો માનવી પરિવારમાં અને સમાજમાં ‘અનાચાર’નો માહોલ સર્જે છે.
જયાં પ્રેમ નથી હોતો એવા લગ્નોમાં વેશ્યાઓ પેદા થાય છે. અનાચાર, અત્યાચાર અને અસહ્મ અજ’પાઓ પણ પેદ થાય છે. એમાંથી જ હિસ્ટીરિયા જન્મે છે અને ન્યુરોસિસની પીડા પેદા થાય છે. એમાંથી જ પાગલો જન્મે છે અને પાત્માઓનાં જન્મો થાય છે.
મોંધેરા મિલનને પગલે પગલે જયારે એક સ્ત્રી અને પુરૂષ સંપૂર્ણ પ્રેમ અને આનંદમાં મળે છે તો એ મિલન આઘ્યાત્મિક કૃત્ય બની શકે મંદીર બનાવી શકશું.જો આપણે પૃથ્વી પર પ્રેમની પ્રતિષ્ઠાનું સ્થાપન કરીએ, પ્રેમ જીવનમાં પાછો આવે અને સન્માનીત થઇ જાય, પ્રેમ એક આઘ્યાત્મિક મુલ્ય બની જાય તો નવા માનવનું નિર્માણ થઇ શકે છે નવી સંતતિનું નવી પેઢીઓનું નવા માનવનું નિમાર્ણ થઇ શકે છે.
જરાય શંકા નથી કે જે માનવીઓ (જે બાળકનો) પહેલો અણુ શુઘ્ધ અને સાત્વીક પ્રેમથી જન્મે તેનો અંતિમ શ્ર્વાસ પણ પરમાત્માનો હશે! કારણ કે પ્રેમ એ શરુઆત છે, પરમાત્મા એ અંત છે જે પ્રેમમાં દીક્ષિત થઇ જાય છે. પ્રેમાં વિકસીત બની જાય છે. જેનો અણુએ અણુ પ્રેમ બની જાય છે કે પ્રેમની જે ગંગામાં તે ચાલ્યો હતો તે ગંગા હવે કિનારો છોડી રહી છે અને સાગર બની રહી છે. એક દિવસ એવું લાગે છે કે ગંગાના કિનારા દેખાતા બંધ થયા છે આમ જે દિવસે પ્રેમના કિનારા છૂટી જાય છે. તે દિવસે પ્રેમ પરમાત્મા બની જાય છે!નિરંતર પ્રેમપૂર્ણ પળોની ખાત્રી આપતા લગ્ન તે જ સમાજ માટે સુઅવસર: આવી ખાત્રીનો જયાં અભાવ તે તો દુર્ધટના જ !
લગ્નમાં અને પ્રેમમાં સમપર્ણ લક્ષી બનીને લીન થવાનું છે. લગ્ન અને પ્રેમમાં માત્ર આપવાનું છે, અને આપ્યા વિના કાંઇક મુેળવી શકાતું નથી એ સનાતન સિઘ્ધાંત અહીં વિશેષ લાગુ પડે છે. (અનલેસ યુ ગીવ સમથીંગ યુ નેવર ગેઇન એનીથીંગ)…સદીઓથી ચાલતી આવેલી આ ‘લગ્નપ્રથા’માં સમયના વહેણ અને પરિવર્તનની સાથે વિકૃતિ અને કલૂષિતતા પ્રવેશ્યા છે. લગ્ન-વિચ્છેક અને છૂટાછેડાની ઘટનાઓ વધતી વધતી અત્યારે ચિંતાજનક સ્તરે પહોંચી છે.
પશ્ર્ચિમની (એટલે કે યુરોપિય) સંસ્કૃતિની આપણા દેશની સંસ્કૃતિ પર જબરી ચઢાઇ અને તેની અતિ બૂરી અસરને પરિણામે તથા પત્નીઓમાં ભણતરનું પ્રમાણ વધવાને કારણે લગ્ન વિચ્છેદની ઘટનાઓ વધતી રહી છે. મહિલાઓ નોકરી – રોજગારીઓ વડે વધુ સશકત અને પગભર બનવાને લીધે તથા મા-બાપ ઉપર બોજ બન્યા વગર તેમનો સહારો પામી શકવાને કારણે અર્થાત પોતાના ભાવિ જીવનની સલામતિ મળી રહેવાનું બળ મળી રહેવાના વિશ્વાસને કારણે લગ્નજીવનની સ્થિરતા તેમજ એનું ટકાઉપણું પોચા પડયા છે.
આપણા સમાજ ઉપર એની વિપરીત અસર થાય અને અનાચાર વધે એ સ્વાભાવિક છે.હમણાં હમણાં તે ગમે તેટલી ફી આપીને કાનુની રીતે વકિલોનો સાથ લેવાની પ્રથા પણ પત્નીઓ અને તેમના મા-બાપો અને સંબંધીઓ દ્વારા અસ્તિત્વમાં આવી ચૂકી છે અને એવી ટકોર થવા લાગી છે કે લગ્નના ખર્ચ કરતાં ‘છુટછેડા’નો ખર્ચ અનેક ગણો વધારે આવે છે !
રીતસરના છુટાછેડા વિના બીજે લગ્ન કરવાનું કાનુની શકય બનતું નથી. ભરણપોષણનાં ડામ પણ અતિ પીડાકારક બને છે…લગ્ન વિચ્છેદની સમસ્યાના ઉકેલ માટે ‘કાઉન્સેલર’ની પ્રથા ઉપકારક નીવડી શકે એ ભૂલવા જેવું નથી. જો કે સામાન્ય આર્થિક સ્થિતિવાળા પક્ષકારોએ સઘ્ધર આર્થિક સ્થિતિ અને રાજકીય સામાજીક વગ ધરાવતા સામે વાળાઓ સામે ઢીલા પોચા થવું પડે એ નિર્વિવાદ છે.લગ્ન પ્રથા અને તેને લગતા ફાયદા તેમજ ધારાધોરણમાં જરુરી સુધારા કરીને આવી બાબતોને વધુ ન્યાયપૂર્ણ બનાવી શકાય.લગ્નપ્રથામાં ધાર્મિકતાનું પલ્લુ અધાર્મિકતાના પલ્લા સામે તમે તથા એને પરાજીત કરે એવી સ્થિતિ સર્જેય જ છુટકો છે ! એના વિના સામાજીક અનાચાર અને અનિષ્ટોની હાળમાળા કદાપિ નહિ અટકે !