- જેઠ સુદ તેરસે શિવાજી મહારાજનો છત્રપતી તરીકે થયો હતો ‘રાજયાભિષેક’
હિન્દુ સમ્રાટ છત્રપતી શિવાજી મહારાજના છત્રપતી તરીકેના રાજયાભિષેક જેઠ સુદ તેરસ તા.6 જૂન 1674ના દિવસનીયાદગીરી રૂપે દર વર્ષ હિન્દુ સામ્રાજય દિનનીઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ જેઠ સુદ તેરસના 2 જૂન 23 શુક્રવારે હિન્દુ ગૌરવ દિનની ઉજવણી કરાશે.
હજારો વર્ષના ઈતિહાસમાં આ દેશમાં અનેક રાજાઓ થઈ ગયા. ચંદ્રગુપ્ત, શાલીવાહન આદિ અનેક વીરપુરુષો આ દેશમાં થયા અને તેમણે શક, હણ આદિ અનેક હુમલાખોરોને મારી હટાવ્યા અને સુવર્ણયુગની સ્થાપના કરી. ભારતની સમૃદ્ધિ જોઈ અનેક લૂંટારુ પ્રજા ભારતમાં માત્ર લૂંટ ચલાવવાજ આવી હતી. પરંતુ મુસ્લિમ હુમલાખોરો માત્ર લૂંટ ચલાવવાજ નહોતા આવ્યા. તેઓ એક હાથમાં તલવાર, બીજા હાથમાં કુરાન લઈને આવ્યા હતા.
લૂંટ ચલાવતા ચલાવતા તેમણે આપણા દેશના મંદિરો તોડયા, મૂર્તિઓ ભાંગી, હિન્દુઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું પરિણામ સ્વરૂપે વિધર્મીઓએ સંપૂર્ણ દેશ પર સત્તા પ્રાપ્ત કરી. એક સમયતો એવો આવ્યો કે લોકો એવું માનવા લાગ્યા કે આ વિદેશી રાજ કોઈ દૈવી યોજનાના ભાગરૂપે થયું છે. પરાક્રમી લોકો પણ રાજાની સેવા-ચાકરીમાં સ્વયંને ધન્યતાનો અનુભવ કરવા લાગ્યા. સમર્થ રામદાસ સ્વામીએ તે સયમની પરિસ્થિતિનું વર્ણન કરતી વખતે કહ્યું કે ” પીરની પૂજા કરે છે, કોઈ કબ્રને પૂજે છે, તો કોઈ આ પ્રકારે આપણા સમાજના લોકોએ આપણા ધર્મનું સ્વમાન છોડી દીધું છે. દેવતાઓને ભૂલી ગયા છે અને પોતાની જાતને પારકાનું અનુકરણ કરવામાં ધન્યતા અનુભવી રહ્યા છે. આવી ઘોર નિરાશાજનક પરિસ્થિતિમાં હિન્દુ સમાજને ફરી સત્વસંપન્ન, શકિતશાળી, સ્વતંત્ર કરવાનો સબળ પ્રયાસ શિવાજીના નેતૃત્વમાં પ્રગટ થયો
શિવાજી મહારાજમાં પ્રચંડ પૌરૂષ, નિતીમતા, શૌર્ય, ધૈર્ય, રણકુશળતા, તિક્ષણ બુદ્ઘિ, અપરિમીત સાહસ, અચુક કુટલી નીતીવાળુ વ્યુહરચના, સંગઠન-કૌશલ્ય, ધર્મપરાયણતા, ચારિત્ર્યની દ્રઢતા, માનવીયની ઉદારા, ગૌ-ભકત અને વિજય માટેનો અતુટ વિશ્વાસ જેવા માનવીય અને દૈવી ગુણો હતા તેવા અગિયાર વર્ષની જ ઉંમરે ત્યારની દેશની પરિસ્થિતિ જોયા બાદ તેમના સાથી મિત્રોને લઈને પ્રતિજ્ઞા લીધી કે ” આપણા ધર્મના રાજયની સ્થાપના કરીશ” પોતાની પ્રતિજ્ઞાની પૂર્તિ માટે એમણે શરૂઆત કરી એવા દ્રઢ વિશ્વાસ સાથે કે હું ભગવાનનું અને ધર્મ-રક્ષાનું કાર્ય કરી રહ્યો છું. છત્રપતિ શિવાજી મહારાજ ના રાજ્ય અભિષેક દિવસે હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઓળખવામાં આવે છે વિશેષ બાદ એ છે કે આજે પુરા વિશ્વમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્ય અભિષેકનું 350 વર્ષ પ્રારંભથાય છે. આ વર્ષે હિન્દુવી સ્વરાજ્ની સ્થાપના ની આયુગપર્વતક ઘટનાનું પાવન સ્મરણ કરવા આવાહન આવ્યું છે.